Jitesh Donga's Blog, page 4

December 22, 2017

2018 આવ્યું અને હું આટલો ખુશ કેમ છું?

અને ૨૦૧૭ પણ આથમવા આવ્યું ! બેશક જે માણસો વિશ્વભરની માહિતી-સમાચાર-ઘટનાઓ પોતાના નાનકડા મગજમાં ભરતા હોય તેઓ છેલ્લા અમુક વર્ષોથી પૃથ્વી જે રીતે જીવી રહી છે, માણસ-વર્ષો-અને સમય જે રીતે ભાગી રહ્યા છે તેનાથી પુરા ખુશ અને રોમાંચક નહીં જ હોય. કેટકેટલું બની રહ્યું છે ! વર્ષ-પછી-વર્ષ વિશ્વ વધુને વધુ ઘટનાપ્રચુર, અંધાધુંધી ભર્યું,, અને ન સમજાય તેવું લાગતું હશે. ક્યાંક આપણા હૃદયના ખૂણે થતું હશે કે કેમ આ એકવીસમી સદીમાં જનમ્યાં? કાશ વીસમી સદીનું ગામડાંનું શાંત-સૌમ્ય-અને કુદરતી જીવન મળ્યું હોત ! કાશ જગતભરમાં શું ચાલે છે તેનું જ્ઞાન આપણા નાનકડા મગજમાં આવ્યું જ ન હોત.


ઉપર-ઉપરથી જોઈએ તો પીડા થાય. આ પીડા ત્રણ બહારથી અંદર જતા સ્તરોમાં છે:

૧) મહાસતાઓના મહામુર્ખ નેતાઓ, મિસાઈલ્સ છોડવાના ખતરાઓ, રેફ્યુજી અને લાચારી ભર્યું માઈગ્રેશન, જાતિવાદ, સ્ત્રી-પુરુષના સમાનતાના બળવાઓ, આતંક અને હિંસાના દ્રશ્યો, ભ્રષ્ટાચાર, રાજકીય કાવાદાવાઓ આ બધું સામે દેખાય.

૨) કરોડો માણસોના કર્મોથી શહેરોની પ્રદુષિત હવા, ટ્રાફિક, નાસીપાસ શિક્ષણ, અણધાર્યા વાતાવરણ, અને કુદરતનું ખોરવાઈ જતું જીવન સામે દેખાય.

૩) મૂળભૂત માનવીય પ્રકૃતિના બદલાવ ! જેનો વધારે ડર લાગે. ટેક્નોલોજી માણસને ભરખી જતી દેખાય. મોબાઈલ-ઈન્ટરનેટ-સોશિયલ એપ્લીકેશન્સની અંદર સામાન્ય માણસ ખૂંપી ગયેલો લાગે. કોઈ કોઈનું નથી એવો અહેસાસ. દરેક પોતાની સ્વતંત્ર દુનિયામાં નીચું ઘાલીને પડ્યું છે અને સંવેદના-શૂન્ય બનેલું લાગે. મોબાઈલમાં સતત જીવ્યા કરતા વિડીયોઝ-મેસેજીસ-બીજા લોકોની જિંદગીના દૃશ્યો અંદર-અંદર દરેકને કોરી ખાય, એકલું લાગે, વિચિત્રતા અનુભવાય.


ખુબ થયું. એકવીસમી સદી જો આવી જ હોય તો આમાં કેમ ખુશ રહેવું? વીસમી સદીના માણસોની જેમ પાછા જીવવું? કે ટેક્નોલોજીનો સામુહિક બહિષ્કાર કરવો? શું થશે આ વંટોળ જેવી દેખાતી સ્થિતિનું? કેમ માણસ સાચી દિશામાં જઈ રહ્યો છે? શું ચાલી રહ્યું છે? આમાં શું સમજવું?

જોકે આ લખનાર આ જગત જે રીતે જીવી રહ્યું છે તેનાથી ખુબ ખુશ છે ! આશાવાદી છે. મૂર્ખતા લાગેને? છતાંય હું ખુશ છું કે દુનિયામાં આટલું બધું થઇ રહ્યું છે ! કેમ? એવો સમય જ્યાં બાળકો સામે કોઈ જોઈ નથી રહ્યું, વાતાવરણ-કુદરત-રાજકારણ-અને માણસના એથિક્સ બગડી રહ્યા છે ત્યાં તમે કેમ વર્ષના અંત પર ખુશ થઇ શકો? અહીં રહ્યા અમુક એંગલ, થોડી અલગ નજર જે આપણે બધા જોઈ નથી રહ્યા. મારા આ બધા પોઈન્ટ્સથી તમે સહમત નહીં થાઓ, પરંતુ આ પણ એક નજરીયો છે:


૧ )એક વાત સત્ય છે કે દર સો માણસમાંથી પાંચ ખરાબ હોય છે. મતલબ કે પાંચ ટકા માણસ ખરાબ-ભ્રષ્ટ-દુષ્ટ-અને કોઈના કન્ટ્રોલમાં હોતા નથી. એ દરેક આંતક ફેલાવે, બળવો કરે, રાડો નાખો, ખોટા કામ કરે, અને જગતના બાકીના માણસો તેને રોકી ન શકે. તેમને ચોક્કસપણે દબાવી શકો, રોકી શકો, જેલમાં નાખો, બદલાવવા પ્રયત્ન કરો, પરંતુ બગાડ માનવમનમાં હોય છે, લોહી કાળું હોય છે, તેને કેમ બદલવું? જો સો માંથી પાંચ આવા હોય, તો એ મુજબ હજારે પચાસ બગડેલા હશે. એક કરોડ માણસ માંથી પાંચ લાખ ! અને જો ૧૩૦ કરોડના આ મહાસમાજ ભારતની વાત કરો તો ૬-૭ કરોડ માણસ આવું દાજેલા ઘાણવા જેવું છે. અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ૭૦-૮૦ કરોડ! જ્યારે કોઈને કોઈ ઘટનામાં આ કોઈને કોઈ માણસ ઇન્વોલ્વ હોય તો એ ઘટનામાં સામાન્ય-સારો-ભલોભોળો-ચોખ્ખો માણસ દુઃખી જ થાય. નિરાશા જ હાથ લાગે. આ 5% રેશિયો માનવજાતના જન્મથી છે. જો ન હોત તો ધર્મગ્રંથો, જીવવાના નિયમો, સારપની વાર્તાઓ, ઈશ્વર, ધર્મ, એથિક્સ, મોરલ, વેલ્યું કશું જ ના બન્યું હોત ! જીસસ ક્રોસ પર ન જાત, સીતા ધરતીમાં ન જાત, કૃષ્ણ કુરુક્ષેત્ર ન બનાવત, કે યાદવાસ્થળી ઉભી કરત. ઓશો જેવા વિચારકોને મારવામાં ન આવત. તો હવે શું?


૨ ) છેલ્લા દસ વર્ષોમાં માણસના મગજમાં ઘુસતી-ઘુસાડવામાં આવતી માહિતી જેટલી તીવ્રતાથી વધી છે તેની આડઅસર કોઈ એક પેઢીએ ભોગવવાની જ હતી. પ્રસુતિ પહેલાની પીડા. સૌથી ધીમી ઉત્ક્રાંતિ માણસની સમજણની થતી હોય છે. આપણે મોબાઈલમાં નીચું ઘાલીને જે સમાચારો-વિડીયોઝ-ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છીએ એ બધું જ વર્ષોથી બનતું જ હતું. સાતસો કરોડથી વધુ માણસોની માનવજાત ક્યારેય ઘટનાઓથી ઓછી ન હતી. ખુબ થતું હતું. અત્યારે જે દેખાય છે તેના કરતા હજારો ગણી પીડાદાયક-ખરાબ-અને અસહ્ય ઘટનાઓ છેલ્લા સો વર્ષમાં બની છે. છેલ્લા હજાર વર્ષના ઈતિહાસનું સેમ્પલ લો તો ખબર પડે કે આ માનવજાત ક્યારેય શાંત બેઠી જ નથી. તો અચાનક આપણે કેમ પીડાયા? કારણકે “આપણને ખબર પડી !” યસ. આ એક વાક્યમાં આપણી દરેક ટેક્નોલોજી (મોબાઈલ-સોશિયલ મીડિયા-ઈન્ટરનેટ)નો સાર આવી ગયો. તમને જે તમારા સ્ક્રીનમાં દેખાયું, વંચાયું એ પહેલા દરેક માણસ સામે ન હતું. તમારી સામે પેલા 5% માણસની દરેક પ્રવૃત્તિ સ્ક્રીનમાં દેખાઈ. પીડા થઇ. જગત આખું એક બની રહ્યું છે આ ટેક્નોલોજી થકી. દુનિયા મુઠ્ઠીમાં છે. તો એ સ્ક્રીનમાંથી સારું-ખરાબ દરેક માહિતી તમારા મનમાં જવાની. પીડા થવાની.


૩ ) ડેટા. આ ડેટા એવી માયાજાળ છે જે છેલ્લા વીસ વર્ષોમાં જ આપણી સામે વધું આવવા લાગ્યો. તમે ડેટા જુઓ, આંકડાઓ જુઓ, ટકાવારી જુઓ, અને એ આંકડા માનવમનમાં પહેલા લોજીક પેદા કરે અને પછી લાગણી પેદા કરે. ખુબ જ ખોટો ડેટા તમારી સામે ઠલવાઈ રહ્યો છે. એક સર્વે કહે છે કે વોટ્સએપમાં આવતી 75% માહિતી, આંકડાઓ, ફોટોગ્રાફ્સ ખોટા અને એડિટ કરેલા હોય છે, સામે 40% વિડીઓ પણ કટ-પેસ્ટ-એડિટ થયેલા હોય છે. તમે જે ડેટા કન્ઝ્યુમ કરો છો એ કદાચ પેલા નવરા-સડેલા દિમાગ વાળા માણસો બનાવીને વહેતો કરી રહ્યા છે. આ બધામાં શું રાખવું અને શું ન રાખવું એ નહીં સમજો તો જગતને જોઇને પીડા થશે જ. ધ ગ્રેટ ચેન્જમેકર મીડિયા (ન્યુઝચેનલ્સ, ન્યુઝપેપર્સ) અત્યારે જે ડેટા-માહિતી તમને દેખાડી રહ્યું છે તે મોટા ભાગે બદલાયેલી-ખોટી-કે મેન્યુપ્યુલેટ થયેલી હોય છે. આનો રસ્તો શું? મીડિયા જેટલો દેખાડે છે એટલો જાતિવાદ નથી, એટલો કોમવાદ નથી આ જગતમાં ! ઉલટો સુધારો થયો છે. કોઈ એકજ કિસ્સાને ફરી-ફરીને પચાસ વાર દેખાડવામાં આવી રહ્યો છે. એક ઘટનાને સત્ય માંથી ફિક્શનમાં ફેરવવામાં આવે છે. ડેટા ! ડેટા બદલાવો અને રાજ કરો. તો આમાં આપણે શું કરીએ? યાતો વિરોધ, યા સંપૂર્ણ બહિષ્કાર, યા એક મહા-હથિયાર “કોમનસેન્સ”. ઘઉં માંથી કાંકરા વીણીને ફેંકી દો એ રીતે નબળું-ખોટું-ખરાબ ન્યુઝચેનલ હોય કે છાપું…એને ફેંકી શકો, વિરોધ કરી શકો, અથવા કોમનસેન્સ વાપરીને જેટલું લેવું છે એટલું લઈને આગળ વધો. ચોઈસ ઈઝ યોર્સ.


૪ ) ઈન્ટરનેટ થકી દરેક માણસ પોતાની અંદરના લાગણીઓ-આવેશ-ભાવ અને મુર્ખામીને લોકો સામે મુકવા લાગ્યો. તમે માનો કે ન માનો પરંતુ તમારા કી-બોર્ડથી લખાયેલો એક-એક શબ્દ, આઈ રિપીટ ‘એક-એક શબ્દ’ આ જગતને અસર કરી રહ્યો છે. તમે તમારું જે મંતવ્ય કે વિચાર મુકો એ ભલે ક્ષણિક લાઈક્સ કે વાહવાહી માટે મૂકતા હો, ગુસ્સો-આવેગ કે ‘બધા કશુંક કરે છે અને હું રહી ગયો’ એ ભાવને શમાવવા મૂકતા હો, પરંતુ એ હજારો-લાખોને અસર કરે છે. વિશ્વ આખું જ્યારે આટલું નજીકથી કનેક્ટેડ હોય ત્યારે એ વિચાર/પોસ્ટ/વિડીયો એની તીવ્રતા મુજબ ઈન્ટરનેટના દરિયે સફર કરે અને આખા વિશ્વને અસર કરે છે. આ દરેક ડેટા તમારું મગજ પચાવે છે, નવી જન્મતી પેઢી વધુ ડેટા પચાવવા માટે અપડેટ અને સક્ષમ થઈને જ જન્મે છે (આ ઉત્ક્રાંતિનો નિયમ છે. એવું પણ બની શકે કે ભવિષ્યના બાળકો નીચી ડોક વાળા જન્મે જેના લીધે મોબાઈલ કે કોઈ ડીવાઈસમાં જોવા તેમના ગળાનાં હાડકાને દુઃખાવો ન થાય) એટલે જગતમાં ચાલતી દરેક ઘટના તમને ક્ષણેક્ષણ થોડાથોડા (માઈક્રોલેવલ પર) બદલાવ્યા કરે. માનવજાત ‘નેવર બિફોર’ રેટથી બદલાઈ રહી છે.


૫ ) “માનો કે ન માનો પરંતુ સારપ વધી છે. હા…દુનિયા સારી બની રહી છે, સંવેદનશીલ બની રહી છે, ઊંડી બની રહી છે, અને સત્ય-પૂર્ણ બની રહી છે.” આ વાક્ય સમજવા માટે એક એંગલ સમજવો પડશે કે માણસની ક્રિએટિવીટી, આર્ટ, અને સાયન્સ ત્રણેય ખુબ નાજુક અને ઊંડા બની રહ્યા છે. ટેક્નોલોજીએ વચ્ચેના દરેક માધ્યમ તોડીને આર્ટ અને આર્ટીસ્ટને જગત સામે મૂકી દીધા છે. વાર્તાઓ ઊંડી બની છે. આર્ટીસ્ટનો પ્રોડક્શન રેટ ખુબ વધ્યો છે. આર્ટીસ્ટ કમાતો થયો છે. તમારા કામમાં સત્ય-પ્રમાણિકતા-ઝનૂન-અને પારદર્શકતા હોય તો તેને દેશ,ભાષા, કે જૂની સિસ્ટમના સીમાડાઓ નડતા નથી. કશુંક મુકો અને સામે જનમેદની પોતાનું મંતવ્ય આપે છે. સારું સંગીત, પુસ્તક, સ્પોર્ટ, કે કોઈ પણ સર્જન પોંખાય છે. જગત તમારી જિંદગીને જોઈ રહ્યું છે. તો…તો…તો…આ બધા સાથે તમને ગંદકી પણ જોવા મળવાની જ ! એ જાતિવાદ પર ચાલતું ગરવા ગુજરાતનું ઇલેક્શન હોય કે ટ્રમ્પનું અંધેરું સામ્રાજ્ય. એમ ન માનસો કે આ બધું દેખાય છે એટલે દુનિયા જાતિવાદી અને રંગભેદી બની ગઈ છે. ના. સારા માણસ અંતે વિજયી બને છે. ઉપર કહ્યું એમ સામાન્ય માણસ એક મહાભયાનક હથિયાર ચલાવે છે: ‘કોમનસેન્સ’. આ એક હથિયારથી જગત તરી જશે, અથવા નહીં ચાલે તો ડૂબી જશે. એકવીસમી સદીમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ જન્મી રહ્યું હોય, સ્પેસ એકસ્પ્લોરેશન થઇ રહ્યું હોય કે ખંધુ રાજકારણ ખેલાઈ રહ્યું હોય…જ્યાં-જ્યાં માણસ કોમનસેન્સ વાપરીને આગળ વધશે ત્યાં-ત્યાં કોઈ પણ ટેક્નોલોજી-વિચાર કે કોઈ વાદ અસર નહીં કરે. દુનિયા સારી અને બેટર જ બનશે. જો એ સામાન્ય બુદ્ધિને અભેરાઈ પર રાખી તો બધું ભરખી જશે. પરંતુ એવું નહીં થાય. કારણ? કારણકે 95 % માણસો સામાન્ય-બુદ્ધિ વાપરીને પોતાનો અંતિમ નિર્ણય લે છે.


૬) એક અભૂતપૂર્વ યુવા પેઢી જન્મી ચુકી છે યારો. જે વૈશ્વિક છે. જેમને જ્ઞાતિ-જાતિ-રંગ-ભેદ-ઊંચ-નીચ કોઈની પડી નથી. અમને ધર્મની પડી નથી કે અલગ-અલગ ઉભા કરાયેલ ઈશ્વરની પણ નહીં. હા…આ લખનારો એમાંનો એક છે એનું તેને ગર્વ છે. તેઓ કશું જ જોયા વિના પ્રેમ કરે છે. નફરત ખુબ ઓછી છે, અને જરૂરી હોય ત્યાં જ છે. આશાવાદી છે. જગતભરનું મ્યુઝિક સાંભળે છે, વૈશ્વિક સાહિત્ય વાંચે છે, ખૂણા વિનાની આ ધરતીના દરેક ખૂણે શું ચાલે છે એ સમજે છે અને આશાવાદી છે, ખુશ છે કે વિશ્વ જુના રીવાજો તોડે છે. તેઓ પોતાના શબ્દો-કામ-વિચારોને સમજીને જગત સામે મુકે છે. સારા નાગરિક છે. કચરો ફેલાવતા નથી, અન્ન બગાડતા નથી, જરૂરી હોય એટલું જ ટ્રાન્સપોર્ટ ઉભું કરે છે. એમની નજર જ્યાં છે એ ભવિષ્ય સોલાર કાર લાવી રહ્યું છે, સ્પેસમાં જઈ રહ્યું છે, સારા આઈડિયાને બિઝનેસ અને વર્કપ્લેસમાં વાપરી રહ્યું છે, નબળાને મદદ કરે છે, ભૂખ્યાને ખવડાવે છે, આંધળા કે વૃદ્ધને હાથ આપે છે, અને મોજમાં છે વ્હાલા…મોજમાં છે, એ વોટીંગ કરવા જાય ત્યાં પણ જ્ઞાત-જાત-કોમ-પક્ષ નહીં, સારું કામ કોણ કરશે એ વિચારીને મત આપે છે. આ બધા જ ભવિષ્યના લીડર છે. દુનિયા સારી બનશે, છે, આ લોકો થકી…


૭) ઘણી ડરવા લાયક સ્થિતિઓ પણ છે જે ટેક્નોલોજી સાથે આવી છે પરંતુ એમાં ટેક્નોલોજીનો વાંક નથી. લાગણીઓ તકલાદી બન્યા કરે, મન ચંચળ બન્યા કરે, ગમતું કામ ન ખબર હોય એ નિરાશામાં રહ્યા કરે, એકલતા પીડા આપે, ડીપ્રેશનનો રોગ થાય. કશુંક સંવેદનશીલ દેખાય તો ભડકી જાય, અને ખુબ એવું સતત દેખાયા કરે તો સંવેદનાઓ બુઠ્ઠી થઇ જાય, પ્રતિકાર કરે જ નહી! ઘણા માણસો જાતને રોકી શકતા નથી, પીડાય છે, અને શું ચાલી રહ્યું છે એ સમજાય નહીં. એમનો કોઈ ઈલાજ નથી. ક્ષણિક છે. સમય આવ્યે એ બધું જ એક ફિલોસોફીકલ આકાર લઇ લે છે, જેનું કશું જ ન થાય. માણસ સતત વાંચતો રહેવો જોઈએ, મગજ-મન ખુલ્લા રાખે, અને આશાવાદી રહે તો કોઈ પણ શિખામણની જરૂર ન પડે. અંતે એક અંતિમ સત્ય છે કે તમારી નબળી લાગણીઓ જ્યાંથી જન્મી ત્યાંજ એના મોતનો ઈલાજ હોય છે. Ask yourself. બાહર તું કીતના ખોજે, અંદર તું હે સમાયા. તમારા દરેક સવાલનો જવાબ તમારી અંદર છે. તમે બહારના વિશ્વને નબળું ન કહેશો. બહાર તો બધું સારું જ થવાનું છે. બ્રમ્હાંડમાં તરી રહેલા આ નાનકડા બિંદુ જેવા ઘરતી-ગ્રહ પર ૨૦૧૮નું વર્ષ આવી રહ્યું છે. અને ખુશ થાઓ…કારણકે તમારી પાસે આ ક્ષણ જ છે. અને આ ક્ષણે વિશ્વ જેવું છે એવું પહેલા ક્યારેય ન હતું, અને ક્યારેય નહીં હોય. જીવી લો.

1 like ·   •  1 comment  •  flag
Share on Twitter
Published on December 22, 2017 22:11

November 12, 2017

બાની રોટલી…

સોડાની એ નાનકડી બારીમાંથી શિયાળાની ઠંડી હવા આવતી. બા રોટલી બનાવતા હોય. હું એની સામે જોઇને બેઠો હોય.

“જીતું…જાને બટા…જર્સી પે’રી લેને.” એ મારી સામે જોઇને કહેશે. હું એના રોટલી વણતાં નાજુક હાથને જોયા કરતો. ઉભો ન થાઉં.


વર્ષોથી એ જ થતું. એ રોટલી બનાવ્યા કરે, અને હું એને જોયા કરું. બંને ચુપચાપ. ઠંડી હવા આવ્યા કરે. રોટલી વણાતી જાય. ચુલાની તાવડી પર મુકાતી જાય. ચીપિયા વગર પણ બા પોતાની જરા દાજેલી આંગળીઓથી એ ફૂલેલી રોટલીને ફેરવતી જાય. રોટલીમાં ક્યાંક કાણું પડી જાય અને ગરમ વરાળની સેર નીકળે. રસોડાના ઝાંખા અંધકારમાં એ વરાળ હવામાં ઉપર ઉઠતી દેખાય. એ વરાળની સુગંધ હતી. શેકાયેલા ઘઉંનું સુગંધ. માની મમતાની સુગંધ. એ મારી હુંફ હતી. બાની બાજુમાં બેસીને મારે જર્સી પહેરવી ન પડે.


બાળપણથી એ જોતો આવ્યો છું. હજુ એ દૃશ્યો યાદ છે. નાનકડો હતો. થોડી ગરીબી હતી. ગેસ ન હતો, ચૂલો હતો. બા ભૂંગળી લઈને ફૂંક માર્યા કરતી. પરસેવો લુંછ્યા કરતી. હું થોડે દૂર ઘોડિયામાં બેઠો હોઉં. એ એક પગ લાંબો કરીને પગની આંગળી સાથે ઘોડિયાની દોરી બાંધીને મને હીંચકાવે અને સાથે રોટલી પણ બનાવે. એ પગ આગળ-પાછળ કર્યા જ કરે. હું ઘોડિયા માંથી ઉભો થઇ ગયો હોઉં તો પણ એ અજાણતા હીંચકાવ્યા જ કરે. હું એના પગને, એના ચહેરાને, દડાની જેમ ફૂલતી રોટલીને, ચુલાના લાલ કોલસાને જોયા જ કરું.


થોડો મોટો થયો અને સ્કુલમાં જતો ત્યારે પણ તેની બાજુમાં બેસીને લેસન કર્યા કરું. બાની હુંફ, રોટલીની ગરમ વરાળ, અને રસોડાની બારીમાંથી આવતો પેલો ઠંડો પવન. હજુયે આ બધું જ જીવે છે. સમય બદલાતો ગયો.


એક વર્ષ રસોડામાં જ્યાં ચૂલો હતો ત્યાં ઉપર છત માંથી પાણી પડવા લાગ્યું. એ ચૂલાની જગ્યાએ મોબાઈલ ચૂલો આવ્યો. પછી ગોબરગેસ આવ્યો. ગોબરગેસમાં ઓછો ગેસ આવે એટલે બીજે દિવસે બા ઉપાધી કર્યા કરે. કુંડીમાં સરખુંથી છાણ ડોવે.


મોટો થયો. બાએ પાંચ સંતાનોને મોટા કર્યા. એકલે હાથે બધાની કૂણી-કૂણી રોટલીઓ એ ગેસ પર બનાવતી ગઈ. બધું બદલાયું. બાને કમર દુઃખવા લાગી. વર્ષો સુધી દુખી. પછી પગ દુખવાનું ચાલુ થયું. મને એમ જ લાગતું કે અમને પાંચ ભાઈ-બહેનને વર્ષો સુધી ઘોડિયામાં હિચકાવીને જ તેને પગનો દુખાવો થઇ ગયો હશે.


હાલ તે નીચે નથી બેસી શકતા. ઉભું રસોડું થઇ ગયું. બધી બહેનો સાસરે જતી રહી. દાદા ધામમાં જતા રહ્યા. ઘરમાં માત્ર હું, બા, અને બાપુજી. હજુ કમર અને પગ દુખ્યા કરે. હવે તે ખુરશી પર બેસીને રોટલી વણે છે. બેઠા-બેઠા સહેજ ત્રાંસા થઈને બાટલાં-ગેસ પર રોટલી ચોડવે છે. પરંતુ રોટલી ફૂલવાનો સમય થાય એટલે તરત જ ઉભા થઇ જાય, અને ખુબ કાળજીથી રોટલીને આંગળીઓથી ફેરવે. પેલી વરાળ ઉપર ઉઠે. બારીમાંથી શિયાળાની ઠંડી આવે. હું હજુયે બાજુમાં બેઠોબેઠો બાને, વરાળને, અને આ વર્ષોના એના અવિરત તપને જોયા કરું.


વળી એટલું જ નહીં. રોટલીને ભરપુર ઘી નાખીને ચોપડે. બધું તૈયાર થઇ જાય એટલે મને કહે: “જીતું…તારા બાપુજીને બોલવને. ખાવા બેસીએ.”


હું અને મારા બાપુજી છેલ્લા તેર-ચૌદ વર્ષથી એક જ થાળીમાં ખાઈએ છીએ. બા થાળી તૈયાર કરીને અમારી સામું જોઇને બેસે.


હા…જેમ હું એને રોટલી બનાવતી જોયા કરું, એમ એ મને ખાતો જોયા કરે. પરાણે ખવડાવે. થાળીમાં કશું જ પૂરું ન થવા દે. પાંચ જાતના અથાણાં મૂકી દે. આજકાલ હવે તે ખુરશી પર ખાય છે. એની થાળીમાં ઓછું શાક લે. કેમ? કારણકે પેલા હું અને બાપુજી ધરાઈને ખાઈ લઈએ પછી વધેલું શાક એ લે.


વર્ષો પહેલાનું કાચું રસોડું, છત માંથી પડતું પાણી, ચૂલો, પેલી બારીની ઠંડી હવા, અને રોટલીની વરાળ…બધું જ હજુ જીવે છે. ગામડે જઈને બાની બાજુમાં પડ્યો રહું એટલે ઘણા કહે કે જીતું માવડીયો છે. મને એ શબ્દ ખુબ ગમે છે.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 12, 2017 06:06

November 10, 2017

નોર્થપોલ – નવલકથા PDF Preview

[image error]


અહીં તમે નોર્થપોલ નોવેલનો PDF પ્રિવ્યું ડાઉનલોડ કરી શકો છો.


Northpole book free read ( PDF preview )


ગોપાલ પટેલ નામનો એક કોલેજીયન. ઈલેક્ટ્રીકલ એન્જીનીયર ! ગરીબ કાઠીયાવાડી ખેડૂતનો એકનો એક દીકરો. મધ્યમ વર્ગનો ભોળો છોકરો. જેને એન્જીનીયર નથી બનવું. પણ શું બનવું એ પણ ખબર નથી.


ભણવું ગમતું નથી,


નોકરી ગમતી નથી,


જીંદગી ગમતી નથી.


…અને  ગોપાલ દુનિયાથી કંટાળીને જો નાગોબાવો બનવા જતો રહે તો?


પોતાની આત્મખોજ માટે નીકળેલા એક યુવાનની જીવનગાથા એટલે…’નોર્થપોલ’


[image error] [image error] [image error] [image error] [image error] [image error] [image error] [image error] [image error]

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 10, 2017 06:05

North pole [નોર્થપોલ] નવલકથા (PDF Preview)

[image error]


અહીં તમે નોર્થપોલ નોવેલનો PDF પ્રિવ્યું ડાઉનલોડ કરી શકો છો.


Northpole book free read ( PDF preview )


ગોપાલ પટેલ નામનો એક કોલેજીયન. ઈલેક્ટ્રીકલ એન્જીનીયર ! ગરીબ કાઠીયાવાડી ખેડૂતનો એકનો એક દીકરો. મધ્યમ વર્ગનો ભોળો છોકરો. જેને એન્જીનીયર નથી બનવું. પણ શું બનવું એ પણ ખબર નથી.


ભણવું ગમતું નથી,


નોકરી ગમતી નથી,


જીંદગી ગમતી નથી.


…અને  ગોપાલ દુનિયાથી કંટાળીને જો નાગોબાવો બનવા જતો રહે તો?


પોતાની આત્મખોજ માટે નીકળેલા એક યુવાનની જીવનગાથા એટલે…’નોર્થપોલ’.


આ માત્ર વાર્તા નથી. ક્રાંતિ છે. વિચારોની અફડાતફડી વચ્ચે, જીંદગીની હાડમારી વચ્ચે, સામાન્ય જીવનના લેખાજોખામાંથી ઉભી થયેલી શાંત બળવાખોરી. એક એવી વાર્તા છે જે કદાચ આપણી બધાની છે. વાંચીને એવું જ લાગે કે આપણા પર જ છે. ગોપાલ એક એવું પાત્ર જે આપણે બધા જ છીએ. આપણા પર જ બન્યું છે, પરંતુ એ ચુપ નથી, મૂંગું નથી, અને સવાલો પૂછ્યા જ કરે છે. સતત. જવાબો મળતા રહે છે. સતત. જ્યારે અંદર કશુંક ખળભળે છે ત્યારે બહારનું બ્રહ્મ નાચ કરે છે. જ્યારે અંદરથી આગ નીકળે છે ત્યારે માણસ શું-શું કરે છે, શું કરવું જોઈએ, અને શું થાય છે એ બધું જ આ વાર્તા જીવાડે છે.


આ નાનકડી વાર્તા આપણને શીખવે છે કે દુનિયાને કેવા સવાલો પૂછવા. પોતાનું ગમતું કામ ક્યારે ખબર પડે, અને કઈ રીતે ખબર પડે. કદાચ પોતાનું ગમતું કામ ખબર ન હોય તો પણ જીંદગી કેમ જીવવી? કેવો મિજાજ અને રોમાંચ હોવો જોઈએ આ નાનકડી જીંદગીને જીવવામાં? ગોપાલ પટેલની આ અદ્ભુત સફર વાંચવી જ રહી.


-પ્રકાશક તરફથી. (પુસ્તક માંથી)


આ નાનકડી નવલકથા મેળવવા માટે આપ લેખકનું નામ કે નવલકથાનું નામ ગૂગલ કરીને મેળવી લેશો. છતાં સરળતા ખાતર અમુક લીંક અહીં મુકેલી છે:



બુકપ્રથા: Click here
ડિલ-દિલ: Click here
ધૂમખરીદી: Click here
બૂકશેલ્ફ: Click here

[image error] [image error] [image error] [image error] [image error] [image error] [image error] [image error] [image error]

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 10, 2017 06:05

વિશ્વમાનવ નવલકથા – PDF Preview

[image error]


નવલકથાનું ટ્રેઇલર

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 10, 2017 05:46

વિશ્વમાનવ નવલકથા – જીતેશ દોંગા (PDF Preview)

[image error]


એક યુવાન મુસ્લિમ છોકરી ‘મુસ્કાન’


તેની જ ઉંમરનો એક હિંદુ છોકરો ‘રામ’


 


એ બંને જગતના-જ્ઞાતિના-સમાજના રીવાજોની સામે બળવો કરીને પ્રેમ કરી સાથે રહેનારા બળવાખોર.


એમને એક માસૂમ બાળક થાય છે ‘રૂમી’


 


પરંતુ એમના જીવનને સદંતર બદલી દેનારી એક ઘટના બને છે. એ ઘટના પછી જે જીવન શરુ થાય છે,


એ જીવન જે વાર્તા બને છે…એ છે- વિશ્વમાનવ.


જગતના સૌથી લાચાર, ગાંડા, ભૂખ્યા એવા બાળકની જીંદગી જીવી છે? જીવવી છે?


 


આ વાર્તા ચાર સત્ય ઘટનાઓથી પ્રેરણા લઈને રચાયેલી એક જીવનગાથા છે. આ વાર્તા એક બાળકનું એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય પરંતુ તમારી આસપાસ જિવાઈ ગયું છે. તમે તેને રોજે જોઈ રહ્યા છો.


સત્ય-પ્રેમ-સુખ-દુઃખ -સંઘર્ષ અને જીંદગીના અવનવા અંતિમો પર સફર કરાવતી બેસ્ટસેલર નવલકથા વાચકને આંખો આપે છે. જીવનને થોડી અલગ નજરથી જોવાનો એક લ્હાવો મળે છે. પાત્રોની જિંદગીઓને જોઇને એક શીખ-હિંમત-અને ખૂમારી મળે છે. અને સૌથી મહત્વની વાત આ વાર્તા તમને માનવ મટીને વિશ્વમાનવ બનાવે છે.


વર્ષ ૨૦૧૫માં પ્રકાશિત થયેલી, અને ટૂંક સમયમાં જ યુવાનો અને ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય થઇ ગયેલી આ નવલકથામાં ચાર પ્રકરણ છે. દરેક પ્રકરણ અલગ-અલગ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. લેખકે પુસ્તકના અંતે વાચકોને વાર્તા કઈ રીતે રચાઈ તેની વાત કરેલી છે. વાર્તા વાચીને એ ઘટનાઓ જાણશો તો ખુબ મજા પડશે. એક જ પાત્રની આ અભૂતપૂર્વ સફર દરેકે જીવવી રહી. દરેક પ્રકરણમાં મુખ્ય પાત્રની ગહનતા, જિંદગી જીવવાની રીત, અને જગતને જોવાની નજર આપ વાચક પણ અનુભૂતિ કરી શકશો.


અહીં રહ્યું આ નવલકથાનું એના જ એક વાચક દ્વારા બનાવાયેલું અફલાતૂન ટ્રેઇલર

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 10, 2017 05:46

October 9, 2017

રામેશ્વરમ અને ધનુષ્યકોડીની જાત્રા !

હમણાં જ થોડા દિવસ પહેલા હું મદુરાઈ, રામેશ્વરમ, અને ધનુષ્યકોડી જઈ આવ્યો. અજીબ જગ્યાઓ. 


અહીં મેં ફોટોસ્ટોરી લખી છે. ફોટો વધું છે એટલે વાર્તા લાંબી કરતો નથી. 


[image error]બેંગ્લોરથી રાત્રે બેઠો. સવારે આવ્યું મદુરાઈ મંદિર. મંદિરમાં જઈને બે કલાક એમ જ બેઠા રહેવાની મજા આવી.
[image error]મંદિર બહાર આવીને ઈડલી-સંભારનો નાસ્તો કર્યો, અને મંદિરમાં પડેલા ભભૂત, ચંદન, અને કંકુનો ચાંદલો કરીને બસ-સ્ટેશન પાછા. મદુરાઈ બસસ્ટેન્ડથી રામેશ્વર જવાની બસ મળી ગઈ. ગરમી ખુબ હતી. બસમાં હારુકી મુરાકામીની બુક વાંચ્યે રાખી. ચાર કલાક પછી રામેશ્વર આવવાનું ચાલુ થયું . મોબાઈલમાં ગૂગલ મેપ ખોલ્યો. 
[image error]અહાહા ! હું ભારતના અંતિમ બિંદુ પર જઈ રહ્યો હતો ! એકદમ છેડો. જ્યાંથી શ્રીલંકા માત્ર 26 કિલોમીટર દુર છે એવી જગ્યા પર. એ જગ્યાનું નામ છે ધનુષકોડી. રામેશ્વરમ તો નાનકડું સિટી જેવું છે, હોટેલો – મંદિર – માણસો. પરંતુ રામેશ્વરમથી ત્રીસેક કિલોમીટર દુર બંને બાજુ દરિયો છે એવી જગ્યા, જ્યાં જમીન પૂરી થાય છે એ ધનુષકોડી.
[image error]રામેશ્વરમ જતી સમયે બસમાંથી આ ટ્રેનનો રસ્તો જોયો. દરિયા વચ્ચે! આ પુલ વર્લ્ડના સૌથી ખતરનાક પુલો માંથી એક ગણાય છે. યુ-ટ્યુબ પર આનો વિડીયો પણ છે. 

[image error]


[image error]અહાહા ! દરિયાકિનારે…હમ અકેલે…ઘર બનાયેંગે…ઔર ઉસ ઘર કે બહાર લીખ દેંગે “સબ માયા હે…સબ માયા હે !”

[image error]


[image error]મંદિર 
[image error]રામેશ્વરમનો દરિયો જેના કિનારે મંદિર આવેલું છે. આ શિવલિંગ બાર જ્યોતિર્લીંગ માંથી એક ગણાય છે.  
[image error]હાહા…
[image error]દરિયા કિનારે એક મોટી આગ પેટાવીને ભસ્મ બનાવવામાં આવી રહી હતી. પ્રસાદીની ભસ્મ 
[image error]મોડી રાત સુધી દરિયાકિનારે બેસીને પછી ઉપડ્યો હોટેલ તરફ. 

રામેશ્વરમમાં જ રાત રોકાઈને બીજે દિવસે વહેલી સવારે હું ઉપડ્યો ધનુષકોટી તરફ. એક એવી જગ્યા જે જીવનભર ભૂલી ન શકાય.


ધનુષકોડીને લોકો Abandoned Town કહે છે. ભૂતિયું શહેર પણ કહે છે. આ શહેર વર્ષ 1964 માં રામેશ્વર પર જે સુનામી આવ્યો એમાં તારાજ તજી ગયું. કશું જ બચ્યું નહી. 


1964 પછી છેલ્લા ત્રીસ વર્ષ સુધી કોઈ માણસ દરિયા નજીક જવાનું ખાસ સાહસ પણ કરતુ નહી. થોડા વર્ષોથી જ સરકારે રામેશ્વરમથી ધનુષકોડી જવાનો રસ્તો બનાવ્યો. 


[image error]બંને બાજુ દરિયાની રેતી વચ્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ પણ દરિયો છે. અજીબ હતું !
[image error]ધનુષ્યકોડી જતી સમયે રસ્તાની જમણી બાજુ આવે એ છે : હિન્દ મહાસાગર (જેમાં 1964 માં સુનામી આવેલો અને ૧૦૦૦ માણસો ભરેલું ગામ આખું તારાજ થયેલું. ડૂબી ગયેલું )

[image error]


[image error]ધનુષ્યકોડીના દરિયાના છેવાડે જતા પહેલા રસ્તામાં આવતા 1964માં તારાજ થયેલા ગામના વધેલા મકાન, જેને કોઈએ સ્પર્શ પણ નથી કર્યો. 
[image error]અરે રે…

[image error] [image error] [image error]


[image error]આ ભૂતિયા મકાનોમાં આજકાલ અમુક માછીમારો રહે છે જેમની પોસે શહેરમાં મકાનો ન હોય એવા…પણ હા…દિવસે જ. રાત્રે અહિયાં કોઈ હોતું નથી. કહે છે કે જુના માણસો જે મરી ગયેલા એ ભૂત થાય છે. વેલ…એક હજારથી વધુ માણસો જો ભૂત થઈને આવ્યા હોય તો શું થાય એ કલ્પના કરો
 •  0 comments  •  flag
Share on Twitter
Published on October 09, 2017 21:03

July 1, 2017

જાપાનનો રાજા- કરચલો- માણસ- અને કુદરત!

 


આ વાત છે આપણી ધરતીના સંગીતની!

કેવો વિચિત્ર શબ્દ છે – ‘ધરતીનું સંગીત!’


ઇ.સ. 1185.

જાપાન.

એ સદીમાં સાત વર્ષનો એક છોકરો જાપાનનો રાજા હતો. તેનું નામ “અન્તોકું”

તેના રાજ્યનું (ટાપુનું) નામ “હાઈકે”.

અન્તોકું હતો સાત વર્ષનો પરંતુ તેના યોદ્ધા જેવા ચહેરા અને ખભા સુધીના લાંબા વાળ હતા. પોતાની બાહોશ માતાની સલાહ લઈને એ આખું ‘હાઈકે’ ટાપુ સંભાળતો હતો. જેમ બાકીની ધરતી પર લડવૈયાઓ હોય છે એમ જાપાનની સંસ્કૃતિમાં લડવૈયાઓને ‘સમુરાઈ’ કહેવામાં આવે છે.


એકવાર ‘હાઈકે’ ટાપુ પર બીજા એક રાજ્ય ‘ગેંજી’ના સમુરાઈનું ટોળું ચડાઈ માટે આવ્યું. દરિયા વચ્ચે જ ‘હાઈકે’ અને ‘ગેંજી’ના સમુરાઈઓના વહાણો વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. આ નાનકડો રાજા અન્તોકું અને તેના ટાપુ પર રહેતા દરેક સ્ત્રી-પુરુષ આ લડાઈમાં ચડ્યા. પરંતુ દુશ્મનોના સમુરાઈ ખુબ જ શક્તિશાળી હતા, અને થોડી જ વારમાં દરિયાની વચ્ચો-વચ્ચ હાઈકેના સમુરાઈઓ વધેરાવા લાગ્યા. એક પછી એક પુરુષ દુશ્મન તીર-ભાલાઓનો શિકાર બન્યો.


આ નાનકડો રાજા અન્તોકું ગભરાઈ ગયો. પોતાની માતાની સાથે એ પણ યુદ્ધમાં લડતો હતો, પરંતુ તેના ટાપુના બધાજ સમુરાઈને દુશ્મનોને દરિયામાં ફેંકી દીધા હતા, અને જેટલા વધ્યા હતા એ બધા જ દુશ્મનના હાથે મરવાને બદલે જાતે જ દરિયામાં ભૂસકો લગાવીને મરી રહ્યા હતા.


જ્યારે ‘હાઈકે’ના જહાજ પર માત્ર સ્ત્રીઓ અને નાનકડો રાજા જ વધ્યા હતા ત્યારે એક અભૂતપૂર્વ ઘટના બની. રાજાની બાહોશ માતા પોતાના દીકરાને જહાજના લંગર પાસે લઇ જઈ. જહાજના કાંઠે ઉભા રહીને તેણે પોતાના ભગવાનને યાદ કર્યા. ડરી ગયેલા દીકરાએ સામે દુશ્મન સમુરાઈઓને જહાજ અંદર આવતા જોઇને બાજુમાં ઉભેલી માતાને પૂછ્યું:

“મા…હવે શું કરીશું? આપણું રાજ્ય આપણે ખોઈ બેઠા છીએ.”

એની માતાએ પોતાની આંખો ખોલી. જહાજની ધાર પર દીકરાને લઇ જઈને નીચે દેખાતા અફાટ દરિયા સામે આંગળી ચીંધી.

“ના મારા દીકરા. આપણું રાજ્ય આપણે ગુમાવ્યું નથી. આપણું રાજ્ય ત્યાં છે. દરિયાના પેટાળમાં. આપણે ત્યાં જઈશું અને રાજ્યને સાંભળીશું.”


બસ…એટલું કહીને એ માતાએ પોતાના દીકરા સાથે દરિયામાં કૂદકો મારી દીધો. બંને દરિયામાં ડૂબી ગયા. પાછળ આખું હાઈકે રાજ્ય તારાજ કરવામાં આવ્યું. રાજ્યની પાછળ વધેલી સ્ત્રીઓને યુદ્ધની જગ્યાથી થોડે દૂર કિનારા પર ગુલામ તરીકે બેસાડીને માંછીમારોને ફળ-ફૂલ વેચવાના કામ દેવામાં આવ્યા.


આ ‘હાઈકે’ નું નામ ઈતિહાસમાંથી હંમેશ માટે નીકળી ગયું.


પરંતુ સાચી વાર્તા હવે શરુ થાય છે! આ દરિયાકિનારે માછીમારો પોતાના ખોરાક માટે કરચલા પકડતા. અમુક વર્ષ પછી આ ગુલામ સ્ત્રીઓમાંથી કોઈએ જોયું કે અમુક કરચલાઓના શરીર પર જે લીટીઓ હોય છે એને ધ્યાનથી જુઓ તો એ ‘હાઈકે’ ના નાનકડા રાજા ‘અન્તોકું’ના ચહેરા જેવી જ દેખાતી હતી! આ સ્ત્રીઓએ વિચાર્યું કે કદાચ દરિયાના પેટાળમાં જ્યારે રાજા અને માતા પડ્યા એ અત્યારે કરચલા રૂપે દરિયાના પેટાળમાં રાજ કરે છે.

આ કરચલાઓના કવચ પર રાજાનો ચહેરો દેખાય છે એ વાત આખા દરિયાકિનારા પર ફેલાઈ. થોડા વર્ષ પછી ત્યાં દરિયાકિનારા પર એક ઉત્સવ થવા લાગ્યો, જેમાં નક્કી થયું કે ‘હાઈકે’ સાથેના યુદ્ધમાં જે રાજા હતા તેમનો ચહેરો જેટલા પણ કરચલાઓ પર દેખાય તેમને પવિત્ર માનવા અને તેમને ખાવા નહી!


હાઈકેનો રાજા દરિયાના પેટાળમાં ઘૂમે છે એવું માછીમારોએ સ્વીકાર્યું. રાજાના ચહેરા જેવી પેટર્ન, માર્કિંગ જે કરચલાના પેટ પર હોય એ જીવવા લાગ્યા, અને દરિયામાં પાછા ફેંકાવા લાગ્યા. વર્ષો જવા લાગ્યા એમ થયું એવું કે આ કરચલાઓ જેમને બીજા કરચલા કરતા અલગ જ ‘રાજાશાહી’ ભોગવવા મળતી હતી એ બધા જ વધુ પ્રોડક્શન કરી શક્યા. તેમની સંખ્યા વધતી ગઈ, અને જે કરચલાના ભાગ્યમાં પેટ પર પેલી કુદરતી પેટર્ન ન હતી એ બધી જ પ્રજાતિઓને આ માછીમારો ખાવા લાગ્યા.


આ કરચલાના શરીર પરની પેટર્ન તો કુદરતી હતી, અને કરોડો વર્ષની ઉત્ક્રાંતિના ભાગ સ્વરૂપે હતી. હકીકતમાં રાજાના ચહેરા દેખાવા એતો ત્યાંના માણસોના મગજની પેદાશ હતી. કરચલાને આ ખબર પણ ન હતી. એક સમય એવો આવ્યો કે એ દરિયાના વિસ્તારમાં બધા જ કરચલાઓના શરીર પર રાજાનો ચહેરો હતો! બાકીની બધી જ પ્રજાતિને માનવજાતે ખાઈને સાફ કરી દીધી હતી.


આ પ્રોસેસને કહે છે : “આર્ટીફીશીયલ સિલેકશન”

 •  0 comments  •  flag
Share on Twitter
Published on July 01, 2017 23:09

May 28, 2017

જીતેશ દોંગા મર ગયા!

…અને તે દિવસે મને અહેસાસ થયો કે હું અહીં, ધરતી પર, લાંબો સમય નથી.


I am serious.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on May 28, 2017 00:12

May 12, 2017

Tour – de – Humpi | Travel expiriences

[image error]ખુબ બધા ફોટો છે એટલે લાંબી વાતો નથી લખવી. બે દિવસથી રજા હતી એટલે હું ગોકાર્ણા ગયેલો. ત્યાં હતો ત્યારે ઓફીસથી ફોન આવ્યો કે હજુ સોમવારે રજા છે. એટલે આ રખડું જીવને મજા આવી ગઈ. ગોકાર્ણાથી નામ યાદ નથી એવા બે-ત્રણ ગામડાની બસ બદલીને હું પૂછતો-પૂછતો હમ્પી ની બસમાં ચડી ગયો. સવારમાં સાથે લીધેલી આ બૂક વાંચી. હજૂ પૂરી નથી થઇ. થશે મહિનાઓ પછી… 
[image error]હમ્પી પહોંચ્યો ત્યારે સાંજના આઠ વાગી ગયા હતા. એક લોકલ દૂકાન પર મારું પ્રિય ભોજન દબાવી લીધું. 
[image error]આમ તો મારી કોઈ પણ ટ્રીપ પ્લાન કરેલી હોતી નથી. ઈશ્વર દોડાવે એમ દોડવાનું. આખો દિવસ બસની સફર કરેલી હતી અને થાક લાગેલો. એટલે થયું કે કોઈ સારી જગ્યાએ જઈને નાહી લઉં. એક લોકલ માણસને પૂછ્યું તો મને કહે બે કલાક માટે રૂમ ભાડા પર લઈલો. એ મને ગલીઓમાં લેતો ગયો. ૨૦૦ રૂપિયામાં બે કલાક આરામ કર્યો! આ રહી રૂમ…
[image error]હમ્પી અદભૂત શહેર છે. વર્ષો જૂના મંદિર ઉભા છે. રાત્રે દસ વાગ્યે હું સમાન લઈને બહાર નીકળ્યો. ઈચ્છા હતી કે કોઈ પથ્થરો વચ્ચે સુમસાન જગ્યાએ મારી શાલ ઓઢીને સુઈ જઈશ. તારાઓ ભર્યું આકાશ જોયા કરીશ. પરંતુ હજુ બહાર ફરતો હતો ત્યાં આ મસ્ત મંદિર નજરે પડ્યું. ગૂગલ કર્યું તો ખબર પડ્યું કે હમ્પીનું સૌથી જાણીતું મંદિર છે. – વિરુપક્ષ મંદિર 
[image error]મંદિરની અંદર છેલ્લી એક આરતી બાકી હતી. ખૂબ ઓછા માણસો હતા. આરતીમાં રોજે આ હાથીને ભગવાનને પગે લગાવવા લાવવામાં આવે છે. વર્ષોથી. 
[image error]માનવીની જાત! મહાકાયને પણ એક પથ્થર સામે ઝૂકાવે નહી તો શું જોઈએ! આ પ્રાણી એ સમયે શું વિચારતું હશે એતો પથ્થર જાણે. અથવા પથ્થર અંદરના મારા નાથ… 
[image error]…મંદિર બહાર ઘણા પરિવાર ચાદરો નાખીને જમતા હતા, અમુક સુતા હતા. મેં કોઈને પૂછ્યું તો કહે મંદિરમાં રાત્રે સુવા દે છે. બહારના મુસાફરોને અહિયાં સુવાથી દુઃખો દૂર રહે છે! એટલે મેં પણ બેગ મૂકીને ત્યાં જ સુઈ જવાનું નક્કી કર્યું. દૂખ દૂર થયા.
[image error]બીજે દિવસે સવારમાં વહેલા ઉઠીને નાસ્તો કર્યો. લોકલ માણસોને પૂછ્યું તો કહે કે આખું હમ્પી સરખી રીતે જોવું હોય તો બાઈક કે ઓટો ભાડે મળશે. અથવા સાઈકલ લઈને જાતે જોઈ શકો. 
[image error]સાયકલ તો મનગમતું વાહન. ૮૦ રૂપિયામાં મેં આખા દિવસ માટે આ સાયકલ ભાડે લીધી.  બસ…પછી ગૂગલના સહારે આ અનોખા-અદભૂત શહેરની સફર ચાલુ કરી. 
[image error]રાજા કૃષ્ણદેવરાયનું આ શહેર હતું, નામ હતું- વિજય નગર. શહેર એ સમયનું સૌથી સુંદર શહેરો માનું એક હતું. પાટનગર હતું.  તુંગભદ્રા નદીને બંને કિનારે આ શહેર ઉભું છે. હજારો વર્ષ જુનો ઈતિહાસ લઈને…
[image error]આ શહેરમાં એટલા મંદિર છે કે તમારે આખું હમ્પી સરખી રીતે પામવું હોય તો આઠ દિવસ પણ ઓછા પડે. એક દિવસમાં તો માત્ર ઉપરથી પરિચય થાય. હું સાઈકલ લઈને અલગ-અલગ જગ્યાઓ જોતો ગયો. કોઈ ઉતાવળ ન હતી. 
[image error]વિજયનગરમાં આ મંદિરો તપ માટે બનાવવામાં આવેલા. હું અંદર જઈને ઘણા સમય સુધી બેઠો. 
[image error]આ બધા ચામાચિડિયાની કેટલીયે પેઢીઓ અહીં જીવી ચુકી હશે! 
[image error]આ જગ્યાઓ પર ભૂતકાળમાં કેટલાયે માણસો આવ્યા હશે.
[image error]આ પથ્થરોને એ હજારો માણસોએ સ્પર્શ કર્યો હશે. વિચારો કર્યા હશે. આ સ્થળોના નામ એટલે નથી લખતો કારણકે એમના નામ કરતા અસ્તિત્વ મહત્વના છે. એમને જોઇને હજારો વર્ષની એમની જીવની અનુભવી શકાય છે. 

[image error]


[image error]આ છે હાથી-શાળા. આ સામે દેખાતા દરેક ખાના અંદર હાથીઓને બાંધવામાં આવતા હતા. આ હાથીઓ વિજયનગર રાજ્યના ખજાના જેવા હતા. યુધ્ધો અને મોટા પથ્થરોને ઊંચકવામાં વાપરવામાં આવતા.  
[image error]હથીશાળાની પાછળ એક બીમાર પોપટભાઈ બેઠા હતા. 
[image error]એમને ત્યાંના સિક્યોરીટી વાળા ભાઈની મદદથી એક જગ્યાએ બેસાડીને પાણી પાયું. તો તાકાત આવી અને ઉડી ગયા.
 •  0 comments  •  flag
Share on Twitter
Published on May 12, 2017 07:15