
જો ચંદ્ર જેવા આશિક બનશો
તો આખી દુનિયાને યાદ રહેશો
નજર રહે હંમેશા પૃથ્વી તરફ
તમે કોઈ રીતે નહીં ડગમગશો
જો ચંદ્ર જેવા આશિક બનશો
તો એની દરેક ઝાંખીને માણશો
જ્યારે નહીં હોય તમારો સમય
એનો પરિચય અકબંધ રાખશો
જો ચંદ્ર જેવા આશિક બનશો
દરેક પ્રકારના વટેમાર્ગુથી ડરશો
વિક્ષેપ હોય મોટો કે હોય નાનો
પ્રેમના સમર્પણમાં ઝગમગશો
જો ચંદ્ર જેવા આશિક બનશો
તો ખેંચાણને યાદગાર બનાવશો
જશો તમે નજીક કે ભલેને દુર
તમારી અસરમાં એને સમાવશો
પણ ચંદ્ર જેવા આશિક ના બનશો
હારી જશો અને મિલનને તરસશો
નજીક જશો એટલા જ દૂર જશો
ઈચ્છાઓના ભાર તળે તડપશો
Published on April 09, 2022 15:44