Jignesh Adhyaru's Blog, page 3
December 20, 2022
બીજાનાં સુખમાં આપણું સુખ.. – પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દિ વિશેષ
આપણે સૌ હાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યાં છીએ! અસંખ્ય લોકોના જીવન પર તેમની સામાજિક-આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો પ્રભાવ પડ્યો છે. મૃદુભાષી અને સદાય પ્રસન્નચિત્ત રહેતાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્ત્વ તદ્દન સરળ, સાત્વિક અને સંવેદનાસભર હોવાને કારણે તેમના શબ્દોની જાદુઈ અસર થતી.
The post બીજાનાં સુખમાં આપણું સુખ.. – પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દિ વિશેષ first appeared on Aksharnaad.com.
December 14, 2022
ગજબ કામ કરતી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ
આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ અદ્વુત કામ આવી રહી છે. આ સુવિધાઓ રોજિંદા જીવનમાં સમય માંગી લેતા અને ખર્ચાળ કામ સાવ સરળતાથી નિઃશુલ્ક કરી આપે છે જેથી આપણો સમય વધુ રચનાત્મક અને આનંદપ્રદ કામમાં વાપરી શકીએ. પ્રસ્તુત છે એવી કેટલીક ખૂબ ઉપયોગી વેબસાઈટ્સ.
#ChatGPT #Lexica #AI #Tools #Gujarati #ContentWriting
The post ગજબ કામ કરતી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ first appeared on Aksharnaad.com.
November 27, 2022
અમારું રક્તરંજિત વતન – રાહુલ પંડિતા; પરિચય – રિપલકુમાર પરીખ
કલ્પના કરો કે જો તમને તમારા જ ઘરમાં - દેશમાં એવું કહેવામાં આવે કે, 'ધર્માંતરણ કરો, મૃત્યુ પામો અથવા ભાગી જાવ.' તો તમને કેવું લાગે? તમે એવું જ પૂછો કે, 'મારો ધર્મ હું કેવી રીતે છોડી શકું? મારો ધર્મ જ મારું ગુમાન છે. જો હું ધર્માંતરણ ન કરું તો તેઓ મને શા માટે મારી નાખે? મારો ગુનો શું?' #Kashmir #KashmiriPandits #TheKashmirFiles
The post અમારું રક્તરંજિત વતન – રાહુલ પંડિતા; પરિચય – રિપલકુમાર પરીખ first appeared on Aksharnaad.com.
November 25, 2022
કંકુ છાંટીને લખજો કંકોત્રી.. – કમલેશ જોષી
“જોષીભાઈ છે?” બહાર કોઈ કડક અવાજે પૂછી રહ્યું હતું. ચકુ પાણીના ગ્લાસ મૂકવા ઉભી જ થઈ હતી. “હું જોઉં છું." એ બોલી. ચકુ ઉતાવળે પાછી આવી. એની આંખોમાં ગભરાટ હતો. “કોઈ પોલીસવાળા આવ્યા છે.”
The post કંકુ છાંટીને લખજો કંકોત્રી.. – કમલેશ જોષી first appeared on Aksharnaad.com.
November 24, 2022
ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૬
આ લેખમાં પેઇડ એપ્લિકેશન તદ્દન નિઃશુલ્ક મેળવવા, રસપ્રદ ગેમ, ગૂગલ મેપ્સને ટક્કર આપતી ભારતીય સુવિધા, મોબાઇલનો વપરાશ ધટાડવા અને આયુર્વેદિક ચિકિત્સા માટે ઉપયોગી અને રસપ્રદ એપ્લિકેશનની વાત મૂકાઈ છે.
The post ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૬ first appeared on Aksharnaad.com.
October 20, 2022
સ્ટીવ જોબ્સની અજાણી વાતો.. – ડૉ. જનક શાહ
સિત્તેરના દાયકાના અમેરિકામાં કોલેજનો અભ્યાસ અધૂરો છોડીને પોતાની આવડતથી ઇતિહાસ સર્જનાર સ્ટીવ જોબ્સ વિશે કેટલીક આશ્ચર્યજનક અને ઓછી જાણીતી વાતો.
The post સ્ટીવ જોબ્સની અજાણી વાતો.. – ડૉ. જનક શાહ first appeared on Aksharnaad.com.
October 17, 2022
શિયાળાની વહેલી સવારે ચાલવું… – નટવર પંડયા
સવાર સવારમાં ચાલવા જાવ ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે ચાલવા પર જ ધ્યાન રાખો. આપણે સીધી લીટીમાં જ ચાલવાનું છે, ક્યાંય આડી લાઈને ચડવાનું નથી. એટલે કે રૈખિક ગતિમાં ચાલવુ, એમાં કોઈ જાતની પ્રગતિ કરવાની નથી. તમારી આગળ ભલે પ્રગતિ રુમઝુમ રુમઝુમ ચાલી જતી હોય પણ તમારે તેને 'ઝૂમ' કરીને જોવાની નથી.
The post શિયાળાની વહેલી સવારે ચાલવું… – નટવર પંડયા first appeared on Aksharnaad.com.
October 15, 2022
અજીબ દાસ્તાં હૈ યે.. – કમલેશ જોષી
કોઈ કહેતું હતું, "મારો આ ચોથો ઇન્ટરવ્યૂ છે." કોઈ કહે "હું તો ખાલી ટાઇમપાસ કરવા આવ્યો છું, મારી તો માર્કેટમાં દુકાન છે." કોઈ બોલ્યું, "પચાસ હજાર રૂપિયા ભાવ ચાલે છે."
The post અજીબ દાસ્તાં હૈ યે.. – કમલેશ જોષી first appeared on Aksharnaad.com.
October 13, 2022
લોકમાતાઓ: પુરુષોત્તમ સોલંકી, પુસ્તકસમીપે – અંકુર બેંકર
શ્રી પુરુષોત્તમ સોલંકીએ લખેલું પ્રસ્તુત પુસ્તક ‘લોકમાતાઓ’ નવદુર્ગાનાં પ્રાચીન નામ, દેવીઓની નામાવલી, સર્વકલ્યાણકારી દેવીની ઉત્પત્તિ, ચમત્કારિક પરચા, પ્રત્યેક દેવીના સ્થાનકનું ભૌગોલિક-ઐતિહાસિક વર્ણન અને કથાઓ, દેવીઓની સાવળો, ગરબા અને દોહરાનો પરિચય કરાવે છે.
The post લોકમાતાઓ: પુરુષોત્તમ સોલંકી, પુસ્તકસમીપે – અંકુર બેંકર first appeared on Aksharnaad.com.
September 19, 2022
સરગમ સહેલી સંઘ… – સુષમા શેઠ
"શું હું ભેંસ છું? એમ કરો, ગાડી તમે ચલાવો, હું ઉતરી જઊં." ડ્રાઇવર ગાડી રસ્તાની વચ્ચોવચ ઊભી રાખી હેઠે ઉતરી ગયો. પાછળ ટ્રાફિક જામ થવા માંડ્યો. બહાર હોર્નનો ઘોંઘાટ વધ્યો અને ગાડીની અંદર માનુનીઓનો.
The post સરગમ સહેલી સંઘ… – સુષમા શેઠ first appeared on Aksharnaad.com.


