(?)
Quotes are added by the Goodreads community and are not verified by Goodreads. (Learn more)
Kaajal Oza Vaidya

“સ્ત્રી જાણે છે કે પુરુષ માટે એના પરિવારજનો મહત્ત્વના છે, પુરુષના પરિવારને અપશબ્દો કહેવા, એની માનું અપમાન કરવું કે એને સરખી રીતે ન રાખવી, પતિનો ગુસ્સો પતિની હાજરીમાં જ સંતાનો પર ઉતારવો વગેરે બ્લૅકમેઇલિંગનાં હથિયારોનો ઉપયોગ ઘણી સ્ત્રીઓ કહે છે. નાક દબાવીને મોઢું ખોલાવવાની આ આખીયે પ્રક્રિયા પુરુષ માટે બહુ પીડાદાયક પુરવાર થાય છે. પોતાના પૌરુષના મોહરાને સાચવી રાખીને એણે સમાજમાં સુખી લગ્નજીવનનો દંભ કરતા રહેવાનું છે, તો બીજી તરફ ઘરમાં દાખલ થતાં જ ક્યારે બૉમ્બ ફાટશે એના ભય હેઠળ જીવવાનું છે. ક્યારે પ્રિયતમા કે પત્નીનો મિજાજ છટકશે, મૂડ બગડી જશે કે કઈ વાતે ખોટું લાગશે એનો ભાર મગજ પર રાખીને વર્તવાનું છે... આવી રીતે જીવવું સહેલું નથી. ગળાકાપ હરીફાઈના બજારમાં સફળતાને પુરવાર કરતા રહેવાનું અને સુખ માટે ઝંખતા રહેવાનું... ગમે તેટલા પૈસા વાપરવા આપે, ગમે તેટલી સગવડ ઊભી કરે કે મિજાજ સાચવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તેમ છતાં જો પતિ શાંતિ ન પામી શકે તો એને માટે એ લગ્નજીવન અર્થહીન પુરવાર થાય છે. રસોઈ કરી આપવી, સગવડ સાચવવી, સંતાન ઉછેરવા કે ઘર ચોખ્ખું રાખવું એ કદાચ એટલાં મહત્ત્વનાં કાર્યો નથી, જેટલું અગત્યનું કામ પોતાનો મૂડ સારો રાખવાનું અને શાંતિ જાળવવાનું છે. પથારીમાં ગમે તેટલું સુખ આપતી પત્ની પણ જો કર્કશા હોય તો અંતે પુરુષ મુક્તિની દિશા જ શોધે છે... હાર્ટઅટેક, બ્લડપ્રેશર, ડાયાબિટીસમાંથી બચવા માટે પુરુષ લગ્નેતર સંબંધનો આશરો લેતો હશે?”

Kaajal Oza Vaidya, Blue Book 1
Read more quotes from Kaajal Oza Vaidya


Share this quote:
Share on Twitter

Friends Who Liked This Quote

To see what your friends thought of this quote, please sign up!

0 likes
All Members Who Liked This Quote

None yet!


This Quote Is From

Blue Book 1 Blue Book 1 by Kaajal Oza Vaidya
6 ratings, average rating, 1 review

Browse By Tag