
સંગીતે માનસિકતાના માળખાં બદલી દીધા
સંગીતે દિલના તાર ઝણઝણાવી દીધા
અવાજના અદ્રષ્ય તરંગો હવામાં ફેલાયા
વાયોલીનમાંથી નીકળ્યા અને મનમાં સમાયા
ફીડલ, સ્ટ્રાડીવીરસ,પોચેત છે નામ અનેક
આવાજના તરંગો અડે લાગણીઓને દરેક
પ્રેમ, નફરત, દુખ, આનંદ, યાદ કે ફરિયાદ
વાયોલીન ના તારમાં છે એ દરેકનો સ્વાદ
એક શુભ દિવસે ખરિધ્યું નવું વાયોલીન
વગાડતા ન આવડે અવાજ આવે નવીન
દેડકાઓ રડ્યા અને હાથીએ બુમો પાડી
કેમ કરીને વગાડું હું વાયોલીન એ માડી
એક સર્વજ્ઞાની ગુરુની હતી જરૂર
ગયો એક શાળામાં સંગીતથી ભરપુર
ગુરુ હતા કડક સંગીત હતું નરમ
જલદી શીખીશ એ હતો મારો ભરમ
મગજ હતું અસ્થાયી, મનમાં અહંકાર
ઊભા રહેતા ન આવડે આશંકા ભરમાર
સપનામાં મારા હતો તાળીઓનો ગડગડાટ
વાયોલીન મારું વગવું જોઈએ સડસડાટ
શરીર સ્થિર મગજ સ્થાયી વિચારો પર કાબુ
ભાવનાઓ થઈ કેદ થયો તાલીમનો જાદુ
માથું સીધું, ઢીલા ખભા, અને ટટ્ટાર પીઠ
ઢીલો હાથ,મજબૂત કાંડા, વાયોલીન સટીક
વાયોલીનના ધ્યાનમાં હું સ્થીરપ્રજ્ઞ બન્યો
મગજ, શરીર, વિચારોમાં સ્થિરતાને જણ્યો
મહિનાઓ અને વર્ષો તાલીમમાં ગયા વિતી
તાળીઓના ગણગણાટની થઈ મને પ્રતિતી
Published on June 17, 2022 13:43