
લiબી રાતલડી અને દિવસો ટૂંકા છે
શરીર ઠંડુ, ગરમાવાનો અભાવ છે
છ મહીના પહેલાં ઓટલા પર ઊંધ્યા
અજવાળામાં ઊઠવાનો ઇંતજાર છે
લiબી રાતલડી અને દિવસો ટૂંકા છે
ગરમ ચા અને ધાબળાનો સાથ છે
પાંચ મહીના પહેલાં સદરામાં ફર્યા
મફલર ટોપી ફેંકવાનો ઇંતજાર છે
લiબી રાતલડી અને દિવસો ટૂંકા છે
સુરજના કિરણોમાં જાણે સમભાવ છે
ચાર મહીના પહેલાં ઝાડ નીચે બેસ્યા
ફરીથી ઝાંપે બેસવાનો ઇંતજાર છે
લiબી રાતલડી અને દિવસો ટૂંકા છે
સવારે ઉઠવાના નાટકો ઘણા છે
ત્રણ મહીના પહેલા પંખીના સાદે ઉઠ્યા
કોયલના ગીતો માણવાનો છંતજાર છે
લiબી રાતલડી અને દિવસો ટૂંકા છે
શરીરમાં ધ્રુજારીના તો સંભારણા છે
બે મહીના પહેલા ફૂલો હતા ખીલ્યા
બરફનું પાણી પીવાનો ઇંતજાર છે
લiબી રાતલડી અને દિવસો ટૂંકા છે
ઉનાળાની મજા તો શિયાળાની સજા છે
એક મહિના પહેલા ધોર અંધારા વધ્યા
પરોઢના તડકામાં ચાલવાનો ઇંતજાર છે
ટૂંકી રાતલડી અને દિવસો લાંબા થશે
તડકો વધશે અને ઠંડીનો ચમકારો જશે
કાલની ચિંતા છોડો ચલો આજે જીવીએ
ટૂંકા દિવસો થોડા અજવાળાને તો જાણશે
Published on July 11, 2022 20:00