Jitesh Donga's Blog, page 6

November 23, 2016

SAMSUNG RV509… – My first Love!

14990985_1212320762160828_8582714332466273233_o


 


SAMSUNG RV509

આ છે મારો પહેલો જીવનસાથી.

આજકાલ દિવાળીના દિવસોમાં માણસો ચોપડા-પૂજન કરતા હોય છે, પણ હવે નવી પેઢીને ચોપડા જેવું કઈ હોતું નથી એટલે થયું આજે આ લેપટોપ-પૂજન કરી લઈએ. પણ પૂજા થાય એ પહેલા આ મારી આઠ વર્ષ જૂની મહેબૂબાની નાનકડી કહાની કહી દઉં.



આ રહી અમારી લવ-સ્ટોરી:

આજથી બરાબર આઠ વર્ષ પહેલા લાભ-પાંચમના દિવસે હું મારા બાપુજી પાસેથી ૪૦૦૦૦ રૂપિયા ખિસ્સામાં લઈને અમરેલી ગયો હતો. એ ઉંમરમાં લેપટોપ વિષે કશી પણ ખબર પડતી ન હતી. એક નાનકડી દુકાનમાં ગયેલો. અઢાર વર્ષના છોકરડાને જોઇને દુકાનના માલિકે પૂછ્યું: ‘શું જોઈએ છે?’

મેં કહ્યું- ‘લેપટોપ!’

પેલાએ મને ઉપરથી નીચે સ્કેન કરી લીધો અને પૂછ્યું: ‘રૂપિયા લાવ્યો છે?’

મેં કહ્યું- ‘હાસ્તો…પુરા ચાલીસ હજાર છે’

પેલાએ મને ત્યાં પડેલા લેપટોપ્સ માંથી ગમે એ પસંદ કરી લેવા કહ્યું અને મેં બધા લેપટોપ નિરાતે જોયા. પછી માલિક પાસે જઈને કહ્યું- ‘તમારી ઉપર મને પૂરો ભરોસો છે, જે સૌથી સારું અને મારા બજેટમાં હોય એ લેપટોપ આપી દો’

એ સાહેબ તો ભાવવિભોર થઇ ગયા. મને એમણે આપ્યું આ લેપટોપ. એ સમયે સેમસંગ લેપટોપ માર્કેટમાં નવા હતા. ૩૨,૫૦૦ માં એમણે મને ડુપ્લિકેટ WINDOWS 7 અને બીજા માઈક્રોસોફ્ટના પ્રોગ્રામ નાખીને લેપટોપ ચાલુ કરી આપ્યું. બસ…એ દિવસ અને આજનો દિવસ…આ લેપટોપ અને મારી પ્રેમ કહાની ચાલતી જ રહી.


એન્જીનીયરીંગના વર્ષોમાં આ લેપટોપના સ્ક્રીન પર હજારો મુવીઝ જોયા. કેટલાયે ગીતો વગાડ્યા. મોડી રાત્રે સ્પીકર લગાવીને દોસ્તો સાથે કેટલીયે પોર્ન વિડિયોઝ અને અમેરિકન ટીવી-સીરીઝ જોતા. કોલેજના કેટલાયે પ્રોજેક્ટ્સ અને .PPT આના પર બનાવ્યા. આ મહેબુબાએ તો Torrent ની ફાઈલ્સ આખી રાતો ડાઉનલોડ કરી છે.


આની અંદર અમુક રેકોર્ડ બ્રેકીંગ વસ્તુઓ છે:

૧) ૧૧૦૦૦ ઈ-બુક્સ! (જેમાંથી કોલેજ લાઈફમાં મેં ૫૬૦ જેટલી બુક્સ વાંચેલી. અઠવાડિયાની બે બુક્સ વાંચવાની એવરેજ આવતી.)

૨) imdb.com ની Top-250 ફિલ્મ્સ! (જે બધી જ જોઈ નાખવાનો નિર્ણય કરેલો. હમણાં બે મહિના પહેલા એ મિશન પૂરું થયું.)

૩) જગતની સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ! લગભગ ૭૦ જેટલી.

પણ આતો વાત થઇ અમારા સારા દિવસોની. આ મશીને મારી સાથે ખરાબ દિવસોમાં પણ એટલો જ સાથ નિભાવ્યો છે. બેરોજગારીના દિવસોમાં આના પર રીઝ્યુંમ તૈયાર થયા. નોકરી કરતા કરતા રોજે રાત્રે નવલકથા લખવાનું શરુ થયું. આ લેપટોપના કી-બોર્ડ અને બેટરીએ મને ક્યારેય દગો નથી આપ્યો. હજુ બેટરી એક કલાક ચાલે છે, અને અઢી લાખ શબ્દોની પહેલી નોવેલ ‘વિશ્વમાનવ’ આના પર ચાર વાર લખાઈ હતી. કેટલાયે લેખો લખ્યા છે, કેટલાયે ફેસબુક અને બ્લોગ પોસ્ટ લખ્યા છે.


ટ્રેનમાં, બસમાં, વરસાદમાં અને ઠંડીમાં લખ્યું છે અને આ લેપટોપ બધું જ સહન કરતુ રહ્યું છે. આણે આંસુ પણ એટલા જ જોયા છે. વિશ્વમાનવ લખતી વખતે કોઈ ઈમોશનલ સીન લખતો હોઉં અને રડી પડું એ બધા જ આંસુ આ લેપટોપના કી-બોર્ડ પર જ પડ્યા છે! એક Plasma Induction નામની કંપનીમાં સર્વિસ એન્જીનીયરનું કામ કરતો ત્યારે ત્યાંથી મોડી રાત્રે અગિયાર વાગ્યે છૂટો થતો. ખુબ શારીરિક કામ હતું. મારા PG પર આવીને રાત્રે બાર વાગ્યા સુધીમાં ખાવાનું અને ન્હાવાનું પૂરું કરીને હું રાત્રે બાર વાગ્યે નવલકથા લખવા બેસતો. રાત્રે બારથી બે વાગ્યા સુધી લખતો રહેતો. અને દિવસ આખાનો એટલો થાક હોય કે રાત્રે બે વાગ્યે લખતા-લખતા જ શરીર બંધ થઇ જતું અને ઊંઘ આવી જતી. પણ મારી આ મહેબુબા સવાર સુધી મારા ખોળામાં જ જાગતી રહેતી. ભૂલથી ધારો કે P ઉપર આંગળી રહી ગઈ હોય તો સવાર સુધી PPPPPPPP…છપાતું રહેતું! સવારે બધું ડીલીટ કરીને ફરી નોકરી પર…


ટાઈપ કરી-કરીને ટચ-પેડની બંને બાજુ કાળા ડાઘ તમને ફોટો માં પણ દેખાશે.   આંસુ કદાચ નહી દેખાય. આ વર્ષે કંપનીએ નવું લેપટોપ આપ્યું છે છતાં બીજી નવલકથા આના પર જ પૂરી થવાની છે. હમણાં થોડા સમય પહેલા સ્પીકર ફાટી ગયા છે. કદાચ મારો આ પહેલો પ્રેમ થોડો જર્જરિત થયો છે.

…પણ સાહેબ…મજા છે. અમારા બંનેના કેટલાયે સિક્રેટ આમાં લોક કરેલા ફોલ્ડરમાં પડ્યા છે. આમાં સપનાઓ લખાયેલા પડ્યા છે. આમાં ભૂતકાળ ડિલીટ થઇ શકે છે અને ભવિષ્ય લખી શકાય છે. આજે લાભ-પાંચમના દિવસે ફરી આ મશીનને શત-શત વંદન. મારો સાથ નિભાવવા બદલ સ્ક્રીન પર વ્હાલી ચુમ્મી.

થેંક યુ…



 


Update after 10 days of above post: 


આ લેપટોપ પર કોની નજર લાગેલી?

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 23, 2016 02:05

September 26, 2016

Art of slow sex!

(આમાં કોઈ Slow sex કરવાની રીતોની વાત નથી.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on September 26, 2016 08:33

September 19, 2016

ટેસ્ટ-ટ્યુબ બેબી અને તેની ફાઈટર મમ્મીની કહાની!

આજે લગ્ન પછીના ૧૩ વર્ષે મારી મોટી બહેનને ત્યાં દિકરીનો જન્મ થયો છે!

એ ટેસ્ટ-ટ્યુબ બેબી છે.

મારી મોટી બહેન Sangita Thummar મારા માટે એક ગુરુ જેવી સ્ત્રી જ નથી, પરંતુ એક રીયલ લાઈફ ફાયટર છે. પોતાની લાઈફને હસી-ખુશીથી જીવે. કોઈ ફરિયાદ નહી. કોઈની નિંદા નહી. નાના બાળકો પણ એના દોસ્તો અને આખા એપાર્ટમેન્ટના ડોશીઓ પણ! એની બહેનપણીઓનો પણ પાર નહી! ખુબ હસે. ખુબ ભર્યું ભર્યું જીવે. એના ઘરે મહેમાનોની રોજની ૩-૪ ની એવરેજ આવે! ખબર નહી કેમ પણ દરેક માણસને એની પાસે આવીને જાણે ભરપુર શાંતિ અને સુરક્ષા લાગે!


કુદરત પોતાના નિયમ મુજબ ડાહ્યા માણસોની પરીક્ષા વધુ લેતો હોય છે. તેણે મોટી બહેનની પરીક્ષા પણ ખુબ લીધી. કારણ? કારણકે કદાચ એને પણ મારી બહેનાની સંજોગો સામે લડત આપવાની તાકાતમાં ભરોસો હશે.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on September 19, 2016 10:15

August 31, 2016

My 9133 days on Earth!

આજે સિલ્વર જ્યુબિલી છે. મારે અને ઈન્ટરનેટના જન્મને પચીસ પુરા થયા. 9133 દિવસ થયા!


પાછું વળીને જોઉં છું અને અહેસાસ થાય છે કે સમય ઊડી રહ્યો છે.

આજથી પચીસ વર્ષ પહેલા સવારના સાત વાગ્યે હું જન્મેલો. આજે સવારે સાત વાગ્યે બા-બાપુજીનો ફોન આવે છે. મને આશીર્વાદ આપે છે.


મારી રૂમમાં હું એકલો છું. ચારે તરફ અંધકાર છે. હું બેડમાં બેસીને આંખો બંધ કરું છું. આંખોની અંદર મારો ભવ્ય ભૂતકાળ કોઈ ફિલ્મની જેમ દોડવા લાગે છે. અંદરથી ભૂતકાળના દૃશ્યો એક પછી એક પેદા થાય છે. માં-બાપ, જુના દોસ્તો, જુના શહેરો, ગામની જૂની ગલીઓ સામે ઉભી થઇ રહી છે. મારી અંદરનો અવાજ એ ફિલ્મની પાછળ કશુંક બોલી રહ્યો છે.


જીતેશ દોંગા…તું ખુશ છે?

હા…હું ખુશ છું. એક પણ પસ્તાવાની ક્ષણ જીવ્યો નથી. જે કરવું હતું એ કર્યું છે. અંદરના અવાજના આધારે છાતી ખુલ્લી રાખીને, પાંખો ફેલાવીને મન પડે એમ ઉડ્યો છું. જેટલું જીવ્યો છું એમાં ક્યાંય વધુ વિચાર્યું નથી. બેફામ જીવ્યો છું.

1 like ·   •  0 comments  •  flag
Share on Twitter
Published on August 31, 2016 01:07

August 16, 2016

Tour de Coorg! | My experiences |

There is a quote in ‘The Curious Case of Benjamin Button’ a Short story by F. Scott Fitzgerald. It goes like:


“For what it’s worth: it’s never too late or, in my case, too early to be whoever you want to be. There’s no time limit, stop whenever you want. You can change or stay the same, there are no rules to this thing. We can make the best or the worst of it. I hope you make the best of it. And I hope you see things that startle you. I hope you feel things you never felt before. I hope you meet people with a different point of view. I hope you live a life you’re proud of. If you find that you’re not, I hope you have the courage to start all over again.”


This short story is dear to me. I re-read it in good times and bad times. I love the way Eric Roth in the story shows you an unique angle of looking at your life.


I have tried live these words. All those choices has made me. Words “I hope you feel things you never felt before. I hope you meet people with a different point of view. I hope you live a life you’re proud of.” that’s what has made me to do things which very few would dare to think of.


I have traveled almost half of India. Alone! I keep saying “Alone” because that’s something very special for me. I have a dream of travelling whole world alone as well!


Alone, I have met my worst fears. I have seen my extreme strengths and weaknesses. To travel alone is something beyond world of words. Say it’s mystic experience.[image error] Yes, a spiritual process! Solitude is like mirror. It shows your true self. Best thing about my solo trips is that – it has made me different person every-time. My spirit has got more life during all my travels.


All the philosophies aside, I want to share some memories of my Tour de coorg!


My budget was fixed. It was 3000/-


I booked a simple non-AC bus from Bangalore to Kogadu (Coorg) district. In morning bus left me at Madikeri.  Madikeri is main city of North Coorg. This city holds one of the most beautiful places i have ever seen!


Well, I had no pre-plans. I wanted to surrender to every moment this trip throws to me. I wanted uncertainty take hold of all my choices.


It did!


I did morning toilet & brush in one municipal toilet. Then went to Raja Seat, a highest point of city.


IMG_20160815_182811100This is a view from there. 

Plus:


IMG_20160815_181704014King’s garden

Plus:


IMG_20160815_181712292Same garden
 •  0 comments  •  flag
Share on Twitter
Published on August 16, 2016 07:55

June 21, 2016

ક્યુરીઅસ કેસ ઓફ ટોઇલેટ!

ટોઇલેટ.

ગુજરાતીમાં સંડાસ.

મારી પ્રિય જગ્યા!

એમાં પણ ઇન્ડિયન બેઠું ટોઇલેટ… અહાહા…ત્યાં જે ફોર્સથી ત્યાગ કરી શકો એ ફોર્સ તમને વેસ્ટર્નની અંદર ક્યારેય ન મળે. 

 •  0 comments  •  flag
Share on Twitter
Published on June 21, 2016 05:52

June 11, 2016

Bangalore Diaries…

બેંગ્લોર.

આ શહેર મારા માટે એકલતા ભર્યું છે, પરંતુ જેમ-જેમ દિવસો પસાર થઇ રહ્યા છે એમ એ એકલતા એકાંતમાં ફરી રહી છે! આઈ લવ ઈટ [image error]


આ શહેરમાં રોજે સાંજે વરસાદ આવે છે. વરસાદ આવે એટલે હું ઓફીસથી બહાર નીકળી જાઉં. વરસાદમાં ભીંજાઈ જવા માટે. રોજે. ઓફીસ પર જ લેપટોપ મૂકી દઉં અને ચાલુ વરસાદમાં એકલો નીકળી જાઉં. ઘર તરફ. ગીતો ગાતો જાઉં. અહિયાં કોઈ મને ઓળખતું નથી એટલે આબરૂ જવાની કોઈ ફિકર નથી. વરસાદમાં નાહવું મને એટલું ગમે છે કે ક્યારેક મોડી રાત્રે વરસાદ આવે અને હું સુતો હોઉં અને સાંભળી જાઉં તો પણ ઘર બહાર નીકળી જાઉં. રાત્રે બે-ત્રણ વાગ્યે પણ. ક્યારેક ટ્રાય કરજો. ખુબ મજા આવશે. મોડી રાત્રે તમારી આસપાસ કુતરાઓ સિવાય કોઈ ના હોય અને વરસાદમાં એકલા નાચવાની મજા જ કઈક અલગ છે. :) 


નાહીને આવ્યા પછી હેડફોન લગાવીને યુ-ટ્યુબ પર ગીતો સંભાળવાની મજા પણ એવી છે. અહિયાં ભજીયા કે ગાઠીયા કે થેપલા મળતા નથી એટલે હાથે બનાવેલી ચા પીઈ લેવાની.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on June 11, 2016 06:53

June 4, 2016

Thai jashe: Story of a film! (Or the creator)


આ કોઈ સફળ થવા જઈ રહેલા માણસના વખાણ નથી, કે નથી એની ફિલ્મનું પ્રમોશન. આ એક યુવાનના ડાયરેક્ટર બનવા માટેની સંઘર્ષની એવી ગાથા છે જે તમને ક્યાંય મળશે નહી, કોઈ કહેશે નહી. એ માણસતો નહી જ કહે કારણકે એને માટે એ સંઘર્ષ જેવું છે જ નહી. જ્યારે તમે તમારા હૃદયના અવાજને અનુસરો છો ત્યારે કશું સ્ટ્રગલ-સંઘર્ષ જેવું હોતું જ નથી. બધું જ જીંદગીની આપેલી ચોકલેટના નામે ખપાવી દેવામાં આવે છે. [image error]


આજથી દોઢ વરસ પહેલાની વાત છે. એક રાત્રે મને ત્રીસેક વર્ષના એક યુવાનનો ફોન આવે છે. મારી ઈ-બુક વિશ્વમાનવ એણે વાંચી હતી. એને ખુબ ગમેલી. એણે વખાણ કર્યા. મેં સાંભળી લીધા. મારે વખાણ નહોતા સાંભળવા. મારે એ માણસ સાંભળવો હતો. થોડા દિવસ પછી Jay Vasavadaના હાથે સેપ્ટ યુનિવર્સીટીમાં વિશ્વમાનવનું લોંચ હતું. ત્યાં એ જવાનીયો ફરી મળ્યો. હું તો પહેલી જ બુકના સફળ લેખક તરીકે “હવામાં” હતો. બુક લોંચ પછી એણે મને એના ઘરે જમવાનું આમંત્રણ આપેલું. હું ના ગયો. લેખક ના જાય કોઈ અજાણ્યાને ત્યાં!

1 like ·   •  0 comments  •  flag
Share on Twitter
Published on June 04, 2016 00:02

Thai jashe: A Story of a film! (Or the creator)


આ કોઈ સફળ થવા જઈ રહેલા માણસના વખાણ નથી, કે નથી એની ફિલ્મનું પ્રમોશન. આ એક યુવાનના ડાયરેક્ટર બનવા માટેની સંઘર્ષની એવી ગાથા છે જે તમને ક્યાંય મળશે નહી, કોઈ કહેશે નહી. એ માણસતો નહી જ કહે કારણકે એને માટે એ સંઘર્ષ જેવું છે જ નહી. જ્યારે તમે તમારા હૃદયના અવાજને અનુસરો છો ત્યારે કશું સ્ટ્રગલ-સંઘર્ષ જેવું હોતું જ નથી. બધું જ જીંદગીની આપેલી ચોકલેટના નામે ખપાવી દેવામાં આવે છે. [image error]


આજથી દોઢ વરસ પહેલાની વાત છે. એક રાત્રે મને ત્રીસેક વર્ષના એક યુવાનનો ફોન આવે છે. મારી ઈ-બુક વિશ્વમાનવ એણે વાંચી હતી. એને ખુબ ગમેલી. એણે વખાણ કર્યા. મેં સાંભળી લીધા. મારે વખાણ નહોતા સાંભળવા. મારે એ માણસ સાંભળવો હતો. થોડા દિવસ પછી Jay Vasavadaના હાથે સેપ્ટ યુનિવર્સીટીમાં વિશ્વમાનવનું લોંચ હતું. ત્યાં એ જવાનીયો ફરી મળ્યો. હું તો પહેલી જ બુકના સફળ લેખક તરીકે “હવામાં” હતો. બુક લોંચ પછી એણે મને એના ઘરે જમવાનું આમંત્રણ આપેલું. હું ના ગયો. લેખક ના જાય કોઈ અજાણ્યાને ત્યાં!

 •  0 comments  •  flag
Share on Twitter
Published on June 04, 2016 00:02

April 16, 2016

Jitesh Donga-Biodata (For marriage!) जनहित मे जारी!

Out of frustration towards marriage institution, and out of


rage towards this biodata exchange system, and after so


many request from parents and relatives, I have created


my biodata for marriage.
 •  0 comments  •  flag
Share on Twitter
Published on April 16, 2016 06:15