કૃષ્ણાયન Quotes
કૃષ્ણાયન
by
Kaajal Oza Vaidya1,185 ratings, 4.33 average rating, 105 reviews
કૃષ્ણાયન Quotes
Showing 1-9 of 9
“બંધ મુઠ્ઠીમાં પણ એ છે જ અને બંધ ઓરડામાં પણ એ છે જ. એક પળ માટે પણ એના વિના સજીવનું અસ્તિત્વ નથી અને છતાં પળેપળ શ્વાસ લેતા સજીવને એના અસ્તિત્વની નોંધ લેવાની આવશ્યકતા પણ નથી. સખી, મારો પ્રેમ એ તમારા કુશળની પ્રાર્થના છે, તમારા મંગળની કામના છે, તમારા સ્વમાનની રક્ષા છે, તમારા સુખનો પ્રયત્ન છે, તમારી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર છે, તમારી ઇચ્છાઓને પૂર્ણ કરવાનો મારો સંનિષ્ઠ પ્રયાસ છે. સખી, તમને સ્પર્શવું એ જ પ્રેમ નથી મારે માટે. તમારી સાથે જીવવું એ પણ પ્રેમનો પર્યાય નથી મારે માટે... આપણે એક છત્ર નીચે જીવીએ તો જ પ્રેમ? મારે માટે પ્રેમ એ એક આકાશ નીચે ઊભા રહીને એ આકાશ તરફ જોઈને તમારા સ્મિતની કલ્પના કરવી, એ જ છે. સખી, મેં સતત અને સહજભાવે પ્રેમ કર્યો છે તમને. આ ક્ષણે પણ કરું છું અને એટલે જ કદાચ આ અપૂર્ણ રહી ગયેલા સંવાદની અપૂર્ણતાએ મને અટકાવી રાખ્યો હતો. પ્રેમ મારા દેહવિલય પછી પણ રહેશે. દેહ અને પ્રેમને જોડનારાઓ અપૂર્ણ છે... સાચા અર્થમાં દેહથી પ્રેમને જુદો પાડીને જુઓ સખી! તમે જે કૃષ્ણને પ્રેમ કરો છો અથવા જે કૃષ્ણને પ્રેમની અપૂર્ણતા અંગે ફરિયાદ કરો છો એ કૃષ્ણ, કોઈ દેહ નથી, એ કૃષ્ણ તો તમારી કલ્પનામાં જીવતો એક પ્રેમ છે, સ્વયં! તમે તમારી કલ્પનાના કૃષ્ણને પ્રેમ કરો છો. તમે જે કૃષ્ણને પ્રેમ કરો છો એ રુક્મિણીનો પતિ નથી, દેવકીનો પુત્ર નથી, અર્જુનનો મિત્ર નથી, એ માત્ર તમારો કૃષ્ણ છે. એ તમારા સુધી જ સીમિત છે. તમે સમગ્રપણે એનામાં છો અને એ સંપૂર્ણપણે તમારો છે. સખી, તમે જે કૃષ્ણને પ્રેમ કરો છો એ કૃષ્ણ પણ તમને ખૂબ પ્રેમ કરે છે. શ્રદ્ધા રાખજો, તમે જે માંગ્યું છે એ તમારું જ હતું, તમારું જ છે અને એને તમારી પાસેથી કોઈ ક્યારેય નહીં લઈ શકે!”
― કૃષ્ણાયન
― કૃષ્ણાયન
“गोकुल से निकलते समय राधा ने कहा था, ‘‘झूठे वायदे न कर कान्हा, मैं तो गोकुल नहीं छोड़ूँगी और तू कभी गोकुल वापस आने वाला नहीं। अब यह यमुना का पानी, ये कदंब की डालियाँ और गोकुल की गलियाँ तुझे कभी नहीं भूलेंगी और मैं तुझे कभी अपनी स्मृति में नहीं लाऊँगी।’’ और, खुद कृष्ण ने कहा था, ‘‘राधिके! याद उसे किया जाता है जिसे भूल गए हों...तू मुझे भूल जाए, ऐसा होगा ही नहीं और मैं तुझे अगर भूल जाऊँगा तो साँस किस आधार पर लूँगा?”
― कृष्णायन
― कृष्णायन
“मनुष्य अवतार में कई संबंध व्यक्ति को जन्म के साथ ही मिलते हैं। अपने माता-पिता, भाई-बहन तय करने का अधिकार नहीं होता है मानव को। माँ, बहन और परिवार के अन्य संबंध मनुष्य खुद नहीं तय कर सकता; परंतु उसके जीवन में तीन स्त्री संबंध ऐसे होते हैं, जिनका चुनाव व्यक्ति स्वयं कर सकता है। एक पत्नी, प्रियतमा और मित्र ये तीन रिश्ते व्यक्ति स्वयं तय करता है, स्वयं ही उन्हें बनाए रखता है, उन्हें रचता”
― कृष्णायन
― कृष्णायन
“સખા! હું... હું... પાંચાલી, દ્રૌપદી, દ્રુપદપુત્રી, પાંડવપત્ની, કુરુકુળની વધૂ તમને મારા સ્નેહમાંથી, મારા મોહમાંથી, મારા ઉત્તરદાયિત્વમાંથી મુક્ત કરું છું અને સાથે જ હું પણ મુક્ત થાઉં છું.” રૂંધાયેલા ગળે એણે હવે કહ્યું, त्वदियम वस्तु गोविन्द तुभ्यमेव समर्प्यते । આ વખતે કહેવાયેલા આ વાક્યમાં જાણે ખણખણિત સત્ય હતું. હિરણ્ય, કપિલા અને ત્રિવેણીસંગમની દસેય દિશાઓમાંથી આ વાક્ય ફરી-ફરીને, ફરી-ફરીને પડઘાતું રહ્યું. ...અને કૃષ્ણે શાંતિથી આંખો મીંચી દીધી.”
― કૃષ્ણાયન
― કૃષ્ણાયન
“મનોમન ચાલતા આ સંવાદમાં કૃષ્ણ પોતાની જ જાતને કહી રહ્યા હતા જાણે, “પ્રતીક્ષા વ્યર્થ છે... રોજેરોજ પળેપળ કશાની પ્રતીક્ષામાં જીવવું એ જીવન નથી, ઝંખના છે. કશું પામવા, કશું મેળવવા માટે જીવતા જવું, એને બદલે... માત્ર જે આવે તેને સ્વીકારીને શ્વાસને જીવન માનીને શ્વસતા જવું એ વધુ જીવનપૂર્ણ છે, એ વધુ સત્ય છે, અને આ મારાથી વધુ કોણ જાણે છે? જે રોજ આજે એટલા માટે જીવે છે કે કાલ કંઈક થશે, કાલે પણ એટલા માટે જીવશે કે પરમ દિવસે કંઈક થશે, જે રોજેરોજ, આજે કાલને માટે જીવશે એ કદી જીવી નહીં શકે, કારણ કે જ્યારે આવશે ત્યારે આજ આવશે, અને જીવવું તેનું સદા કાલે હશે. કાલે પણ એમ જ થશે, પરમ દિવસે પણ એમ જ થશે, કારણ કે જ્યારે પણ સમય આવશે, એ આજની રીતે આવશે અને આ માણસ પાશમાં બંધાયેલા પશુની જેમ ભવિષ્ય દ્વારા ખેંચાયેલો કાલમાં જીવશે. એ કદી જીવી નહીં શકે. એની આખી જિંદગી અણજીવી — સાચા અર્થમાં જીવ્યા વગર વીતી જશે.”
― કૃષ્ણાયન
― કૃષ્ણાયન
“હું તો અહીં જ છું. અહીં જ રહેવાનો છું... અવર-જવર તો આપણા મનની હોય છે પ્રિયે. બાકી, આવવું અને જવું એવી કોઈ પ્રક્રિયા હોતી જ નથી. હોય છે માત્ર એક બિંદુથી બીજા બિંદુનો સમયગાળો અને આ બે બિંદુની વચ્ચે ક્યાંક આપણું અસ્તિત્વ. આ ક્ષણે હું અને તું એકબીજામાં પરોવાયેલાં બેઠાં છીએ. આ ક્ષણનું સત્ય એટલું જ છે. ગઈ તે ક્ષણ અને આવનારી ક્ષણ — બે એવાં બિંદુ છે, જ્યાંથી આપણે આવ્યાં છીએ અને જે તરફ જઈ રહ્યાં છીએ. પ્રત્યેક ક્ષણ પ્રસ્થાનની ક્ષણ છે પ્રિયે. પ્રસ્થાન નિશ્ચિત છે. માત્ર ક્યારે? એ પ્રશ્નનો જ ઉત્તર નથી હોતો આપણી પાસે. અને એ ઉત્તર નથી એટલે જ બે બિંદુ વચ્ચેની આ યાત્રા આટલી રસપ્રદ છે, આટલી ગમતી છે, સમજી?”
― કૃષ્ણાયન
― કૃષ્ણાયન
