Jitesh Donga's Blog, page 5
May 8, 2017
A small trip of Gokarna beach…
It was office holiday for Saturday-Sunday. I left office at 8PM. Went home. I was feeling something missing in life. (I have been working a lot that week)
At 8:30 @Home I searched few places to visit around Bangalore. From the lists, ‘Gokarna’ 500 km away from Bangalore felt good.
I took old college bag and booked KSRTC bus of 10 PM. In 1 hour I was at Bus-stand. Rain started. I took the window seat. The overnight journey from Bangalore to Gokarna begun. That night was just beautiful. Cold breeze, lonely villages, small hotels on the route took way all the missing element of life. In morning 5 am, the beauty of Karnataka villages is beyond words.
I reached Gokarna at 10 AM morning. I was washing my face at bus-station. One 60 years around old man came to me. Asked me if I want Home-stay room! I said yes.
[image error]He gave me a small room in his house. Cost – 400 Rs.
After taking bath, I went out for food. I had no food since last 18 hours. Went to one Beach-side Dhosa shop. Ate like an animal. Then went to the main beach.
[image error]Very few people.
[image error]I wanted to go on that Hill. So I went.
[image error]On the way to hill…
[image error]I love these crab-holes. Watching them existing like this is beautiful.
[image error]This is what human does to Ocean. Yes its Us.
[image error]It’s everywhere. This is what becomes of our garbage thrown in ocean over the time.
[image error]See! He is throwing his own garbage too…
[image error]Somebody write novel on what this fish feels…
April 21, 2017
Anatomy of our over educated life!
આપણે ભણ્યા! ગ્રેટ. ભણતરનો મૂળ હેતુ હોય છે કે આસપાસના વિશ્વની સામાન્ય સમજને ક્યુરેટ કરીને પુસ્તકો થકી આપે. વડવાઓ આને સામાન્ય જ્ઞાન કહેતા. મતલબ એ ભણો એટલે સામાન્ય જ્ઞાન (કોમન સેન્સ) વાપરતા આવડે. સરખા સવાલો કરો. પરંતુ જો વર્તમાનના સામાન્ય સવાલોનું એનાલિસિસ કરીએ તો ખરેખર એમ લાગે લે આપણે યા તો ભણ્યા એટલું પાણીમાં છે, અથવા વધુ પડતું ભણી ગયા છીએ. અમુક ઉદાહરણો જોઈએ:
૧) મેદસ્વિતા! : ૧૦૦ માંથી ૬૦ ને ચરબી વધી જવાના પ્રોબ્લેમ હોય છે. શરીર ફીટ ન હોય એટલે મન ફીટ ન રહે. આ બધા બીજાને જોઇને ઉપાધિઓ ચાલુ કરે. ઇન્ટરનેટ પર હજાર જગ્યાએ ડાયટ પ્લાન્સ વાંચે. લોકોને પાતળા થવાના ઉપાય પૂછે. અંતે સોલ્યુશનમાં ‘ડાયટ-પ્લાન’ લઇ આવે! અમુક કાર્બોહાઈડ્રેટ ન ખાવા, અમુક કેલેરી ન લેવી વગેરે.
કોમનસેન્સ: સામાન્ય લોજીક એ હોય છે કે સમતોલ આહાર ખાઓ, અને બેઠાડું જીવન બંધ કરી, દોડવા-ચાલવા-કે કસરત કરવાનું ચાલુ કરો એટલે વધારાની કેલેરી જે ચરબીમાં કન્વર્ટ થતી હોય એ બળવી જોઈએ. તમારું આરામ ભર્યું જીવન બંધ કરો. પરસેવો પાડો. જીમ જવાને બદલે કુદરતી રીતે જ દોડીને-ખેલકૂદથી- કે શ્રમ કરીને કેલેરી બળી જાય.
૨) સ્ટ્રેસ: ભયંકર રોગ! હા…કારણ વિના યુવાનોને સ્ટ્રેસ આવે છે! સ્વસ્થ મન નથી રહેતા. કેમ? જવાબ વર્ષો પહેલા બે માણસોએ ભવિષ્યવાણીમાં આપેલ: ૧) ઓસ્કાર વાઈલ્ડે કહેલું: “આવતી પેઢીઓ ‘ક્વોટીશ’ જનરેશન બનશે.” મતલબ કે એક-એક વાક્યના સુવિચારો વાંચશે, શેર કરશે, જીવશે, અને શિખામણોમાં ઉપયોગ કરશે. ઓસ્કાર બાપુ ખુબ સાચા હતા. કોઈ ‘ઠોસ’ વાંચન કરવાને બદલે આપણે વોટ્સએપ-ફેસબુક પર બીજાની લાઈફ અને હજારો વિચારો વાંચીએ છીએ. અનુસરવા પ્રયત્ન કરીએ છીએ. ૨) આર્થર કોનન ડોયલે લખેલું કે “આવતી પેઢીઓ પોતાના દિમાગમાં દિવસે એટલી માહિતી ભરશે સાંજ પડ્યે તેઓ શું કરવું એમાં જ કન્ફયુઝ થઇ જશે!” (આ એક ફકરામાં મેં જ બે ક્વોટ પકડાવ્યા!)
કોમનસેન્સ: અતિરેક ને ગતિ-બ્રેક નથી હોતા. ઉપર પહેલા પોઈન્ટમાં કહ્યું એમ જેટલું ખાઓ એટલું બાળો. મતલબ કે સંપૂર્ણ પુસ્તક વાંચો. એકાદ વાક્યના ક્વોટ નહી. જે વાંચો એને પચાવો અને પછી એ કેલેરી બાળો. મતલબ કે જાતને સમય આપો. વિચારો. Counter thoughtકરો. વાંચન જેટલું જ ચિંતન-મનન-જાત સાથેનો સમય મહત્વનો છે. ખાસ તો ફેસબુક-વોટ્સએપને પણ Install-Uninstallની વાહિયાત રમતો રમવા કરતા નિયંત્રિત રીતે વાપરો. ખુબ ફાયદો થશે.
૩) બાહ્ય જગત: હા…આ પણ ખુબ મોટી સમસ્યા બની છે. બીજાને જોઇને જાણતા-અજાણતા એમના અનુસરણ! ભણતર-ડીગ્રી-નોકરી-છોકરી-અને જીવવાની રીતો બધું જ બીજાથી Inspired!પોતાનું Innovation કશું જ નહી!
– આપણી પેઢી ફ્રુટ્સ નહી ખાય, મોંઘા જ્યુસ પીશે.
– દોડવા નહી જાય, જીમ જઈને બોડી બનાવશે.
– જાતે રસોઈ નહી કરે, પણ એનો એજ ખોરાક બહાર જઈને દસ ગણું ચૂકવીને જંક-ફૂડની જેમ ખાશે.
– પોતાના મનને ગમતી નોકરી શોધવા આત્મખોજ નહી કરે, પણ બીજાની વધારે પગારની નોકરીને જોઇને એ કરશે.
– રૂપિયા કેમ વધુ કમાવા એ નહી વિચારે, પણ રૂપિયા કેમ બચત કરવા એની હજાર સલાહ લેશે.
– આપણે ઈન્ટરનેટ પરની ચગી નીકળેલી વાતને જાણ્યા-રીસર્ચ કર્યા વિના સ્વીકારીને બીજા કરે એવો વિરોધ કે સમર્થન કરીશું. પોતાનું સ્ટેન્ડ નહી લઈએ.
– વ્યસન દરેક ખરાબ હોય એ જાણે છતાં, ‘મોર્ડન’ ગાંજા-સિગારેટને ‘cool‘ગણીને ફૂંક્યા કરશે.
– બીજા ક્યું પુસ્તક વાંચે છે એ દસ ને પૂછીને પછી વાંચશે.
– દસ રીવ્યુ વાંચીને મોબાઇલ કે બાઈક ખરીદશે, પોતાની બેઝીક જરૂરિયાત સમજીને યોગ્ય ચોઈસ નહી કરે.
– FB,Quora,Youtube,Reddit વગેરેમાં વધુ લાઈક્સ, વોટ કે શેર વાળું જોયા કરશે, પરંતુ ઊંડાણમાં જઈને પોતાની ચોઈસ નહી કરે.
કોમન-સેન્સ: એકની એક લાઈફ અને તો પણ કોપી કરીને શું જીવવાની? વધુ પડતું ભણતર છે આ? Haruki Murakami કહે છે તેમ “તમે જો બીજા શું વાંચે છે એજ વાંચશો. તો તમે બીજા વિચારે છે એજ વિચારશો.” ભણેલા-ગમાર એટલું ન સમજી શકીએ કે We are unique. કશી જીવવાની ગતાગમ ન પડતી હોય તો પણ સલાહો કે અનુસરણ પણ માપમાં હોય. સુખની શોધ બહાર નહી ભીતર હોય. ટેકનોલોજી આપણને એક જેવા બનાવી રહી છે. આપણે બની રહ્યા છીએ. હવે આ જગતમાં હિટલર કે મધર ટેરેસા પેદા કરવી મુશ્કેલ બની રહી છે. કેમ? કારણકે દરેકના જીવવાના નિયમો અને ફિલોસોફી એક સમાન બની રહ્યા છે. અંતે દરેક સામાન્ય, ટેકનોલોજીમાં દટાયેલો, શાંતિથી કન્ફયુઝ રીતે જીવીને મરનારો માણસ બની રહ્યો છે. (સારું છે. આમાં ઓછા Innovators પેદા થશે. આજકાલના Innovators પણ સિલિકોનવેલીથી શરુ કરીને ઇન્ટરનેટ પર બહાર નીકળી જાય છે.)
૪) Execution: આના જેવું ખરાબ કશું નહી! આપણે નક્કી કરેલું કશું જ અનુસરી શકતા નથી! દરેક માણસ ‘બધું’ જ જાણે છે, છતાં એમ જીવી નથી શકતો! “જ્ઞાન છે છતાં અજ્ઞાન છે!” મતલબ તમારી પત્નીના સમ ખાઈને કહેજો : તમને ખબર છે કે કચરો બહાર ન ફેંકાય. રાઈટ? હવે છેલ્લા એક મહિનામાં તમે ‘સભાનપણે’ ક્યાં-ક્યાં કચરા ફેંક્યા છે એ યાદ કરો. પકડાઈ ગયાને? ઉપર કહ્યું એ બધું જ તમે જાણો છો. કરીએ છીએ કેટલું? આ પોસ્ટ વાંચીને ભૂલી જશો બે દિવસમાં. કેમ? કારણકે આ શબ્દોને આત્માના ઊંડાણમાં ધરબી દેવાનું આપણે ભૂલી જશું. તમે અજાણી ઉતાવળમાં છો. ઉતાવળમાં ભાગતી ગાડીમાં બેઠા-બેઠા રસ્તો પૂછી લો એટલે રસ્તે ઉભેલો કોઈ જવાબ આપે એ પણ અડધો ખબર ન પડે. શાંતિથી ઉભા રહીને કોણ માર્ગ નક્કી કરે? દરેક ભણેલો અભણ માણસ પ્રેમ-જીવન-નોકરી-સપનાઓ-વિચારોના ‘શાસ્ત્રો’ જાણે છે, છતાં પોતાનામાં કશું ઠોસ કરતા હોતા નથી. આ બાબતે અજ્ઞાની-અભણ ક્ષમ્ય છે કારણકે એ જાણતા જ નથી કે આવું હોય અને તેવું ન હોય.
કોમન-સેન્સ: “જે જાણે અને અવગણે એ મૂરખ કદી મોક્ષ ન પામે” આવુ ક્વોટ ગીતાનું લાગે, પણ ના મેં બનાવ્યું છે. બ્રેકઅપ થયું હોય, અને ખબર હોય કે થોડા સમયમાં બધું ઠીક થઇ જશે છતાં એકબીજાને બ્લેમ કરીને રડ્યા કરતા યુવાનો, બેરોજગારીમાં વધુ મહેનત કરવી જોઈએ જાણવા છતાં જેક લગાવ્યા કરતા યુવાનો, સારો નાગરિક બનીને કરચોરી ન કરવી, કચરો ન ફેંકવો, ટ્રાફિકના નિયમ પાળવા, કે સંતુલનમાં જીવવું…આ બધું જ માણસ જાણે છે છતાં ભણેલાઓ જ આ સામાન્ય બુદ્ધિ ન ચલાવતા જોયા હશે. તમે એમાંના એક હશો. આ લખનાર પણ ક્યારેક અનુસરણ નથી કરી શક્યો. કોમનસેન્સ વાપરો અને જગતમાં કે જાતમાં જે બદલાવ જોવો હોય એ Execute કરો.
વિચાર તો મહાન છે જ. અનુસરણ અલ્ટ્રા-મહાન છે. જે કરીને દેખાડે એ સાચો. બાકી તો ફરિયાદો ઓક્નારાઓનો સતયુગના ધોબીની માંડીને કલિયુગના આપશ્રી સુધી કોઈની ખોટ નથી. ખોટ છે સામાન્ય બુદ્ધિ વાપરનારાઓની. આપી હોય તો વાપરો. બાકી…
આ લેખ વાંચીને તમારી સ્પીડ મુજબ ભાગો. રેસ છે રેસ…
Edit: દોસ્ત નિઝીલ શાહ કહે છે તેમ -આપણી પાસે અઢળક વિકલ્પો છે અને અઢળક લોકોને પૂછવાની સુવિધા.. આ બેય વસ્તુ આપણી પહેલાંની પેઢીને સુલભ ન હતી. આ ચારેય મુદ્દાની ભીતરમાં આ છે – વધુ વિકલ્પો. તેને યોગ્યતાથી ક્યુરેટ કરવા આ સમયની ખાસ જરૂર બની છે. 
April 15, 2017
છ દોસ્ત – ચાર વર્ષ – એક સફર…
આ વાત છે ૨૦૧૩ની. ૨૩ વર્ષની ઉંમરની. એન્જીનિયરિંગ પૂરું કરીને જગ જીતવા નીકળેલા. એક જનૂન હતું. શ્વાસોમાં એક ગજબની હિંમત હતી, અને ખુમારી હતી. દુનિયા બદલવાની ખેવના હતી. જુવાનીનો જોશ તો જુઓ: ૧) કોલેજમાં કોઈ કેમ્પસ આવ્યું ન હતું. ૨) મંદી હતી. ૩) ઈલેક્ટ્રીકલમાં રસ ન હતો, અને કોઈ નોકરી આપે તેમ ન હતું.
છતાં…હું આખા ગામને કહેતો હતો કે – હું કોઈની નોકરીનો મોહતાજ નથી. ધંધો કરવો છે.
આ વાત છે એ ધંધાની. છ એન્જીનિયરના એક પરાક્રમની. કોલેજ પૂરી કરીને તરત જ કોઈ નોકરી શોધ્યા વિના હું નીકળ્યો અમદાવાદ. ત્યાં અમે છ એન્જીનિયરે એક IT કંપની ચાલુ કરેલી. નામ: carodoc.com (carodoc – એ care of doctor નું ટૂંકું ફોર્મ) પાંચ નિરમા યુની.ના એન્જીનિયર, અને છઠ્ઠો હું – ચાંગા યુનીવર્સીટીનો ઈલેક્ટ્રીકલ એન્જીનિયર. અમે બધા જ ૧૯૯૧માં જન્મેલા નમૂનાઓ.
૧) કુશાગ્ર રાદડિયા (ગોંડલનું પાણી. રાજકોટમાં અમે બંને સાયન્સમાં સાથે હતા. ગુજરાતમાં એ દસમો હતો. નિરમા યુનીવર્સીટીમાં ITએન્જીનિયર)
૨) મન જાની (ભાવનગરનો ભામણ. હું એને અમદાવાદમાં જઈને પહેલીવાર મળ્યો. (નિરમાની અંદર કોમ્યુટર એન્જીનિયર)
૩) કપિલ જિંદાલ (રાજસ્થાનના ગંગાનગરનો યુવાન. નિરમાની અંદર કોમ્પ્યુટર)
૪) દેવિન્દર મહેશ્વરી (રાજસ્થાનના ગંગાનગરનો યુવાન. કપિલને નિરમા કોલેજમાં એડમીશન લેવા આવતી સમયે ટ્રેનમાં મળેલો. નિરમાની અંદર કોમ્પ્યુટર)
૫) વિરલ ઠક્કર (પાક્કો અમદાવાદી ખોપરી. નિરમામાં કોમ્યુટર એન્જીનિયર.)
હું ગામડેથી અમદાવાદ ગયો ત્યારે કુશાગ્રને એકલાને ઓળખતો હતો. એ મારો બારમાં ધોરણથી જીગરી દોસ્ત હતો. બાકીના બધા જ કુશાગ્રના દોસ્ત. વિરલ ઠક્કર સિવાય બધા જ થલતેજ સર્કલ પાસે એક એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે રહે.
આ હતું ૨૦૧૩. એ પણ ઉનાળો. અમદાવાદની કાતિલ ગરમી. હું અમદાવાદ તો ગયો પરંતુ આ બધા સાથે સેટ ના થયો. એ બધા ખુબ જ હોંશિયાર. Geek. Nerd. જે કહો તે. આખો દિવસ લેપટોપની સામે બેઠા રહે. મેગી ખાઈને દિવસ કાઢી નાખે. સતત કશુંક કરતા રહે. એમની એ રૂમ એજ ઓફીસ.
આ બધા વચ્ચે મારો એક સ્વાર્થ હતો. મેં કુશાગ્રને કહેલું કે હું માર્કેટિંગ સારું કરી શકું છું એટલે Carodoc.com માં હું સેલ્સ ડીપાર્ટમેન્ટ સંભાળી લઈશ. કુશાગ્ર મારો જીગરી હોવાથી ના તો ન પાડી શક્યો પરંતુ હું અલગ માણસ હતો. મારું સપનું લેખક બનવાનું હતું અને રોજે રાત્રે હું વિશ્વમાનવ લખતો હતો. મારો સ્વાર્થ એ હતો કે આવી રીતે કંપનીમાં સેટલ થઇ જાઉં તો આખી જીંદગી રૂપિયાની ઉપાધી નીકળી જાય અને હું આરામથી લખ્યા કરું!
મારા અમદાવાદ ગયા પહેલા જ Carodoc.com ના પાયા નંખાય ગયા હતા. આ પાંચ નિરમાના એન્જીનિયરો એ મળીને એ રૂમમાં બેસીને દિવસ-રાત એક કરીને એક સોફ્ટવેર ડેવલપ કરેલું હતું જે અમારે ડોક્ટર્સને વેંચવાનું હતું. સોફ્ટવેરમાં ડોક્ટર બધું જ કરી શકે. ઓનલાઈન અપોઈન્ટમેન્ટ થાય. દર્દીના બધા જ રિપોર્ટ સચવાય. દવાઓનું લીસ્ટ બનાવીને ડાયરેકટ મેડીકલને ટ્રાન્સફર થાય. એવું બધું. ૬૦૦૦ રૂપિયામાં આ સોફ્ટવેર ડોક્ટર્સને વેંચવાનું હતું.
દોસ્તો…જરૂરી નથી કે માણસો સ્માર્ટ હોય એટલે કંપની ચાલે. ઘણીવાર ટેલેન્ટ હોવા છતાં સમય યોગ્ય ન હોય અને કંપની ભાંગી પડે. આઈડિયા ક્યારેય મરતો હોતો નથી. આપણા પ્રયત્નો ખૂટી પડતા હોય છે. વિચાર તો અજર-અમર છે.
અમદાવાદના ૫૦૦૦ ડોક્ટર્સને રુબરુ મળીને અમે સોફ્ટવેર વેંચવાની શરૂઆત કરેલી. થોડા ડોક્ટર્સને મળ્યા ત્યાં ખબર પડતી ગઈ કે ખુબ ઓછા ડોક્ટર્સ એમના ડેસ્ક પર લેપટોપ કે કમ્પ્યુટર વાપરે છે! જેટલા વાપરે છે એ બહાર હોલમાં કેટલા પેશન્ટ બેઠા છે જે જોવા લગાવેલા CCTV કેમેરાના આઉટપુટ તરીકે જ વાપરે છે. હવે? શું કરવું? થોડા સોફ્ટવેર વેચાયા. પરતું સમયની પહેલા આ પ્રોડક્ટ આવી ગઈ હશે એવું લાગ્યું.
નજર સામે નિષ્ફળતા દેખાવા લાગી. કુશાગ્રએ મને કહ્યું કે હું કોઈ નોકરી શોધી લઉં કારણકે કંપની ચાલે કે નહી એનો ભરોસો નહી. બધાએ એમના હજારો કલાક આ વેબસાઈટ અને સોફ્ટવેર બનાવવા પાછળ નાખ્યા હતા. સમય યોગ્ય ન હતો. IT કંપની ઉભી કરવા શહેર યોગ્ય ન હતું. ઘણીવાર માણસો હારે એવા નથીં હોતા ત્યારે કુદરત હરાવતી હોય છે. જે છ યુવાનોએ ખુમારી ભરેલી દોડ ચાલુ કરેલી એમાં કુદરતે નાનકડી ઠેસ મારી. કેમ? કારણકે અમને બધાને સાચા રસ્તાઓ શોધવાના બાકી હતા.
થલતેજ ચોકડીની નજીકનો એ રૂમ ખાલી કરવાનું કહેવામાં આવ્યું. અમે હિમાલયા મોલની સામે જતી એક કોલોનીમાં PG માં રહેવા ગયા. અરેરે…એ અંધારી કોટડી. લાઈટ ન આવે. સવારના એક કલાક સિવાય પાણી ન આવે. મને નોકરી ન મળે. બધાએ પોત-પોતાના બધા રૂપિયા કંપનીમાં ખર્ચી નાખેલા. બધા જ બેરોજગાર.
…અને અચાનક કુશાગ્રના પપ્પાનું એક અકસ્માતમાં દેહાંત થયું. કુશાગ્રને ખુબ આઘાત લાગ્યો. અમે કુશાગ્રને તેનો બધો જ સામાન લઈને ગોંડલ મોકલી દીધો. તેના પરિવારને તેની જરૂર હતી.
Carodoc.comને એક નાનકડી કંપનીને વેચી દેવામાં આવી.
સમય સૌથી મોટો કાતિલ હોય છે. સમય આવે એટલે ઘણા ભરમ તૂટી જતા હોય છે. તમારા ખુમારી-ગર્વ ચુપ થઇ જતા હોય છે. હવા નીકળી જતી હોય છે. સમય એવો આવ્યો કે રોજે મેક-ડી નું 25 રૂપિયાનું બર્ગર ખાઈને દિવસ કાઢવા લાગ્યા. ખરી કસોટી ચાલુ થઇ હતી.
આ ઉપર કહી એ વાત મહિનાના ગાળામાં બની હતી. કુશાગ્ર ગોંડલ જતો રહેલો. એ વધુ ડીસ્ટર્બ હતો એટલે કોઈના ફોન ઉઠાવતો નહીં. અહીં અમદાવાદમાં હું બાકીના બધા સાથે દોસ્ત બની ગયેલો.
આ બધામાં મારી પરિસ્થિતિ વધુ ખરાબ હતી. મેં કોલસેન્ટરમાં પાર્ટ-ટાઈમ નોકરી ચાલુ કરેલી. (ફુલ-ટાઈમ એટલે ન કરી કારણકે હજુ મને એ જ ભ્રમ હતો કે બાકીનો દિવસ વિશ્વમાનવ લખીશ. પબ્લીશ કરીશ. ફેમસ થઇશ. રૂપિયા કમાઈશ. મંઝીલ દૂર નથી!) ધીમે-ધીમે ખબર પાડવા લાગી કે પુસ્તક લખતા તો વર્ષ જતું રહેશે. ખિસ્સા ખાલી હોય ત્યારે ક્રિએટીવીટી મરી જતી હોય છે. ચારે બાજુ નોકરીના વલખાં મારવાનું શરુ કર્યું. વધુ એક્પિરીયન્સ દેખાડવા ફેઇક રિઝ્યુમ બનાવીને બે-ત્રણ કોલસેન્ટર બદલ્યા. પરંતુ એ નોકરી માથાનો દુખાવો હતી.
“તને છ હજાર આપીને તારી કંપની તારી રોજની જીંદગીના 12 કલાક ખરીદી રહી છે.” આવું મન જાની કહેતો.
આ મન જાની ખુબ જ અદ્ભુત વ્યક્તિત્વ હતું. એ આખો દિવસ રૂમ પર જ હોય. કુદરતી રીતે તેની પાસે એટલું શક્તિશાળી મગજ હતું કે એની જીંદગીને જોનારા દંગ રહી જાય! હા… નવોદયમાં ભણેલો આ માણસ સ્કુલથી જ આખી લાઈબ્રેરી વાંચી નાખતો. આ આગળનું વાક્ય લખ્યું એમાં જરાપણ અતિશયોક્તિ નથી. મનનું સપનું હતું કે એને લાઈબ્રેરિયન બનવું છે. અમે એને કહેતા કે તું માણસ નથી. કારણકે એની પુસ્તકો વાંચવાની સ્પીડ એટલી હતી કે એ ૧૦૦૦ પેજનું પુસ્તક ૩ કલાકમાં વાંચી નાખતો હતો! એણે એટલા પુસ્તક વાંચેલા કે તેની સાથે લાઈફના કોઈ પણ ક્ષેત્રમાં આર્ગ્યુમેન્ટ કરવી એટલે હારી જવાની ખાતરી સાથે કરવી. એ ખુબ ઓછું બોલે. કોઈને બોલાવે નહીં. અંધારી રૂમમાં એકલો પડ્યો રહે. લેપટોપ 24 કલાક ચાલુ. એને દુનિયાની કશી જ પડી ન હતી. તે મારી સાથે એટલે વાતો કરતો કારણકે હું એની સામે બેસીને જ બુક લખતો. હું ૧૦ મિનીટ બાથરૂમ ગયો હોય એમાં એ બુકના ૮૦ પેજ વાંચી લે!
મન ભણવામાં પણ એમ હતો. એક્ઝામના એક કલાક પહેલા કોલેજ પર જઈને કોઈ વાંચતું હોય ત્યાં બાજુમાં બેસીને વાંચી લે. પૂરું! 8 CGPA. નિરમા યુનીવર્સીટીમાં ઘણી કંપની આવેલી, પરંતુ Carodoc.com ના સ્થાપકોને Samsung જેવી કંપનીમાં નોકરી મળતી હતી છતાં કોઈએ ન લીધેલી. મનનો ઇન્ટરવ્યુ પણ જોરદાર હતો. એ નાઈટડ્રેસ પહેરીને Wipro ના ઇન્ટરવ્યુંમાં ગયેલો! ઇન્ટરવ્યુંઅર હજુ ગણિતનો કોઈ સવાલ પૂરો કરે એ પહેલા એ જવાબ આપી દેતો હતો. Wipro ના એ લોકો એટલા મૂંઝાયેલા હતા કે એમણે મનને જોબ-ઓફર તો કરી પણ છેલ્લે પૂછી લીધું કે અમારી પેનલ માંથી કોઈએ તને અગાઉથી જવાબ કહ્યા તો નથી ને!
મન પાસેથી એ દિવસોમાં ખુબ શીખ્યો. અમે બંનેને ‘અતિશય’ ફિલ્મો જોઈ. પુસ્તકો વાંચ્યા. ટોરેન્ટ હેંગ થઇ જાય એટલા ફિલ્મો જોયા. બેરોજગારીમાં હું હતો. મન પાસે Wiproની ઓફર હતી જ્યાં જવાને હજુ છ મહિના બાકી હતા. તેને લાઈબ્રેરિયન બનવું હતું!
“તમે જેવા માણસો સાથે દિવસના અમુક કલાક પસાર કરો છો તેવા જ બની જતા હોઉં છો.” એવું ક્યાંક વાંચેલું. મનમાં સમજાઈ ગયું કે ચિક્કાર વાંચનારને જેટલો ભવિષ્યમાં ફાયદો છે એટલો કોઈને નથીં. બીજા બે દોસ્તો કપિલ અને દેવિન્દર પણ એવા જ! રાજસ્થાનના આ બંને દોસ્તોએ કોલેજમાં એક ટેક-બ્લોગ ચાલુ કરેલો: Beebom.com
એ બ્લોગમાં એ બંને નવા-નવા ટેકનોલોજીના રીવ્યુ લખતા. ઈન્ટરનેટના ટ્રેન્ડ મુજબ 10 things to know… એ થીમ પર ટેક્નીકલ બ્લોગિંગ કરતા હતા. કપિલ-દેવિન્દર પાક્કા દોસ્તો હતા. હંમેશા સાથે. Carodoc નિષ્ફળ ગઈ એટલે Beebom બ્લોગને એમણે ફરી ચાલુ કર્યો જેથી એમાં એડ આપીને રૂપિયા મળે. એમનું આ પેશન જ ન હતું. સપનું હતું કે Beebom એક એવું પ્લેટફોર્મ બને જેને ઇન્ટરનેટ પર ટેક્નીકલ નોલેજ માટેનો સૌથી ઓથેન્ટિક સોર્સ માનવામાં આવે. એ બંને રાત-દિવસ એ અંધારી રૂમમાં બેસીને બ્લોગિંગ કર્યા કરે.
કપિલ ખુબ ઓછું બોલે. તેના સપનાઓ ખુબ ઊંચા હતા. દેશની સૌથી બેસ્ટ ટેક-કંપની બનાવવાના! હા. એ મને ગાઈડ કરતો કે મારે કઈ રીતે વિશ્વમાનવનું માર્કેટિંગ કરવું જોઈએ. હું એને મારા સપના કહેતો. પેલી અંધારી PG માં અમારું મન ન લાગે ત્યારે વસ્ત્રાપુર લેઈક પર જઈને હું, મન, કપિલ અને દેવિન્દર જગ આખાની વાતો કરતા. એ વાતોમાં જેટલું નોલેજ શેરીંગ થતું એટલું મેં મારા જીવનમાં પછી ક્યારેય નથી મેળવ્યું. Quora, Reddit, Dark web, stumbleUpon એ બધું શું છે એ એમ વાતો માંથી જાણ્યું અને પછી રાતો જાગીને આ બધી સાઈટ્સ પર ખુબ વાંચ્યું.
હજુ સુધી કોઈ મને સફળતા-નિષ્ફળતાનું કશું પણ પૂછે તો એ જ કહું કે ‘તમારાથી વધુ સ્માર્ટ-સારા-અને સપનાઓ જોનારા માણસોને દોસ્ત બનાવો. એમનાથી ઘેરાયેલા રહો. પછી જુઓ.’
અમારા બધામાં અમુક ફીચર્સ કોમન હતા: ૧) બધા ખુબ ઓછું બોલીએ. ૨) ઇન્ટરનેટને જ્ઞાનના સોર્સ તરીકે વાપરવાના અમે ચાહકો, પરંતુ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના વિરોધી. (હજુ પણ મારા સિવાય કોઈ વધુ પડતું ફેસબુક/વોટ્સએપ વાપરતું નથી.) ૩) દરેકના અલગ-અલગ સપનો. માપ વિનાના સપનાઓ. ૪) બેરોજગાર.
એ નવરાશના સમયમાં અમે એ છ મહિનામાં એટલું શીખ્યા કે એ એવરેજથી હજુ પણ લર્નિંગ નથી થતું.
ખેર…સમય સમયનું કામ કરે.
કપિલ અને દેવિન્દરે થોડાંક રૂપિયા ભેગા કરીને સંદેશ પ્રેસની બાજુમાં નાનકડી ઓફીસ લીધી. એમનો બ્લોગ ધીમી-ધારે ખુબ સારું કામ કરી રહ્યો હતો. એ બંને આખો દિવસ ઓફીસ જતા રહેતા હતા. અંધારી રૂમ પર હું અને મન બંને આખો દિવસ લેપટોપમાં નવલકથાઓ વાંચ્યા કરતા. બપોરે બર્ગર ખાઈ લેતા. સાંજે મેગી. હું રાત્રે કોલસેન્ટરમાં જતો. સવારે આવતો. બપોર સુધી સુતો. ફરી મનની બાજુમાં બેસીને વાંચવાનું ચાલુ!
મન જાનીને Wipro માંથી કોલ આવ્યો. જલદી જવાનું થયું. એ બેંગ્લોર જતો રહ્યો.
હવે દિવસે અંધારી રૂમમાં હું એકલો રહ્યો. બેરોજગાર તો ખરો જ. સૌથી ખરાબ દિવસો. કપિલ-દેવિન્દર મોડી રાત સુધી ઓફીસથી ન આવે. આખો દિવસ કોરી ખાતી એકલતામાં પુસ્તકોનો સાથ રહ્યો. હું મેમનગર ગુરુકુળમાં બપોરે જમવા જવા લાગ્યો.
બે મહિના પછી પ્લાઝ્મા નામની ઈલેક્ટ્રીકલ ફર્નેસ બનાવતી કંપનીમાં છ હજારના પગાર પર સર્વિસ એન્જીનિયરનું કામ મળ્યું. ગાંડો ગામ રખડીને ફરી ઈલેક્ટ્રીકલની નોકરીમાં આવ્યો!
એ જ અરસામાં કપિલ-દેવિન્દરે નક્કી કર્યું કે એ બંને દિલ્હીમાં Beebom.com ને ચાલુ કરશે, કારણકે અમદાવાદમાં IT કંપનીનો ગ્રોથ ખુબ ધીમો થાય છે. થેલા પેક કરીને એ બંને પણ જતા રહ્યા. કપિલ રોજે દિલ્હીથી ફોન કરતો. અમદાવાદ છોડી દેવા કહેતો. હવે તો PG ના ભાડાં ભરવામાં પગાર જવા લાગ્યો.
છેવટે મને પણ વડોદરામાં Absolute insurance surveyors નામની કંપનીમાં સર્વેયરનું કામ મળ્યું. હું વડોદરા જતો રહ્યો. પગાર સારો હતો. ૨૦૦૦૦.
અમદાવાદથી એટલે હજુ પણ બીક લાગે છે. છ એન્જીનિયરે સાથે મળીને જોયેલ સપનું ત્યાં તૂટ્યું. બેરોજગારી જોઈ. એક-પછી-એક બધા અલગ થતા ગયા. પોતપોતાના રસ્તે આગળ નીકળવા લાગ્યા. એકલા-એકલા દરેકની સફર શરુ થઇ.
મરીઝનું એક વાક્ય છે: ‘કહો દુશ્મનને, હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ….એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે!’ એવું જ થયું. અમારી ઓટ હતી, પણ અમે મહેનત ઓછી નહોતી કરી.
૧) કુશાગ્ર રાદડિયા ગોંડલ ગયો પછી તેને સાપરમાં એક ફોર્જિંગ કંપનીમાં ૧૦૦૦૦ના પગાર પર બે વર્ષ નોકરી ચાલુ કરી. (કોલેજમાં કુશાગ્રએ નિરમાની ૮ લાખના પેકેજની સેમસંગની ઓફર ફગાવેલી.) બે વર્ષ સુધી એ એટલે અમારા ફોન ન ઊંચકતો કારણકે ફેમેલીને સપોર્ટ કરવા લીધેલી એ નોકરીમાં એ IT ને કે તેના ડીઝાઇનને લગતા પેશનનું કશું જ કામ ન કરતો હતો. એક વર્ષ પછી તેણે જાતે Induction forging ની કંપની ચાલુ કરી! યસ…એની શીખવાની ધગશ એવી હતી કે એ કોઈ પણ ક્ષેત્રમાં કિંગ બની શકે. કંપનીનું નામ પણ પોતાના પપ્પાના નામ પરથી રાખ્યું: માધવ ફોર્જિંગ.
આજે ૨૦૧૭માં, માત્ર દોઢ વર્ષમાં એની કંપની ધોમધોકાર ચાલે છે. એનું ડીઝાઇનર તરીકેનું પેશન એ એમાં વાપરે છે. હું હમણાં જ તેની કંપની પર ગયો, અને ભૂતકાળ યાદ કરીને અમે બંને ચુપચાપ બેઠા રહ્યા.
૨) મન જાની ! : એ હજુ એટલા જ પુસ્તકો વાંચે છે. બેંગ્લોર Wipro માં હતો. હાલ Synopsys માં રીસર્ચ કરે છે. હું પણ હાલ બેંગ્લોર જ છું. પણ અમે બંને હજુ મળ્યા નથી. એ હવે એટલો ફકીર થઇ ગયો છે કે કોઈના ફોન-મેસેજ જવાબ ન આપે. Coding માં એ એશિયા લેવલ પર ઘણા ઇનામો લઇ આવ્યો છે. વાંચવા અને ફિલ્મોમાં હવે એ વૈશ્વિક સાહિત્યના એ આયામ પર છે જ્યાં ખુબ ઓછા માણસો હોય છે. (ફ્રેંચ સાહિત્ય વાંચવા માટે તેણે Openculture.com પરથી ફ્રેંચ શીખી લીધેલી!) હજુ એ લાઈબ્રેરિયન નથી બન્યો.
૩) કપિલ જિંદાલ અને દેવિન્દર મહેશ્વરી: Beebom.com હાલ વર્ષના ૫ કરોડનું ટર્ન-ઓવર કરનારી ત્રીસ એમ્પ્લોયી ધરાવતી કંપની છે. એમને કેટલાયે ફંડીંગ મળતા હોવા છતાં ક્યારેય નથી લીધા. એમના સપનાઓ અલગ છે. ઇન્ટરનેશનલ માર્કેટ પર એમનું ધ્યાન છે. સફળતા ચિકાર છે, પરંતુ હજુ બંને એવાને એવા જ છે. હમણાં હું દિલ્હી ગયેલો ત્યારે એમના વૈભવી ફ્લેટ પર રોકાયેલો.
૪) વિરલ ઠક્કર : આખા લેખમાં વિરલની વાત એટલે ના કરી કારણકે તેનું ઘર જ અમદાવાદમાં હતું એટલે એની લાઈફ વિષે વધુ જાણવા ન મળ્યું. હાલ એ Houston Univerity માં માસ્ટર ડીગ્રી કરે છે. એનું પ્રિય વાક્ય Stay hungry, stay foolish હજુ એની ફેસબુક પર છે.
૫) હું.. : આપની નજર સામે જ! બાર-તેર નોકરીઓ કરી. વિશ્વમાનવ પબ્લીશ થઇ. બીજી બુક નોર્થપોલ પણ આવી. મેં જે સપનાઓ જોયેલા એ થોડા-ઘણા સાકાર થયા છે. વાંચકોનો પ્રેમ મળ્યો છે. હજુ તો કેટલાયે કામ કરવાના છે.
આ છ એન્જીનિયર હાલ અલગ-અલગ ખુણાઓમાં ખુશ છે. Carodoc નું ફેસબુક પેજ હજુ એમ જ છે. વેબસાઈટ બંધ છે. હવે અમારા બધાની પોતપોતાની વેબસાઈટ છે.
અને હા…મહેનત જારી હે. એમ જ. અવિરત. જોઈએ.
હા…આને સંઘર્ષ નહી કહું. સંઘર્ષ થોડું નેગેટીવ લાગે છે. ‘મહેનત‘ યોગ્ય શબ્દ છે. 
March 30, 2017
સ્મોકિંગ…
સ્મોકિંગ…
વર્ષો પહેલા આપણા બાપ-દાદાઓ અને રાજા મહારાજાઓ હુક્કાના શોખીન હતા. એમણે દરબારો ભરી-ભરીને ખુબ પીધા. ઉધરસ ખાઈ-ખાઈને દમના રોગોમાં મર્યા. પછીની પેઢી થોડી વધુ ઉત્ક્રાંતિ પામી! બીડી અને તમાકુ આવ્યા. બે ભાઈ અને ચાર ભાઈની ઝૂડીઓમાં એ બધાએ ગામના પાદરમાં પંચાતો કરી. મર્યા. છેલ્લા દસ-પંદર વર્ષમાં વધુ ઉત્ક્રાંતિ થઇ. તમાકુથી હાથ બગડતા, એટલે માવા-ગુટકા આવ્યા. ચારેબાજુ ગલ્લાઓ અને ઈમારતોના ખુણાઓ બગાડ્યા. મરશે બધા.
પરંતુ છેલ્લે આવી છે આપણી મોર્ડન પેઢી. સોફિસ્ટિકેટેડ યુવાનો! સિગારેટ વાળા.
એક તો આ શહેરોનો ધૂમાડો ઓછો શ્વાસમાં આવતો હોય એમ ઉપરથી વધુ ‘કૂલ’ દેખાવા આપણી પેઢીમાં આ સિગારેટે દાટ વાળ્યો. અહીં બેંગ્લોરમાં કોઈ પણ રસ્તાના ખૂણા પર હાથમાં ચા-સુટ્ટા લઈને ઉભેલા ‘પૂર્ણ ભણેલા’ અબુધ યુવાનોની ખોટ જ નથી. યુવાનોથી ભર્યું આ શહેર એ હદે વકર્યું છે કે આજથી દોઢ વર્ષ પહેલા આ બધાથી ‘પ્રેરિત’ થઈને મેં સિગારેટ ચાલુ કરેલી. રોજની એક!
મને સો ટકા ખાતરી છે કે ભવિષ્યના બાળકો આ વ્યસનને ઔર ઉંચાઈ પર લઇ જશે. કોઈને ખબર પણ ન પડે અને ડાયરેક્ટ ઇન્જેક્શનથી કે નાકથી લઇ શકાય એવા ડ્રગ્સ આપણું ભવિષ્યનું ‘કૂલ’ ફેક્ટર હશે. વિદેશો કે પંજાબ જેવા વિસ્તારોમાં આ બધું ભરડો લઇ ચુક્યું છે. (આ સેંકડો વર્ષની ઉત્ક્રાંતિમાં પાછો દારુ/લઠ્ઠા કે મોર્ડન બીયર/વ્હીસ્કી તો સમાંતરે ચાલતા જ આવ્યા છે. એવરગ્રીન!)
વાર્તા હવે ચાલુ થાય છે.
ચંદ્રકાન્ત બક્ષી એ લખેલું: “માણસે વ્યસનો યુવાનીમાં કરી લેવા જોઈએ કે જેના લીધે બુઢાપામાં છોડી શકાય!”
તબલો…
બક્ષી જેટલા આ વાક્યમાં સાચા છે એથી વધુ ખોટા છે. બક્ષી એમની સિગારેટ છોડી શક્યા હશે, સામાન્ય ‘કૂલ’ માણસનું કામ નહી. હા…આ વ્યસનો છોડવા લગભગ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે એટલા અઘરા હોય છે. જે સમાજ બન્યો છે જ એકબીજાનું અનુસરણ કરીને જીવવાના પાયા પર એ સમાજમાં તમારી આજુબાજુના માણસોને જોઇને તમને કશું ખોટું થઇ રહ્યું છે એવું લાગે જ નહી. ઘેટાંની જાત. બીજાને ફોલો કરે એટલે કરે.
…થયું એવું કે એક દોસ્તના કહેવાથી સવારમાં છ વાગ્યામાં ચા સાથે સિગારેટ પીવાનું શરુ કર્યું. કારણ હતું: વહેલા ઉઠીને લખવાનું હોય એટલે ઊંઘ ન આવે એ માટે! બોલો. આ કારણે શરુ થયેલી સિગારેટ રોજની એકને બદલે બે થઇ, પછી ત્રણ થઇ. (ત્રણથી વધ્યો નહી.) (લેખક કે આર્ટીસ્ટ હોવાથી કિક લાગે માટે કૈક લેવું પડે એનો વહેમ બધા આર્ટીસ્ટને બરબાદ કરે છે.)
દિમાગ ફરી ગયું?- સિગારેટ. જોબથી કંટાળ્યા- સિગારેટ. ખુશ છો?-સિગારેટ.
એક માઈલ્ડ 14ની આવે. રોજના 42 રૂપિયા એમાં જાય. પીનારાં ને ન દેખાય.
…અને પછી તો વાસ્તવ તો ઠીક, પરંતુ ફિલ્મોમાં કોઈ પાત્રને સિગારેટ ફૂંકતો જુઓ એટલે સપોર્ટ મળે! લત લાગી. જ્યારે લત લાગી ત્યારે ખબર પડી કે આ ‘કૂલ’નથી. બધો ભ્રેમ છે! સિગારેટ પીતા-પીતા પણ જીવ જ બળે તમારો. છોડવાનું મન થાય. ‘આજે છેલ્લી ‘એવો વિચાર જ આવે. પણ ફરી ચાલુ. રોજના હજાર સંકલ્પ કરો. મનોબળ ખૂટે. રસ્તામાં દૂકાન આવે એટલે મન નાં પાડતું હોય છતાં પાકીટ ખેંચાઈને બહાર આવે. ક્યારેક છૂટા ન હોય તો પેકેટ લેવાય જાય!
ધીમે-ધીમે ઉધરસ ચાલુ થઇ. મોઢામાં વાસ રહે, દાંત પીળા રહે. શ્વાસ ધીમા છે માલૂમ પડ્યું. હાડકાં દુ:ખે. ભૂખ ઓછી લાગે. ફાંદ વધી હોય એવું લાગે. કબજિયાત હોય તો સિગારેટ ઈલાજ લાગે. માથું ભારે લાગે. છતાં… આ છોડવાની પ્રતિજ્ઞાઓ લેવાતી રહી. તૂટતી રહી.
મે નોર્થપોલ નવલકથામાં પણ પાત્રોને મસ્તીથી પીવડાવી છે. એમને મોજમાં દેખાડ્યા છે. (આશા છે કે એમને જોઇને કોઈ વાંચક અનુસરણ ન કરે. એ માત્ર સિમ્બોલ છે આપણી પેઢીને અને સમયને દેખાડવાનો.)
દોસ્તો…આ વડીલો જેવું ભાષણ નથી. સિગારેટ સંપૂર્ણ છોડી દીધી છે. ચાલુ થવાનો કોઈ ડર નથી. આ નાગું સત્ય છે. સિગારેટ કે ગાંજો ‘કૂલ’ નથી. જગતના ‘એવરેજ’ માણસોના આ કામ છે. જે ‘અનુયાયીઓ’ બનશે. ગુરુ નહી. એવરેજ રહેશે. હજુ મોડું નથી થયું. આ બધા મનના ખેલ છે. બાહ્ય જગત મૂરખ છે. બધા કરે છે એટલે મોજ ખાતર પણ પોતાની જાતને મૂરખ ન બનાવવું. જો લત લાગી તો તમારું ‘સબ કોન્શિયસ’ મન ડીમાન્ડ કરતુ જ રહેશે. મનોબળ ખૂટશે. આ બધું conscience ના ખેલ છે. જેમ કોઈ ક્રિમીનલને અપરાધ કરતી વખતે થઇ જાય, અને પાછળથી પસ્તાવો થાય એવું છે.
મેં મૂકી દીધી છે ઘણા સમયથી. ત્રેવડ હોય તો તમે પણ મૂકી દેજો વ્હાલા. This ain’t that Cool. You are the biggest fool. Believe me.
Filed under: Diary, Jitesh Donga, Truth Tagged: સિગારેટ, confessions of smokers, how to quit smoking, smoking effects, smoking stories
March 19, 2017
Tour de Ooty | My Ooty Travel Expiriences.
I searched about Ooty in Google. Wrote down important places to visit (as South Indian names are hard to remember)
[image error]I took my college bag as usual. Took a night bus from Bangalore to Mettupalayam.
[image error]I reached Mettupalayam in morning 5:30. It’s a small City. 50km away from Ooty.
Why I went there? Because there is one wonderful train which takes us to Ooty. 5o km in 5 hours. It runs inside the great landscapes, hills, and tunnels. What a joy of a journey.
[image error]It’s called Nilgiri Express, as Ooty is located in Nilgiri hills. The train is a gift of Britishers.
[image error]The engine of Nilgiri express. It gives a feeling of Harry potter world!
The train starts the journey at 7:00 AM. It only takes 80 people no matter how long you wait in line. luckily I was 80th guy! There was one foreigner tourist girl who did not get the chance as she was after me. I felt sorry for her.
[image error]I sat near Window. This was the view.
[image error]This is the click from Train only. The train passed through many small valleys.
[image error]A Beautiful thing is it also stops at 4-5 intervals just to have a view of nature. Fortunately, in my compartment, I got wonderful youngsters from Kerala. We shared a lot of things. They liked that I was traveling alone.
[image error]From train window
[image error]There are houses inside this dense woods! I always dreamed of living in such nature.
[image error]And there are wonderful people in small villages who spend their day making people of the train happy. Yes…This guy was selling peanuts in the most beautiful way of selling. He would give it free if you don’t like it.
[image error]When the train reached near Coonoor station, these beautiful Tea farms started stealing the show!
[image error]Coonoor is a smaller town than Ooty. some 20 km away from Ooty. It has more beauty than Ooty, and the best part is very few know the right places to visit.
[image error]This Guy!! His posters ruled every small railway station walls in the route. What a face!
By the time we reached Ooty, I made friends with those 5-6 Kerala guys. They were singing Malayali songs on the train. I told them the story of my Novel – North pole. They liked it. So there was a memory to make.
[image error]Okay. This got blurred.
[image error]This seems Okay. We loved the journey. I won’t forget these faces. Ever. They were people full of Sparks. Like a sky full of stars
March 5, 2017
એક ‘મફતની’ નવલકથા પાછળની આત્મકથા…
મારા વ્હાલા વાચક…
“નોર્થ પોલ”ને આટલો બધો પ્રતિસાદ મળ્યો એ માટે હું આપ બધાનો ખુબ આભારી છું. ફેસબુક પર જે રિવ્યુઝ દેખાઈ રહ્યા છે એ આ વંટોળનો 10% હિસ્સો જ છે. મારા પર્સનલ મેસેજમાં એટલા મેસેજ મળી રહ્યા છે કે સાંજ પડ્યે મોબાઈલ હેંગ થઇ જાય.
March 3, 2017
North pole Book | નોર્થ પોલ નવલકથા
એક સપનું…
નાનકડી ઉંમરે મારી અંદર જ્યારે એક લેખકનો જન્મ થયો ત્યારે એક વિકરાળ સપનું પણ જનમ્યું હતું. એ સપનું હતું કે મારી ગુજરાતી ભાષામાં મને લાખો લોકો વાંચે.
મારું પણ એક સપનું હતું કે વિશ્વ આખામાં જેમ કેટલાયે લેખકોની જેમ મારા પુસ્તકની પહેલી એડીશનની લાખો નકલ છપાય. સપનું હતું કે રાતો જાગીને હું મારા વાંચકોને મારી બૂક સાઈન કરી આપું. એક અધૂરી રહી ગયેલી ઈચ્છા હતી કે મારી લખેલી વાર્તાને આખું ગુજરાત વાંચતું હોય, પ્રેમ કરતું હોય, વાતો કરતું હોય, કે ધિક્કારતું હોય.
પણ કઈ રીતે? ગુજરાતી પબ્લિકેશન કંપનીઓ એક હજાર નવલકથા પ્રિન્ટ કરવાની પણ હિંમત નથી કરતી. શું કરું? ચુપ રહું? અને આ રીતે જ સપનાઓને મારતો રહું? એક દિવસ બે-પાંચ હજાર પુસ્તક વેચીને ખુશ થતો લેખક બનીને મરી જાઉં? યુવાનીમાં મે આવા સપનાઓ જોઇને ગૂનો કર્યો છે?
સપનાઓ ગૂનો નથી. છેલ્લા શ્વાસ સુધી જોવા છે અને સાકાર કરવા છે.
મારા વ્હાલા દિલોજાન વાંચકો…આજે હું મારા સપનામાં મદદ કરવા તમને વિનંતી કરું છું:
“આ નવલકથા મેં બે વર્ષ સતત લખી છે. જીવી છે. સામાન્યતઃ કોઈ પણ લેખક કે જે પોતાના શબ્દો થકી ગુજરાન ચલાવવાની ભેખ ધરીને બેઠો હોય એ આ રીતે ફ્રી નવલકથા ક્યારેય ન આપે. પરંતુ ઉપર કહ્યું તેમ મારી અંદર બેઠેલી આશાઓ અને વાસ્તવનું પબ્લિશિંગ વિશ્વ ક્યારેય એકબીજાને મદદ કરી શકે તેમ ન હતા.
આ નવલકથા લખ્યા પછી મેં એક દિવસ નક્કી કરી લીધું કે હું આ નવલકથાને ઈ-બૂક સ્વરૂપે મફતમાં આપી દઈશ. સાથે સાથે લોકોને કહીશ કે – જો મારી વાર્તામાં તાકાત લાગે, જો તમને લાગે કે આ નવલકથા વાંચીને તમારા જીવનમાં કે વિચારોમાં કશો બદલાવ આવ્યો, જો તમને લાગે કે આ લેખકે આ પુસ્તક પાછળ મહેનત કરી છે, અને જો તમારો આત્મો કહે કે આ લેખકને કશુંક આપવું જોઈએ ‘તો અને તો જ’ તમે મને રૂપિયા આપજો.”
મેં તમને આ ઈ-બૂક આપીને મારું સપનું જીવાડ્યું છે. તમે મને રૂપિયા નહીં આપો તો ચાલશે. પરંતુ મારા સપનાના ભાગીદાર બનજો. આ પુસ્તકને લાખો ગુજરાતીઓ સુધી પહોંચાડવામાં મારી મદદ કરજો. આ પુસ્તકને તમારા કુટુંબ, ગ્રુપ, દોસ્તો, કે કંપનીમાં વાંચનારા માણસો સાથે શેર કરજો. મને આમાં પ્રસિદ્ધિની કે રૂપિયાની ભૂખ નથી, પરંતુ બે-ત્રણ લાખ ગુજરાતી વાંચકો સુધી પહોંચવાનું સપનું છે. એક અદમ્ય ઈચ્છા છે કે આ વાર્તા લાખોને સ્પર્શે. આ ચળવળ માટે લેખકને ગૌણ બનાવી દેજો, સર્જનને જ માણસો સુધી પહોંચાડવામાં મદદ કરજો.
જો પુસ્તક ગમે તો લોકો સમક્ષ પુસ્તકનો રીવ્યું લખજો. હજાર માણસને કહેજો. ન ગમે તો લાખને કહેજો. પણ પ્લીઝ કહેજો. આ કેમ્પેઈન સફળ થશે તો મારા જેવા ગુજરાતી ભાષાના કેટલાય યુવાન લેખકો માટે માઈલ-સ્ટોન બની રહેશે. જો નિષ્ફળ જશે…તો આ લેખક સપનાઓ જોવાનું કે આવી વાતો લખવાનું બંધ કરી દેશે.
-તમારા બુલંદ અવાજની રાહમાં બેઠેલો…આપનો… જીતેશ દોંગા
નોંધ: આ પુસ્તક હાર્ડકોપીમાં નહી આવે, જ્યાં સુધી આ સપનું પૂર્ણ ન થાય ત્યાં સુધી તો નહી જ. 

February 28, 2017
નોર્થ પોલ : યુવાનીની કહાની, યુવાનની જબાની…
And here it takes the birth into the world.
December 28, 2016
Sufi songs | My 2016 playlist
મ્યુઝીક…
અને એમાં પણ સુફી મ્યુઝીક…
અહોહો…
“એક બૂંદ ઈશ્કિયા ડાલ કોઈ મેરે સાતો સમંદર રંગ જાયે!”
હા…’એ રંગરેઝ…’ ગીતના એ શબ્દો મારે માટે આત્માને જાગતો કરી દે છે. સુફીની એ તાકાત છે. સંગીતની એ ધૂન મારા કાનોમાં ગુંજે છે, કાનમાં એ સૂર ઘૂસીને છાતીને ઝણઝણાટી પેદા કરી દે છે. છાતીમાં સૂતેલો આત્મો જાગી ઉઠે છે.
મ્યુઝીક જાણે વાસ્તવ માંથી મને ઉઠાવી જાય છે અને કોઈ અજીબ તત્વની સફર કરાવીને આવે છે. સૂફીના ઉઠતા એ આલાપ, એ ઊંચીનીચી દરિયાના મોજા જેવી સૂરાવલી, એ હૃદયના તાર ધ્રુજાવી દેતો લય, તબલાના થપકારા અને એની વચ્ચે વારેવારે દાદ દેવા માટે ઉઠી જતા હાથ…
બોબ માર્લે એ એક અદભૂત વાક્ય કહ્યું છે:
“One good thing about music, when it hits you, you feel no pain.”
― Bob Marley
હા…જ્યારે સાચું સંગીત તમને સ્પર્શી જાય પછી એ દરેક દુઃખ ને તોડી નાખે છે.
મેં તો કેટલીયે રાતો ખુબ ગીતો સાંભળ્યા છે. હેડફોન લગાવીને જગતને કોઈ ડીસ્ટર્બ ન થાય એમ ગીતોનો નશો કર્યો છે. ખાસ કરીને સુફી મારો પ્રિય Genre છે.
૨૦૧૬માં કેટકેટલી ઘટનાઓ બની છે. એકલતા, ખુશીઓ, આંસુ, પીડા, સંઘર્ષ બધું જ મારા માટે ટોચ પર રહ્યું છે. આ બધા સાથે સંગીતે મલમ જેવો સાથ પૂર્યો છે.
અહી હું અમુક યાદ આવે છે એ બધા જ ગીતો એક પછી એક મૂકી રહ્યો છું. યાદ રહે આ બધા જ સુફી ગીતો નથી, પરંતુ આ ગીતો એવા છે જે ઘણી રાતોમાં કલાકો સુધી લૂપ માં વગાડતા જ રહ્યા છે. દરેક ગીત મારે માટે કોઈ અજીબ તાકાત બનીને રહ્યું છે. મારી રૂમમાં મોડી રાત સુધી વગાડ્યા છે. ક્યારેક ઠંડી રાત્રીમાં બહાર શેરીમાં જઈને પીળી લાઈટના પ્રકાશ નીચે બેસીને હેડફોનમાં આ ગીત ચાલુ થયા છે. મેં જેટલા સાંભળ્યા છે એ બધા તો ભેગા કરું તો હજાર ગીત થશે પરંતુ અહી જે યાદ આવે એ મુકતો જાય છું
December 1, 2016
Tour-de-Mysore | My one day trip
મૈસુર…
બેંગ્લોરથી ૧૪૫ કિલોમીટર દૂર આવેલું આ City of palaces હું જોઈ આવ્યો. એક જ દિવસમાં!
રવિવાર હતો.
સવારના દસ વાગ્યે ઉઠ્યો.
રજાનો દિવસ લેપટોપ સામે ગાળવાનો પ્લાન ન હતો. એમ જ મગજમાં વિચાર ચડ્યો કે આ મૈસુરના ટીપું સુલતાન વિષે ખુબ સાંભળ્યું- વાંચ્યું છે તો કેમ એકવાર મૈસુર ન જઈ આવું?
…અને થોડું ગૂગલ કર્યું તો ખબર પડીં કે આ તો વધુ દૂર નથી.
Uber cab ની સ્કીમમાં ૩૦ રૂપિયામાં મારા બેંગ્લોરના કોરમંગલા થી બસ સ્ટેશન પહોચી ગયો. અને ત્યાં મૈસુરની બસમાં બેઠો અને એક મસ્ત ખાનદાની માણસ મળી ગયો.
એમનુ નામ સ્ટીવન. પણ એ ચશ્માં પહેરે એટલે સ્ટીફન કિંગ જેવા લાગે. એ કેરાલામાં રહે છે. ચીકન મસાલા બનાવતી કંપનીમાં મેનેજર છે. કામ માટે મૈસુર જાય જતા હતા . તેને તેની જોબ ખુબ પસંદ છે. તેની જીંદગીમાં તેને કોઈ અફસોસ નથી. ખુબ ખુશ છે અને હવે એને જલ્દી મરી જઈશ એવા સપના આવે છે!
શ્રીરંગપટ્ટમમાં ઉતરીને એક રીક્ષાવાળાને પૂછી ને એક સરસ મજાની હોટલમાં ગયો. આ મારું પ્રિય ખાવાનું છે. પ્લેઈન ઢોસા. એમાં પણ મૈસુરના ઢોસાનો સ્વાદ જ અલગ હોય છે. :) શ્રીરંગપટ્ટમ નાનકડું ટાઉન છે. એટલે હું ચાલતા ઉપડ્યો શ્રીરંગનાથસ્વામી નું મંદિર જોવા. પરંતુ રસ્તે ચાલતા-ચાલતા ભૂલો પડ્યો, અને જઈ ચડ્યો એક મજેદાર કુસ્તીની મેચમાં!
આ મેદાન સો વર્ષથી કુસ્તી માટે જ વપરાય છે. અહીના લોકલ માણસો કુસ્તીની મેચ માટે અંદર જઈ રહ્યા છે. અહીની ભાષા સમજાય નહી એટલે વધુ વિગતો જાણવા ન મળે.
આ યુવાનોને જોઈને ખરેખર જીવ બળતો હતો. આ કુસ્તીની સંસ્કૃતિ આપણા દેશમાં લાંબુ જીવવી જોઈએ. આ યુવાનોને લડતા જોઇને નક્કી કરી લીધું કે ક્યારેક તો કુસ્તી શીખવી જ છે


