(?)
Quotes are added by the Goodreads community and are not verified by Goodreads. (Learn more)
Jitesh  Donga

“જોબ બીજું કંઈ નહીં પણ આજના સમયની આધુનિક ગુલામી છે. પહેલાંના લોકોની જૂની ગુલામીથી થોડી બહેતર, પણ દિવસે ને દિવસે આપણી લાઇફને અને ટાઇમને મારનારી ગુલામી. તમને તમારી ઓકાતથી ઓછો પગાર આપવામાં આવે છે. એટલો પગાર કે જેમાંથી તમે જૂના ગુલામોની જેમ માત્ર મહિનો કાઢી શકો. આ સફેદ દીવાલોની વચ્ચે, મોટા બિલ્ડિંગમાં શણગારેલી એવી નિર્જીવ જગ્યા છે કે જ્યાં તમે આપેલું કામ યોગ્ય રીતે કરી ના શકો તો તમને શબ્દોના ચાબુક પડે છે. તમારા શરીરને સ્પર્શ્યા વિના શબ્દોથી અને ઇમેઇલથી ઇજ્જતનાં કપડાં ઊતરે છે. અરે ઘણી લેડીઝને તો હકીકતમાં કપડાં ઉતારવા મજબુર કરીને પ્રમોશનના નામે અબ્યુઝ કરાય છે.
દુઃખની વાત એ છે કે આ બધું રણમાં દેખાતા પાણી જેવો ભ્રમ છે! તમને લાગે છે કે તમારા જોબ ફ્રેન્ડસ તમારા સાચા ફ્રેન્ડસ છે, પણ એ બધા નકલી નકાબ પહેરેલા તમારા ગળાકાપ સ્પર્ધકો છે. મૂર્ખા ગુલામો પોતાના સાચા દોસ્તોને પણ જોબની પાછળ ભૂલી જાય છે. જે રીતે હું વિજયને ભૂલી ગયો છું. તમે જોબ ચાલુ કર્યા પછી રિયલ ફ્રેન્ડસ બનાવવાનું પણ ભૂલી જાઓ છો.
અને ખબર છે અનુરાગ... અહીં એક છૂપી લક્ષ્મણરેખા છે કે તમે તમારા માલિકથી વધુ કમાવાનું વિચારો પણ નહીં. ભલે તમારો બોસ, કે માલિક મૂરખનો સરદાર હોય, ‘એની જિંદગી ફ્લોપ છે’ એ તમને દેખાતું હોય, પણ તમારે સ્વીકારવું પડે છે કે તમે એવા માણસોની દયાથી અહીં કામ કરી રહ્યા છો જેમની પાસે પાવર છે. તમે તમારા જીવનમાં ભલે કંઈ પણ સફળતા મેળવી હોય, કંપનીના મોટા પ્રોજેક્ટ કર્યા હોય, એ લોકો હંમેશાં તમારા ઉપર ભરોસો મીકશે નહીં. એક દિવસ તમે સ્વીકારી લો છો કે તમારે રોજના દસ-બાર કલાક એવી જગ્યાએ જવાનું છે જ્યાં તમને જીવવું ગમતું નથી, જ્યાં જવું તમને ગમતું નથી, જ્યાં તમે તમારા સમયને મારી નાખી રહ્યા છો, જ્યાં તમે તમારા દિવસના સૌથી ક્રિએટિવ-જાગૃત સમયને કોઈ બીજા માણસના ખિસ્સાં ભરવા ખર્ચી રહ્યા છો, જ્યાં રહેલી તમારી આસપાસની કાચની દીવાલો તોડવાનો અધિકાર તમને નથી, જ્યાં તમને દર મહિનાને અંતે હાથમાં સેલરી ચેક લેતા અનુભૂતિ થાય છે કે આ ચેક આપીને કંપનીએ મારી જિંદગીનો એટલો ટુકડો ખરીદી લીધો છે, મને ગુલામની જેમ વાપરી લીધો છે.
આ એવી આધુનિક જેલ છે જ્યાં તમને શંકા જાય કે બાજુની ઓફિસમાં કોઈ બે વ્યક્તિ તમારી વિશે વાતો કરી રહ્યું છે, ત્યારે તમે લગભગ સાચા જ હો છો. આ જેલમાં દરેક કેદી એકબીજાની પીઠ પર છૂરો ભોંકવા બેઠો છે. આ જેલમાં તમને ખબર પડે છે કે ‘કોઈ મસ્ત ફાડુ જોબ કરીશ’ એવું વિચારીને કોલેજની ડિગ્રી પાછળ ખર્ચેલા લાખો રૂપિયા તમને વ્યર્થ હતા. તમે કોઈ મોટા કૌભાંડમાં ફસાયા હોય એવું લાગે છે અને તમારી આવનારી પેઢીને તમે આ કૌભાંડમાં ફસાતા બચાવી પણ નથી શકતા, કારણ કે તમારી પાસે જ કોઈ રસ્તો નથી હોતો. એક આંધળો બીજાને અંધ બનાવે છે.”

Jitesh Donga, નોર્થ પોલ [North Pole]
Read more quotes from Jitesh Donga


Share this quote:
Share on Twitter

Friends Who Liked This Quote

To see what your friends thought of this quote, please sign up!

0 likes
All Members Who Liked This Quote

None yet!


This Quote Is From

નોર્થ પોલ [North Pole] નોર્થ પોલ [North Pole] by Jitesh Donga
140 ratings, average rating, 29 reviews

Browse By Tag