
ઈચ્છાઓની માયાજાળ ને સ્વર્ગ સીધાવતા પહેલા તોડવી છે.સુર તાલનું તો ભાન નથી પણ વાંસળી મધુર વગાડવી છે.ખીસ્સા ખાલી છે અને ભારત ભ્રમણથી મન ભરવું છે.ચારધામની જાત્રા અને શક્તિપીઠમા જાગરણ કરવું છે.ગોવામાં દેવળોનું સ્થાપત્ય અને શિલ્પકામ સમજવું છે.સાથે સાથે બંજી જમ્પિંગના રોમાંચથી મારે ગરજવું છે.અનુભવોની કિંમત છે બાકી ધનથી ઘર તો શું ભરવું?ઇચ્છાઓની કમી નથી એમને પુરી કરવા શું કરવું?મુઘલનો વૈભવ, મરાઠાનું સામ્રાજ્ય કે રાજપૂતાનાનો ગૌરવઇતિહાસ તો મહાભારતનો પણ છે પાંડવ હોય કે કૌરવઆ ગૂંચાયેલી જાળની પાછળ મુળ ઇચ્છા છે ભારતને જાણવાનીગાલીબની ગઝલ, નરસિંહના ભજન, દિનકરની કવિતા માણવાની
Published on August 05, 2022 10:46