Niranjan Quotes

Rate this book
Clear rating
Niranjan Niranjan by Jhaverchand Meghani
8 ratings, 4.12 average rating, 2 reviews
Niranjan Quotes Showing 1-2 of 2
“પ્રકૃતિની આ ચેતનાઓ!” એણે કહ્યું, “પરસ્પર પ્રાણદાન કરવા જેટલી આ તાલાવેલી સ્ત્રી ને પુરુષ વચ્ચે હોય તો સતીત્વના તખ્ત પર વિરાજે: પુરુષ પુરુષ વચ્ચે બને છે ત્યારે ગંદામાં ગંદા આક્ષેપોમાં રગદોળાય ને જિંદગીના ભોગ માગે.

“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે? કોને કાને પડે છે? શા માટે અમુકને જ સંભળાય છે? કોઈ કાયદો છે?

“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ—સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે?”
Jhaverchand Meghani, Niranjan
“સ્ત્રી પુરુષને આપે છે અધૂરું, માગે છે પૂરેપૂરું. બતાવે છે જીવનનો ખૂણો જ એકઃ અને રોકવા માગે છે પુરુષનું સમસ્ત અંતર.

હું સરયુમાં આખો ને આખો સમાઈ, ઓગળી, ઓતપ્રોત નહીં થઈ શકું, ત્યાં સુધી એ જંપશે નહીં, વિશ્વાસ કરશે નહીં, ઈર્ષાએ સળગી ખાક થશે.”
Jhaverchand Meghani, Niranjan