The Master of Gujarat Quotes

Rate this book
Clear rating
The Master of Gujarat The Master of Gujarat by Kanaiyalal Maneklal Munshi
208 ratings, 4.45 average rating, 21 reviews
The Master of Gujarat Quotes Showing 1-4 of 4
“(રા' ખેંગાર:) 'કાક !'
'બોલો.'
'તારા જેવો હરામી તેમ જ ભાલો માણસ મેં બીજો જોયો નથી.'
'ને મારો આટલો કડવો અનુભવ લીધા પછી કદર કરનાર પણ મેં કોઈ જોયો નથી.”
K.M. Munshi, The Master of Gujarat
“મંજરી પાણી કાઢતી હતી. તેના માથા પરથી ઓઢણી ખસી જઈ તેનો અંબોડો અને ડોકની ભભક, ઊંચાનીચા થતા હાથનું સૌંદર્ય, તેથી સંતાકૂકડી કરતાં સ્તનની અપૂર્વતા — બન્ને આવનારની નજરે પડયું. બન્ને મહાત થયા — વિનયશીલ રુદ્રદત્તે ગુરુની દૌહિત્રીના રૂપ આગળ આંખો નમાવી, અડભંગ મણિભદ્ર બેબાકળો થઈ ડોળા ફાડી જોઈ રહ્યો.”
K.M. Munshi, The Master of Gujarat
“...મંજરીએ પીરસવા માંડયું, અને રુદ્રદત્ત અને મણીભદ્રે આરોગવા માંડયું.
માનિનીની મોહિની સામાન્ય રીતે ન્યારી જ હોય છે, તે રીઝવે ત્યારે દુર્જય થઈ પડે છે,પણ તે હાથે પીરસી જમાડે ત્યારે પૂછવું શું? મણિભદ્ર અડધો બેભાન થઈ ગયો, મંજરીના આગ્રહ આગળ મિષ્ટાન્નની માજા પણ તે વિસરી ગયો, નવયૌવનમાં મહાલી રહેલી મંજરીના હાવભાવ આગળ પેટમાં જગા છે કે નહીં તેનું ભાન પણ ભૂલી ગયો. બ્રાહ્મણવર્ય મણીભદ્રે સાધેલા જીવનયોગમાં એક પરમ ધ્યેય હતું — સ્વાદિષ્ટ મોદક. અત્યારે તે યોગેશ્વર યોગભ્રષ્ટ થયો — ભાણામાં લાડુ હતા છતાં મંજરી સામે જોઈ રહેવા લાગ્યો.

મંજરીને પણ આ વખતે તેની ખીલતી જુવાનીમાં રહેલા પ્રબળ જાદુનું ભાન થયું, અને પોતાની અપ્રતીમ શક્તિનું જ્ઞાન પામેલા મહારથીના મદથી તે પોતાના પ્રભાવની અજમાયશ કરી રહી. તેણે રુદ્રદત્તની સહાયથી મણિભદ્રને મોહાંધ કર્યો. મણિભદ્ર બિચારો લટ્ટુ થઈ રહ્યો.”
K.M. Munshi, The Master of Gujarat
“પુરુષના કપાળ પર બૃહસ્પતિની બુદ્ધિ દીપતી, મીંચેલી આંખો પરથી પણ ચાણક્યનું નૈપુણ્ય યાદ આવતું, નાકના મરોડમાં ધનંજયની મહત્ત્વાકાંક્ષા સમાયેલી લાગતી ને ધનુષ્ય સમા અડગ પણ રસઝરતા હોઠમાં ગોપીવલ્લભ ગોવર્ધનધારીની રસિકતા રહી હોય એમ લાગતું.
(કાક વિષે)”
K.M. Munshi, The Master of Gujarat