Akash Joshi's Blog, page 2
July 10, 2021
“થોડુંક વધારે, બસ!”
જ્યારથી મારું કોર્પોરેટ જીવન શરૂ થયું, ત્યારથી પ્રભુએ જોઈતું હતું તેનાંથી વધારે જ આપ્યું. અને ત્યારથી મારો લક્ષ્ય હતો કે એક નિશ્ચિત રાશિ ભેગી થાય તો બધું છોડી લેખક બની જઈશ. ને જોતજોતમાં વર્ષો વીતી ગયાં. અને હું કહેતો રહ્યો, થોડુંક વધારે બસ!
આવું કહેનાર ને કરનાર હું પહેલો નથી ને હું છેલ્લો નહીં હોઈશ. આ પણ તો એક સનાતન કથા છે. પ્રખ્યાત રુસી લેખક લીઓ ટોલસ્ટોયની એક વાર્તા સંભળાવું આજે. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ?
સાંભળો.
***
એક વખત એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેની પત્ની સાથે. પત્નીની મોટી બહેન એક દહાડે એને મળવાં શહેરથી આવી. વાતો વાતોમાં વાત નીકળી કે શહેર સારું કે ગામડું ને બંને બહેનો સામસામે આવી ગઈ. મોટીએ કહ્યું કે એમની પાસે બધી જ સગવડો છે ને નાનીએ કહ્યું કે એમની પાસે પૂરતું છે. શહેરમાં અતિની પાછળ લોકોને શયતાન લોભાવે છે. તો બંનેએ નાનીના પતિ, ખેડૂત પહોમથી પૂછ્યું.
ખેડૂતે કહ્યું કે સાચી વાત છે કે ગામડું વધારે સારું. પણ જો એની પાસે લગીર જમીન વધારે હોય તો તો એ શાયતાનથી પણ ન ડરે. ને આ વાત ઘરનાં એક અંધાર્યે ખૂણે ઊભેલાં શાયતાને સાંભળી લીધી. એણે માથું એક બાજુ કર્યું ને શાયતાનીથી મલકાયો.
થોડાં સમયમાં ગામમાં એક ઘરડી ડોસી તેનાં ત્રણસો એકર જમીન વેચવા માંગે છે એવી ખબર ફેલાઈ. ખેડૂતો મળીને ખરીદવા તૈયાર થાય છે પણ શયતાન એમના વચ્ચે કજિયો કરાવે છે. બધા એકલા એકલા જમીનનાં ટુકડા ખરીદે છે, પહોમને ૪૦ એકર મળે છે. પણ બધા વચ્ચે કજીયો ચાલુ જ રહે છે અને પાડોશી પહોમનાં ખેતરમાં ક્યારેક ઘેટા તો ક્યારેક ઘોડા છોડી દે છે જેના લીધે એને નુકસાન થાય છે. વાત કોર્ટ સુધી પહુંચે છે અને ત્યાં એને ન્યાય તો નહિ, પણ લોકોનો તિરસ્કાર બહુ મળે છે.
પહોમને ઉડતી ઉડતી ખબર આવે છે કે બાજુના ગામડે વધારે સારી જમીન છે, તો એ અહીંથી બધું વેચી, પરિવાર સહીત ત્યાં જઈને ૧૨૫ એકર લઈને પહેલાં કરતાં ૧૦ ગણ્યું કમાવી લે છે. મોટું ઘર ને નોકર ચાકર. પછી એને ખબર પડે છે કે એક ખેડૂતને ૧૩૦૦ એકર વેચવા છે અને તેને પૈસાની બહુ જરૂર છે. તો પહોમની પાસે થી ખાલી ૧૦૦૦ રુબલમાં (રૂસી પૈસા) બધી જ જમીન લઇ લેવા તૈયારી કરે છે.
એ કાગળ પર સહી કરવાનો હોય છે કે ત્યાં બેઠો એક માણસ કહે છે કે ૧૦૦૦ રુબલમાં તો તને જેટલી જોઈએ એટલી જમીન મળે. જયારે પહોમ પૂછે છે તો ખબર પડે છે કે અહીંથી થોડીક દુર બાશ્કીર પ્રજાતિ વસે છે. ત્યાં જઈ આવ એકવાર. પહોમ સહી કર્યા વગર સેવકને લઈને ત્યાં જવા ઉપડે છે. અને ત્યાં બેઠો માણસ એક બાજુ માથું કરી મલકાય છે.
ત્યાં જઈ બાશ્કીર લોકોના સરદારને મળ્યો. સરદારે કહ્યું કે ૧૦૦૦ રુબલમાં તારી શક્તિ પ્રમાણે જમીન તું લઇ શકે છે. બે શરત છે. સવારે એક જગ્યાથી દોડવાનું શરૂ કરો અને સાંજ સુધી એ જ જગ્યાએ પાછા આવી જાઓ. જેટલું દોડ્યો, એટલું ઘેર એનું થઇ જશે. બીજી શરત એ કે જો એ જ જગ્યાએ પાછો ન આવી શક્યો તો ૧૦૦૦ રુબલ સરદારના.
સવારની રાહ જોતા પહોમને ઊંઘ પણ નથી અડતી. ઉઘાડી આંખે કેટલી જમીન લેવી, જમીનનું શું કરશે, એ બધું વિચારે છે. નક્કી કરે છે કે બાર વાગ્યા સુધી જેટલું થશે એટલું, ને પછી પાછો વળી જશે.
સવારે સરદારની સામે પહોમ દોડવાનું શરૂ કરે છે. એનાં જતાં જ સરદાર એક બાજુ માથું કરીને મલકાય છે. બાર વાગે છે. પહોમ પાછળ જોવે છે. ઘણું દોડ્યો. ને આગળ જોવે છે. હજી ઘણું દોડાય એમ છે. એ કલાકેક વધારે દોડવા નક્કી કરે છે. એક વાગે છે. પહોમ પાછળ જોવે છે. ઘણું દોડ્યો. ને આગળ જોવે છે. હજી ઘણું દોડાય એમ છે. એ કલાકેક વધારે દોડવા નક્કી કરે છે. બે વાગે છે. પહોમ પાછળ જોવે છે. ઘણું દોડ્યો. ને આગળ જોવે છે. હજી ઘણું દોડાય એમ છે. એ કલાકેક વધારે દોડવા નક્કી કરે છે. ત્રણ વાગે છે. હવે બસ થયું. પહોમ પાછો વળે છે. પણ બહુ દુર આવી ગયો હોય છે. જો પાછો નહીં પહુંચે તો ૧૦૦૦ રુબલ જતા રહેશે. એટલે તેજ દોડે છે. અને સુર્યાસ્તની છેલ્લી ઘડીએ ચાલ્યો તે જગ્યાએ આવી ઢળી પડે છે.
સેવક તાળી વગાડે છે. સરદાર પણ. થોડીવાર પછી પણ પહોમ ઉભો નથી થતો. ક્યાંથી થાય ને? થાકથી મરેલો માણસ ઉભો ક્યાંથી થાય. સરદાર એક બાજુ માથું કરીને મલકાય છે અને સેવકને કહે છે કે આને દાટી દો. સેવક ખાડો ખોદે છે ને પહોમને દાટી દે છે. એ પાછો વળે છે ત્યારે સરદાર પૂછે છે, “કેટલી જમીન જોઈતી હતી એને?” પાછળ જોયા વગર સેવક કહે છે, “છ ફૂટ,” ને ચાલ્યો જાય છે. શયતાન તેના અસલ રૂપમાં આવી એક બાજુ માથું કરી મલકાય છે.
***
સાર: ઈચ્છાઓનો કોઈ અંત નથી. આશા છે કે તમે લોકો પણ શયતાનને એક બાજુ માથું કરી મલકાવા નહીં દો. બે વર્ષ પહેલાં મેં પણ એ જ કર્યું ને હવે તમારાં માટે ને મારા માટે વાર્તાઓ લખું છું.
જય શ્રી કૃષ્ણ.
“ફરિસ્તો.”
સોમવાર. સોમના નાથ, ભોળેનાથનો દિવસ. તો આજે તમને એક ફરિસ્તાની વાર્તા સંભળાવું. ટી એસ આર્થર દ્વારા ૧૮૫૧માં લખી “એન એન્જલ ઇન ડિસગાઈસ”.
સાંભળો.
***
બેકારી, વ્યસન, અને અતિરેકે તેમણું નીચ કામ કરી નાખ્યું હતું, અને મરણ પામેલી મા હજી ટાઢી પડી હતી એનાં બિચારાં સંતાનોની વચ્ચે. નશાની હાલતમાં એ પોતાનાં જ ઘરનાં બારણાંનાં ઉંબરા ઉપર પડી, પોતાનાં જ ઘબરાયેલાં બાળકો સામે મરણ પામી હતી.
હયાતી જે કરવામાં સક્ષમ નથી, મૃત્યુ તે કામને સાવ સહેલું બનાવી દે છે. આ નારીનો ઉપહાસ, તેની ઉપેક્ષા, તેની નિંદા, ગામનાં દરેક નર-નારી-બાળકે કરી હતી, પણ હવે, જેમ એની મૃત્યુની જાણ એકથી બીજા કાને પહોંચી, ક્રોધની જગ્યા દયાએ અને નિંદાની જગ્યા દુઃખે લઈ લીધી. અડોશી-પાડોશી ઝડપી એની કુટીરમાં પહોંચ્યા, કોઈ કપડાં લઈને, તો કોઈ ભૂખ્યાં બાળકો માટે ખાવાનું લઈને. ત્રણ બાળકો હતાં, બાર વર્ષનો મહેનતુ જોન, દસ વર્ષની હોંશિયાર કેટ, અને સહુથી નાની, બેચારી, માંદી મૅગી. બે વર્ષ પહેલાં બારીથી પડી જવાનાં લીધે તેની કરોડરજ્જુને ઈજા પહોંચી હતી ને ત્યારથી તે ખાટલે ભેગી થઈ ગઈ હતી.
“છોકરાઓનું શું કરવું?” તે મુખ્ય પ્રશ્ન હતો. માને તો હવે કંઈ મદદની જરૂર નહોતી, પણ છોકરાઓ ભૂખ્યાં ન રહેવાં જોઈએ. બૈરી સાથે વાત કરી ખેડૂત જોન્સ જોનને પોતાની સાથે લઈ જવા તૈયાર થયો. મેડમ એલિસને ઘરકામ માટે છોકરી જોઈતી હતી એટલે તે તરસ ખાઈને કેટને લઈ જવા તૈયાર થઈ, પણ મૅગીને લેવાં કોઈ આગળ ન આવ્યું.
બૈરાઓએ મળીને એનાં કપડાં બદલ્યા, બધાંએ એને જોઈને દયા આવી, એની દુઃખી આંખો જોઈ બધાં થોડા દુઃખી તો થયાં, પણ એક ખાટલે-ભેગી અપંગને કોણ રાખે?
“આને અનાથાશ્રમમાં મૂકી આવો,” એકે કહ્યું.
“આવા ગરીબ ને માંદા બાળક માટે તે જગ્યા ઠીક નથી,” બીજો બોલ્યો.
“અમારાં છોકરાંઓ માટે નહીં હોય. પણ આને તો ત્યાં એની મા કરતાં પણ વધારે ધ્યાન મળશે.” ત્રીજો બોલ્યો.
આવતા દિવસે મડદાંને દફનાવવામાં આવ્યું. પછી ખેડૂત જોન્સ જોનને લઈ જવા તૈયાર થયો. મેડમ એલિસે કેટને ભાઈ-બહેનને ઝડપી અલવિદા કહેવા કહ્યું ને કેટ એવું કરી શકે તે પહેલાં જ એને હાથ પકડી લઈ ગઈ. મૅગી તરફ જોયાં વગર બધાં જ ચાલ્યાં ગયાં!
બારણાં બહાર ઉભેલા પૈડાગાર જો થોમસને બધાં સાથે જલ્દી જતી લુહારની પત્નીને કહ્યું, “આને આમ મૂકી જવું તો નિર્દયતા છે.” જવાબ મળ્યો, “તો એને અનાથાશ્રમમાં મૂકી આવ.”
જો થોડીવાર વિચાર કરતો ઉભો રહ્યો ને પછી વળીને ઘરમાં દાખલ થયો. મૅગી મુશ્કેલથી ઉભી થઇ ખાટલે બેઠી હતી. એની આંખોમાં ભય હતું.
“મિસ્ટર થોમસન, મને એકલી મૂકીને ન જાઓ,” મૅગી રડતાં રડતાં બોલી.
બહારથી કડક ને ખડબચડા જો થોમસનનાં શરીરમાં એક હૈયું હતું ને તે કોઈક કોઈક જગ્યાથી કૂણું હતું. તેને બાળકો ગમતાં ને હમેશ પોતાની દુકાનમાં ગામનાં બાળકોને રમવા ને પૈડા ઠીક થતાં જોવાં આવવાં દેતો.
“નહીં, દીકરી,” એણે પ્રેમભર્યા અવાજે કહ્યું ને મૅગીને પડોશીએ આપેલાં સાફ કપડાંથી વીંટ્યો ને પોતાના મજબૂત હાથોમાં ઉપાડીને પોતાનાં ઘરે ચાલ્યો.
જો થોમસનની પત્ની, જેને સંતાનો નહોતી, એમાં સંત જેવી પ્રકૃતિ કે ત્યાગ નહોતો, અને એટલે જોને આભાસ હતો કે કદાચ એને સારો આવકાર નહીં મળે. પત્નીએ એને આવતાં જોઈ લીધો ને બારણાં પાસે ઉભી થઇ ગઇ. જોએ એનો કિમતી ભારો સાચવીને ઉપાડ્યો હતો. અને એ બંને એટલી જ વારમાં એક બંધનથી બાંધઈ ગયાં હતાં.
“શું છે એ?” પત્નીએ જોરથી પૂછ્યું.
જોને, મૅગી અંદર કરમાઈ ગઈ, એવો આભાસ થયો. એણે કઈં જવાબ આપ્યો નહીં પણ એક નજર પત્ની તરફ નાંખી જેમાં અરજ અને ચેતવણી, બંને હતી, અને જે કહી રહી હતી કે “બતાવું છું, પણ હમણાં શાંતિ રાખ.” જો અંદર પેઠો, ઉપરની નાની ઓરડીમાં મૅગીને ખાટલે મૂકી, બહાર આવી દરવાજો બંદ કર્યો ને પછી પત્નીની સામે શાંતિથી ઉભો રહ્યો.
“તું પેલું માંદુ લબોતરું તો ઘરે નથી લાવ્યો ને?” પત્નીના અવાજમાં ક્રોધ અને વિસ્મય બન્ને હતાં ને મ્હોં લાલચોળ થઇ ગયું હતું.
“મને લાગે છે કે ક્યારેક ક્યારેક નારીનું હૈયું વધારે કઠણ થઇ જાય છે,” જોએ કહ્યું. એમ તો જો હમેશ પત્ની સાથે જીભાજોડીથી બચતો, અને પત્નીનાં કામમાં દખલ ન કરતો, પણ આજે એની આંખોમાં એક જુદી જ જાતની મક્કમતા હતી જેને જોઈ પત્નીનો અવાજ બદલાયો.
“બૈરીનું હૈયું ક્યારેય મરદના હૈયા જેટલું કઠણ નહીં હોય.” તેણે જવાબ વાળ્યો.
જોએ જોયું કે અડધી જંગ જીતી ગયો છે તો અવાજ સરખી કરી બોલ્યો.
“હશે. પણ આજે જેટલી બૈરીઓ જોઈ, આ બાળકની તરફ એક નજર નાંખ્યાં વગર જતી રહી.”
“જોન અને કેટ?”
“એમને તો લોકો લઇ ગયાં, બસ આને જ કોઈએ એક નજર ન આપી.”
“તો તું એને અહીં લઇ આવ્યો? અનાથાશ્રમ શો ખોટો હતો?”
“એ ચાલીને જઈ શકે તેમ નથી. એને કોઈના હાથની જરૂર પડશે. મારાં હાથ મજબૂત છે.”
“તો સીધો ત્યાં કેમ ન ગયો?”
“ગાંડો છું કંઈ? તેનાં માટે પહેલા પોલીસની આજ્ઞા જોઇશે.”
“તો હાલ ત્યાં જઇ આવ.”
“જેન,” પૈડાગારે કહ્યું, “હું ક્યારેક બાઈબલ વાંચું છું. તેમાં નાના બાળકો વિશે ઘણું લખ્યું છે. અને જે એમની મદદ કરે તેમને બહુ પુણ્ય મળે, એ પણ. એક મા વગરની છોકરીને શું આપણે એક રાત નથી રાખી શકતાં? આટલી પણ દયાની હકદાર નથી એ?”
બોલતાં બોલતાં જો ધ્રુજી ગયો અને એણે પત્નીથી આંખો ફેરવી લીધી જેથી પત્નીને એનાં આંસુ ન દેખાય. પત્ની કંઈ બોલી તો નહીં, પણ અસર એને પણ થયો.
એ થોડીવાર ઉભી રહી ઓરડીમાં ગઈ, જો પાછળ ન ગયો. એ એનું કામ કરવા બહાર દુકાનમાં જતો રહ્યો અને સાંજ સુધી લાગ્યો રહ્યો. જયારે સાંજે ઉપરની ઓરડીમાં દીવો પ્રગટ્યો, તો એને ગમ્યું. બારીમાંથી એણે ડોક્યું કર્યું તો જોયું કે મૅગી ખાટલામાં હતી ને એની પત્ની એની સાથે વાતો કરી રહી હતી. થોડીક થોડીક વારમાં મૅગી પણ કંઈ કહી રહી હતી. પણ એનાં મ્હોં પર કડવાશ કે દર્દ નહોતું. જોએ હાશ કરી.
જો ઘરમાં પેઠો તો ઓરડીમાં ન ગયો. એનાં બૂટને સાંભળીને પત્ની ઝડપથી આવી.
“જમવાનું ક્યારે તૈયાર થશે?” જોએ વાત બદલતા કહ્યું.
“થોડી જ વારમાં.” કહી પત્ની કામે લાગી ગઈ.
હાથ-મ્હોં ધોઈ જો મૅગી પાસે ગયો.
“તારું નામ મૅગી છે?” જોએ એનાં નાનકડાં હાથ ઝીલતાં પૂછ્યું.
“હા,” એની અવાજ જોને અડી ગઈ.
“તું એક વખતથી બીમાર છે?”
“હા.”
“ડોક્ટર આવતો હતો?”
“હા, પણ થોડા વખતથી નથી આવ્યો.”
“પીડા થાય છે?”
“પહેલાં, હવે નથી થતી.”
“પહેલાં ક્યારે?”
“સવારે હતી ને જયારે તમે મને ઉપાડીને લાવ્યા ત્યારે પણ દુખતું હતું.”
“તને ઉપાડવા કે હલાવાથી દુખે છે?”
“હા.”
“પણ હવે ઠીક છે?”
“હા. આ મુલાયમ ખાટલું મને બહુ આરામ આપે છે.” એની અવાજમાં શાંતિ અને કૃતજ્ઞતા હતી.
“જમવાનું તૈયાર છે,” પત્નીની અવાજ બારણાથી આવી.
જોએ પત્નીને ને પછી મૅગીને જોયું.
“આપણે જામી રહીએ એટલે એનાં માટે પણ લાવું છું,” પત્ની બોલી. એની અવાજમાં બનાવટી ગુસ્સો હતો.
બન્ને જમવા બેઠાં. જો જાણીજોઈને કંઈ બોલ્યો નહીં. છેવટે, જયારે પત્નીથી રહેવાયું નહીં, તો એ બોલી.
“બાળક સાથે શું કરશું?”
“એ વાત તો આપણી થઇ ગઈ. અનાથાશ્રમ જશે.”
સાંભળીને પત્નીએ થોડીવાર પતિ સામે જોયું, પછી જમવા લાગી. જમવાનું પત્યું, ત્યાં સુધી બંનેમાંથી એકેય બોલ્યું નહીં. પછી પત્નીએ બ્રેડનો એક ટુકડો દૂધ ને માખણમાં પલાળી પોચું કર્યું ને મેગી પાસે લઇ ગઈ. જો બન્નેને જોઈ રહ્યો.
સવારે નાશ્તા વખતે પત્ની બોલી, “એક બે દિ રહેવા દો મૅગીને. હજું બહુ અશક્ત છે.”
“તને નડશે નહીં?” જો બોલ્યો.
“એક બે દિવસ તો નહીં.”
જો પોલીસ પાસે આવતા દહાડે, કે એનાં આવતા દહાડે, કે પછી એનાં આવતા દહાડે પણ ન ગયો. એ ક્યારેય પોલીસ પાસે ન ગયો. તેમનાં ઘરે એક ફરિસ્તો જે આવ્યો હતો, એને તો કઈ રીતે જવા દેવાય ને!
***
ક્યારેક ક્યારેક આપણને સારું કામ કરવા માટે એક નાનકડો ધક્કો જોઈએ હોય છે. ને ઘણીવાર પ્રભુ આપણને એવી તક ને ધક્કો બન્ને આપે છે. ઝડપી લેજો.
મને જો જેવા કિરદાર બહુ ગમે છે. એવો જ એક કિરદાર “ટુ કિલ અ મોકિંગબર્ડ”માં પણ છે. પણ એ પછી ક્યારેક.
એવી આશા સાથે કે તમારું અઠવાડિયું સારું જાય.
હર હર.
“ત્રણ પ્રશ્ન.”
યાદ છે જ્યારે આપણે નાના હતાં તો કોઈકને કોઈક સુપર હીરો બનવા ઇચ્છતાં? આપણને એવું લાગતું કે જો આવી અદ્ભુત શક્તિઓ આપણામાં હશે તો પછી બસ, બીજું શું જોઈએ?
એમ કરતાં આપણે મોટાં થયાં ને હજી ઈચ્છાઓ એવી ને એવી. કયા મુહૂર્તમાં કામ શરૂ કરીએ તો સારું થશે એમ વિચારતાં થયાં. આપણે ક્યારેક ભૂત તો ક્યારેક ભવિષ્યને લઈને વિચારમાં રહીએ. અને એટલે પછી મારા જેવા જોષી ફાવી જાય!
એવા એક રાજાની વાર્તા સંભળાવું. લીઓ ટોલસ્ટોયએ લખી લઘુકથા. સાંભળો.
***
એક વખત એક રાજાને એવો ખયાલ આવ્યો કે જો એને કયું કામ ક્યારે શરૂ કરવું એ ખબર પડી જાય, કોનું સાંભળવું ને કોનું નહીં એ ખબર પડી જાય, ને સૌથી અગત્યનું કામ શું છે તે ખબર પડી જાય તો તો પછી થઈ રહ્યુ. એટલે એણે આખા રાજ્યમાંથી વિદ્વાનોને આમંત્રિત કર્યા. જે પણ આ ત્રણ પ્રશ્નોના પ્રામાણિક ઉત્તર આપે, તેને ઇનામ આપવામાં આવશે.
કેટકેટલા વિદ્વાનો આવ્યા ને ભાતભાતના જવાબો આપ્યા. પહેલા પ્રશ્નના ઉત્તરમાં કોઈકે કહ્યું કે દિવસ રાતના પંચાંગ બનાવી તેમનાં હિસાબે ચાલો, તો કોઈકે કહ્યું કે હમેશ ઠીક સમય ખબર પડવું શક્ય નથી એટલે જેટલું કામ હોય તે કરો, તો કોઈકે કહ્યું કે એક વિદ્વાન મંડળી આ કામ માટે ઉભી કરો.
આવા જ જવાબો બીજા અને ત્રીજા પ્રશ્નો માટે મળ્યા. કોઈક બોલ્યો કે પાદરીઓ રાખો, તેમનું સાંભળો, તો કોઈકે કહ્યું કુશળ સેનાપતિઓનું સાંભળો, તો કોઈકે ફરી વિદ્વાન મંડળીની હિમાયત કરી. કોઈકે વિજ્ઞાનને અગત્યનું જણાવ્યું, તો કોઈકે યુદ્ધ કૌશલ્ય પર ભાર આપ્યું તો કોઈકે ધાર્મિક કર્યો પર.
બધાં જ જવાબો અલગ એટલે રાજા દુઃખી અને ઇનામ કોઈને મળ્યું નહીં. પછી કોઈએ એને ગામની બહાર રહેતા એક સન્યાસી વિશે બતાવ્યું. લોકોની બહુ શ્રદ્ધા હતી એ સન્યાસીમાં. તો રાજાએ નક્કી કર્યું એમને મળવાનું. પણ એ સન્યાસી ક્યારેય એમનાં ત્યાંથી બહાર જતાં નહીં ને ધનાઢ્ય લોકોને મળતા નહીં ને એટલે રાજા સાદા વેશમાં એમની પાસે ગયો. ઘોડો અને રક્ષકોને પણ થોડાં દૂર ઉભા રાખ્યા.
જ્યારે રાજા ત્યાં પહોંચ્યો, સન્યાસી માટી ખોદી રહ્યો હતો. એને રાજાને આવકાર્યા પણ કામ ચાલુ રાખ્યું. પાતળો સરખો સન્યાસી, કોદાળી માટીમાં જાય ને મહેનતથી એનો શ્વાસ નીકળે.
રાજાએ એને એ જ ત્રણ પ્રશ્ન પૂછ્યા. ઉચિત કાર્યનો ઉચિત સમય, કોને સાંભળવું, અને કયું કામ અગત્યનું. પણ સન્યાસી કામ કરતો રહ્યો, એને કોઈ જવાબ આપ્યો નહીં.
સન્યાસી થાકેલો લાગતો હતો એટલે રાજાએ કહ્યું, “તમે થાકી ગયા છો, લાવો કોદાળી મને આપો, હું કામ કરૂં.” થોડીવાર રહી ફરી એ જ સવાલ રાજાએ કર્યા પણ જવાબ મળ્યો નહીં. છેલ્લે સૂર્યાસ્ત થવા આવ્યો ત્યારે રાજા થાક્યો અને કોદાળી નીચે મૂકી. “મેં તમને પ્રશ્ન પૂછ્યા, જો એના ઉત્તર તમારી પાસે ન હોય તો બતાવો એટલે હું ચાલતો થાઉં.”
ત્યારે બહાર કોઈ આવ્યું હોય એવું સંભળાયું. બંને બહાર જોવા ગયા તો એક ઘાયલ માણસ રાજાના પગ પાસે આવી બેભાન થઈ પડ્યો. એના પેટમાં મોટું ઘાવ હતું. રાજાએ સન્યાસી સાથે મળીને તેની સારવાર કરી. જયારે તે ભાનમાં આવ્યો એને પાણી માગ્યું ને રાજાએ પીવડાવ્યું. પછી એને ઉપાડીને ખાટલે ભેગો કર્યો. રાજા પણ ખૂબ થાકી ગયો હતો એટલે ત્યાં જ ઢળી પડ્યો.
સવારે જ્યારે રાજા ઉઠ્યો તો એ માણસે કહ્યું, “મને માફ કરજો.” રાજાએ કહ્યું કે એ તો તેને ઓળખતો પણ નથી, માફી શેની?
માણસે કહ્યું કે “તમે મારા ભાઈને મારી નાખ્યો અને મારી સંપત્તિ કબ્જે કરી એટલે હું પ્રતિશોધમાં આવ્યો હતો. મને જાણ હતી કે તમે અહીં એકલા આવ્યા છો એટલે આવ્યો હતો પણ તમારા સૈનિકો મને ઓળખી ગયા અને મારા પર હુમલો કર્યો. હું તમને મારવાં નીકળ્યો હતો ને તમે મારો જીવ બચાવ્યો. મને માફ કરો.”
રાજાએ એને એની સંપત્તિ પાછી આપી અને રાજવૈધો એની સારવાર માટે મોકલવા કહ્યું. પછી એ એનાં મહેલમાં જવા તૈયાર થયો પણ એક છેલ્લી વાર સન્યાસીથી પ્રશ્નો પૂછ્યા. આ વખત જવાબ મળ્યો.
“જવાબ તો તમને મળી ગયો રાજા. તમે મારા પર દયા ખાઈ જમીન ખોદવા બેઠા એટલે પાછા ન ગયા. ગયા હોત તો એ માણસે તમને મારી નાખ્યા હોત. તો જમીન ખોદવાનો સમય ઉત્તમ હતો. ને જે માણસનું તમને સાંભળવું જોઈતું હતું તે હું હતો ને મારી મદદ કરવી, એ હતું સૌથી અગત્યનું કામ.પછી એ માણસ આવ્યો અને ત્યારે એ માણસનું સાંભળવું જોઈતું હતું અને એની સારવાર હતું સૌથી અગત્યનું. જો તમે ના કરી હોત તો એ તમારા માટે દુર્ભાવના લઈને મારણ પામ્યો હોત.”
એક શ્વાસ ખાઈ સન્યાસી ફરી બોલ્યો.
“તો એટલું યાદ રાખજો રાજન. સૌથી ઉત્તમ સમય એ છે હમણાં, હાલમાં, આ પળમાં. અને જે માણસ અત્યારે તમારી સાથે છે એનું તમને સાંભળવું જોઈએ. અને એનું ભલું કરવું તે છે સૌથી અગત્યનું કામ. કાંકે ભવિષ્ય કોણે જોયું છે!”
***
તમે બધાં પણ ભૂત ભવિષ્યની ચિંતા મૂકીને જેટલું થાય એટલું વર્તમાનમાં જીવો એવી આશા સાથે રજા લઉં છું. પણ મને તમારાં જેટલી છૂટ નથી. ભવિષ્યમાં (એટલે કાલે) તમારાં માટે શું લઇને આવું એ વિચાર જરૂરી છે! 
જય શ્રી કૃષ્ણ.
January 19, 2021
Four forward, one sideward…
I don’t mind saying it, but the last year has been batshit crazy for all of us. Many lost their lives, many more their livelihoods and all of us, their so-called ‘taken for granted’ way of life. Over the last four years, I have lost all the vestiges of the past accomplishments; what remains now is the assertiveness (many read it as arrogance, but that’s all right) of a man comfortable with himself and his limits.
I document my journey as a writer every year around the 20th of Jan. As I wrote ...
December 15, 2020
Greek Philosophy and Sanātana
Note: Pronunciation of Ā, ā is as in calm or father.
Of late, I have been catching up with my non-fiction reading, philosophy in particular. Since the last few years, the anxiety of not really understanding India and its past has weighed on my mind and with that guilt, I have started studying the fundamentals of Sanatāna philosophy. The word ‘sanātan’ means eternal, something that the Indian philosophy too is. Over the last eight hundred or so years, two major philosophies came to India, but ...
October 24, 2020
“મત ચૂકે ચૌહાણ.”
વાર્તાઓ એવી હોવી જોઈએ કે વાંચવી ગમે, વાર્તાઓમાં વસી જવું ગમે. દાદા ઈતિહાસ ભણાવતા, મને ઘણી વાર્તાઓ પણ કહેતા. એમાંથી એક હતી પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા. ઘણા લોકો, ઘણી વાતો, કોઈ કહે એને ઘોરીને ૧૭ વાર હરાવ્યો, કોઈ કહે ૨૨, તો કોઈ કહે બે. સત્ય જે પણ હોય, પણ બેથી તો વધારે જ હશે. આપણે લોકોએ જ્યાં ભૂલ કરી તે હતી આપણી દરિયાદિલી. ઘણીવાર હરાવીને પણ પૃથ્વીરાજે ઘોરીને જવા દીધો પણ પહેલો મોકો મળતાં જ ઘોરીએ પૃથ્વીરાજને મારી નાખ્યો. હવે પૃથ્વીરાજને કઈ રીતે માર્યો, તેમાં પણ લોકો જુદી જુદી વાતો કરે છે. હું તમને મારી વ...
January 19, 2020
End of The Experiment: Just a Beginning…
20th January 2017. The day I left corporate life to become a novelist. A storyteller. I had sought permission from my family for three years to see where this journey would lead. Every 20th January since I have written about this journey and my appraisal of the same. This, therefore, is the last one of my self-appraisals about the journey.
For those always interested in executive summaries, here it is. When I started this journey, I wasn’t absolutely sure if I would sustain (both mentally and...
July 25, 2019
“૦૭. એકં સત અને બુતપરસ્તી.”
આ વાતને (બુતપરસ્તી અને એકં સત છતાં આટલા બધાં દેવી-દેવતા) લઈને ઘણા લોકો સનાતનને કોઈ જાતની બીમારી માને છે જેને સારવારની જરૂર છે. સનાતનમાં તો કોઈને ખબર નથી કે ઈશ્વર તો એક જ હોઈ શકે, એવો વિચાર છે ઘણા લોકોનો. પણ જે એકં સત સનાતન પાસે છે, તેની નજીક તો હજી બીજીકોઈ વિચારધારા પહોંચી પણ નથી.
“इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्य: स सुपर्णो गरुत्मान्।
एकं सद्विप्रा बहुधा वदन्त्यग्निं यमं मातरिश्वानमाहु:॥ऋग्वेद॥”
જેને લોકો ઇન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ કહે છે, એ સત્તા કેવળ એક જ છે. પણ જેને જે રૂપમાં મળી, ...
“૦૬. સ્વર્ગ-નરક.”
જ્યાં મોક્ષ એક લક્ષ્ય છે, ત્યાં ઘણાં લોકોનું બીજું લક્ષ્ય હોય છે સ્વર્ગની પ્રાપ્તિ અને નર્કથી બચવું. છોકરાંઓથી જયારે કોઈ કામ કરાવવું હોય તો તેમને ચોકલેટ આપવી પડે. એમ જ મોટાઓથી કોઈ કામ કરાવવું હોય તો તેમને સ્વર્ગ-નર્કની વાત કરવી પડે.
બધી જ વિચારધારાઓમાં સ્વર્ગ-નર્કની કલ્પના છે, સનાતનમાં પણ વૈકુંઠ, રૌરવ ને અન્ય વાતો છે. એવી જગ્યા જ્યાં તમને ભોગવિલાસની બધી જ સામગ્રી મળે, કે પછી જ્યાં તમને અસહ્ય યાતના મળે. જન્મ, મરણ, પુનર્જન્મ, શક્તિમાં હું માની શકું છું, પણ સ્વર્ગ-નર્કની કલ્પનામાં નહીં.
ભોગવિ...
July 23, 2019
“૦૫. મોક્ષ.”
જો જ્ઞાન-અજ્ઞાન, તિમિર-આલોક, જીવન-મરણ, ચક્ર નિરંતર ચાલુ જ રહે તો પછી કશું જ કાયમી નથી એ સત્ય આપણા સામે આવી ઊભું રહે.
એટલે તમે ક્યારેય નિરંતર સુખી નથી રહી શકતા અને દુખી તો કોઈને રહેવું જ નથી. જો એ જ્ઞાન તમને મળે, તો પછી આ ચક્રથી છુટકારો, એ આપણું લક્ષ્ય હોવું જ જોઈએ. આ છે સનાતનની પરંપરા, મોક્ષની પ્રાપ્તિ માટે થતી ઝુંબેશ.
જ્યાં સુધી તમે કર્મ કરે રાખશો, ત્યાં સુધી સારાં કે ખોટાં પરિણામો આવ્યે રાખશે અને ચક્ર ચાલુ રહેશે. એટલે જો તમને મોક્ષ જોઈએ તો તમને એવી સ્થિતિમાં આવવું પડશે જ્યાં કોઈ પણ કર્મ ...


