dunkdaft’s Reviews > Aajukhele > Status Update
dunkdaft
is on page 132 of 248
મને સમજાઇ ગયું હતું કે ભવિષ્યે કદાચ પણ હું કશુંક તો કરીશ તેને પ્રમાણિત કરાવવા મારે નિષ્ણાતો પાસે નહીં જવું પડે. કારણ કે હું જે કંઈ કરીશ તે બીજી ક્ષણથી જ મારું નહીં રહે, લોકોનું થઈ જશે લોકો તેને પોતાની રીતે માણશે કે નહીં માણે. મારું નથી તેનું શું થશે તે ચિંતા હું શા કાજે કરું? લોકોનું છે લોકો કરશે.
— May 07, 2023 02:44AM
Like flag
dunkdaft’s Previous Updates
dunkdaft
is on page 90 of 248
માણસ સામે દીવાલો અને ફેકલ્ટી વગરનું બહુ મોટું વિશ્વ વિદ્યાલય છે. સવાલ માત્ર તેમાં પ્રવેશ લેવાનો છે.
— May 04, 2023 07:14PM
dunkdaft
is on page 77 of 248
સંસ્કાર અને સંસ્કારિતાનો ખ્યાલ કંઇક જબરી ગરબડવાળી વસ્તુ છે અને દરેક જણ તેને પોતાની રીતે મૂલવે છે. એટલે એમાં પડવા જેવું નથી.
— May 04, 2023 08:32AM
dunkdaft
is on page 62 of 248
જે ગામે, જેવી હોય તેવી નિશાળે હું ગામના છોકરાઓ સાથે જતો કે ન જતો. નથી મને સમયસર નિશાળે બેસાડવાની માથાકૂટ કરાઈ, ન તો હું છું અને કેવું ભણું છું તે પૂછાયું. નથી કોઈએ મારું પ્રગતિપત્રક જોવા માંગ્યું. મારા કોઈ એક શિક્ષક નથી. પૃથ્વી, આકાશ, જળ-વાયુ, અંધકાર અને ઉજાસ બધાએ મને કંઈનું કંઈ જ્ઞાન આપ્યું છે. એમાંથી જેટલું સમજણમાં ફેરવાયું હશે તે મને કામ આવ્યું હશે.
— May 04, 2023 07:44AM
dunkdaft
is on page 62 of 248
જોકે નામ લખાઈ ગયા છતાં, અને નિશાળે જવા છતાં હું ત્યાં જઈને ભણતો જ તેવું નહોતું. મને શિક્ષિત કરવાનું કામ માત્ર અને માત્ર દ્રશ્યોએ, અવાજોએ, સ્પર્શોએ, ઘટનાઓએ, મને મળેલા મનુજો, અન્ય સજીવ-નિર્જીવોએ અને સંજોગોએ જ કર્યું છે. ના કોઈ નિશાળે નહીં, કોઈ ગુરુ કહેવાતા શિક્ષકોએ નહીં.
— May 04, 2023 07:40AM
dunkdaft
is on page 30 of 248
નફરત ભર્યા યુદ્ધો પછી ફરી બેઠા થવામાં પ્રજાઓને એ જ અજાણ્યો જાદુ, એ જ અગત્યની વાત અને એ જ મૂંગા સંદેશાઓ કામ આવ્યા છે. એમાં કઈ અને કેવી શક્તિ હશે તે કોઈ નથી જાણતું. પણ જગત આખું જોતું આવ્યું છે કે, ગમે તેટલી બાંધો દિવાલો તૂટીને જ રહે છે.
— May 04, 2023 07:31AM
dunkdaft
is on page 10 of 248
નિશાળનું ભણતર તો શરૂ થાય ત્યારે, ત્યાં સુધી મારે મારી પંચેન્દ્રિયો મને જે સમજાવે તેને ઉકેલવાની મથામણ કરવાની હતી. તે હું કરતો. પોતાને ન સમજાતા શબ્દો વિશે બાળક પોતાની મેળે અર્થો કરીને ગાડું ગબડાવે તે ઉંમર ધીરે ધીરે દૂર સરતી જતી હતી.
— May 04, 2023 07:28AM

