
દાદીમાંની વાતોનું આજે સંસ્મરણ કરુ છું.
એક વાત એવી કે જેને વારંવાર વાગોળું છું.
એક દિવસ ઓટલે બેસીને દાદીને મેં પુછ્યું.
તમારા લાંબા જીવનમાં તમે શું યાદ રાખ્યું?
હાસ્ય અને આંસુ સાથે મોગરાની વાત કરી.
નવા ઘરના સ્વપ્ન સાકાર થવાની વાત કરી.
બગીચામાં ફૂલ-ઝાડ વચ્ચે મોગરો વાવ્યો હતો.
બગીચો ઘરનો તાજ, મોગરાને ૨ત્ન બનાવ્યો હતો.
રખડતા કુતરાઓને પથ્થર મારીને ભગાડ્યા.
બગીચામાં બેસીને કેટલાય કલાકો વિતાવ્યા.
પતંગિયા અને પક્ષીઓ, અનેક મિત્રો બનાવ્યા.
કુદરતની જીદુગરીએ મોગરાના ફૂલો મહેકાવ્યા.
મારા દાદીનો મોગરો વર્ષો સુધી સદાબહાર રહ્યો.
બગીચાના એ રાજાનો દાદીને સહકાર રહ્યો.
વર્ષો વિત્યા ઘરમાં મોગરાની સુગંધ કાયમ રહી.
દાદીના છેલ્લા શ્વાસ સુધી સુગંધ કાયમ રહી.
મોગરો દાદીનો સાથી અને અંગરક્ષક હતો.
જ્યાં સુધી મોગરો, દાદીને જીવનમાં રસ હતો.
એ યાદની વાતથી દાદીની મને પ્રોત્સાહન મળ્યું.
બગીચામાં સમય વિતાવવાનું આહવાહન મળ્યું.
મેં એક મોગરો વાવ્યો છે મારા બગીચામાં.
રોજ પાણી આપું છું મારા દાદીની યાદમાં.
દાદીનો સઘળો લાડ બગીચાના પ્રેમમાં સમાયો છે.
મોગરાની સુગંધનો જાદુ મારી પર પણ છવાયો છે.
Published on April 07, 2022 19:57