Power Of Positive Thinking (Gujarati)
Rate it:
0%
Flag icon
સપનાં
3%
Flag icon
“હું ઈસુ ખ્રિસ્તની મદદથી બધાં જ કામ કરી શકું તેમ છું કારણ કે તેઓ જ મને શક્તિ આપે છે.”
4%
Flag icon
એમનામાં રહેલી લઘુતાગ્રંથિ દૂર કરી શકાઈ. શ્રદ્ધા કેવી રીતે રાખવી એ પણ એમને શીખવવામાં આવ્યું હતું. એમને કેટલાંક માર્ગદર્શક સૂચનો આપ્યાં
5%
Flag icon
મોટા ભાગની પ્રાર્થનાઓ ઉપરછલ્લી હોય છે. એમનું કહેવું હતું, “સાચી આસ્થા મેળવવા માટે તમારે ઊંડાણભરી પ્રાર્થનાઓ કરતાં શીખવું પડશે. ઈશ્વર તમારી પ્રાર્થનાના સ્વરૂપ પ્રમાણે તમને પરિણામ આપશે.”
5%
Flag icon
ગાયક રૉલૅન્ડ હૅયઝે એમના દાદાજીની વાત કરતાં મને કહ્યું હતું કે દાદાજી બહુ ભણેલા નહોતા, પરંતુ એમનામાં અનેરું જન્મજાત ડહાપણ હતું. દાદાજીએ કહ્યું હતું, “ઘણીબધી પ્રાર્થનાઓમાં ઊંડાણ હોતું નથી.” તમારી પ્રાર્થનાઓને તમારી શંકાઓ, તમારા ડર, તમારી મર્યાદાઓના ઊંડાણ સુધી લઈ જાઓ. તમારી મર્યાદાઓને ચૂસી શકે એવી ગહન અને મોટી પ્રાર્થનાઓ કરો, તમારામાં શક્તિશાળી અને ચેતનવંતી શ્રદ્ધાનો ઉદય થશે.
5%
Flag icon
અને વિશ્વાસ વિશેના વિચારોનો પ્રવાહ વધારી દેવો જોઈએ. જો તમે તમારા મગજને નવેસરથી તૈયાર કરવા માગતા હો અને એને શક્તિ ઉત્પાદન કરતો પ્લાન્ટ બનાવવા માગતા હો તો રોજિંદા જીવનની વ્યસ્ત ઘટમાળમાં વિચારોનું શિસ્ત જરૂરી છે.
6%
Flag icon
“જો તમારામાં આસ્થા છે તો તમારા માટે કશું જ અશક્ય નથી”
6%
Flag icon
“જો ઈશ્વર તમારી સાથે છે, તો તમારા વિરુદ્ધ કોણ હોઈ શકે?”
8%
Flag icon
જો તમે માનસિક રૂપે તમારી સારી બાજુઓ પર ધ્યાન આપશો, એને તમારી સંપત્તિ માનીને એની યાદી બનાવશો, એના પર તમારા વિચારોને કેન્દ્રિત કરશો અને એને જ મહત્ત્વ આપશો તો તમે કોઈ પણ પ્રકારની તકલીફને પાર કરી શકશો. એનાથી તમારી આંતરિક તાકાત બહાર પ્રગટવા લાગશે અને ઈશ્વરની મદદથી તમે તમારા પરાજયની ખાઈમાંથી વિજયના શિખર સુધી પહોંચી શકશો.
8%
Flag icon
આત્મવિશ્વાસની ખામી દૂર કરવા માટેની વિચારણામાં ઈશ્વર પર સાચી શ્રદ્ધા સૌથી વધારે કામ લાગે છે. ઈશ્વર સાથે જ તમારી સાથે છે અને તમને મદદ કરી રહ્યો છે એ વિચારને દૃઢતાથી સેવો. ધર્મના પાયાની વાત છે — સર્વશક્તિમાન ઈશ્વર તમારો સાથીદાર છે, એ તમારી સાથે જ રહેશે, તમને મદદ કરશે અને સફળતા અપાવશે. આત્મવિશ્વાસ વધારવા માટે આ મૂળભૂત વિશ્વાસથી મહત્ત્વપૂર્ણ બીજો કોઈ વિશ્વાસ નથી, પણ એનો અમલ કરવો જરૂરી છે. આ માન્યતાને દૃઢ કરવા માટે ‘ઈશ્વર મારી સાથે છે, ઈશ્વર મને મદદ કરી રહ્યો છે, ઈશ્વર મને માર્ગ બતાવી રહ્યો છે’ એ એક જ વાતનું વારંવાર પુનરૃચ્ચારણ કરતા રહેવું જોઈએ. દરરોજ થોડી મિનિટો ઈશ્વરના સાક્ષાત્કા૨ની કલ્પનામાં ...more
8%
Flag icon
બાસિલ કિંગે એક વાર કહ્યું હતું, “બહાદુર બનો — અને તાકાતવાન શક્તિઓ તમારી સહાય કરવા આવશે.”
8%
Flag icon
ઇમર્સને એક મહાન સત્યની વાત કરતાં કહ્યું હતું, “જે લોકો જીતમાં શ્રદ્ધા ધરાવે છે એ લોકો જીતે જ છે.” એમણે એ પણ કહ્યું હતું, “જે કામ કરવાથી તમને ડર લાગતો હોય એ કામ અવશ્ય કરો, ડરનું મૃત્યુ નિશ્ચિત છે.”
9%
Flag icon
“જો ઈશ્વર આપણી સાથે હોય તો કોણ આપણાથી વિરુદ્ધ હોઈ શકે?”
9%
Flag icon
“હું ઈસુની સહાયથી બધાં કાર્યો કરી શકું તેમ છું, કારણ કે એ જ મને શક્તિ આપે છે”
10%
Flag icon
દિવસમાં ઓછામાં ઓછા બે વાર બધા જ વિચારોને બહાર કાઢીને તમારા મગજને ખાલી કરો. જરૂર પડે તો આ પ્રક્રિયા વધારે વાર પણ કરો. તમારા
11%
Flag icon
‘શાંતિ’ (tranquillity) એક એવો જ શબ્દ છે. એને વારંવાર ધીમેધીમે બોલો. એ શબ્દને બોલવાથી જ તમને શાંતિનો અનુભવ થશે. ઇલાજ કરે એવો બીજો શબ્દ છે — ‘આરામ’ (serenity). એ શબ્દ બોલતી વખતે મનમાં આરામની છબિ ઊભી કરો અને એને વારંવાર બોલો. ‘આરામ’ શબ્દ જે સ્થિતિનો પ્રતીક છે એવા જ મૂડમાં આવી જાઓ. જ્યારે આપણે આ પદ્ધતિથી શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એમાં આપણો ઇલાજ કરવાની શક્તિ આવી જાય છે.
11%
Flag icon
“કશાયથી વિચલિત ન થાઓ. કશાયથી ડરો નહીં. ઈશ્વર સિવાય બીજું બધું જ પસાર થઈ જાય
11%
Flag icon
છે. માત્ર ઈશ્વર જ પર્યાપ્ત છે.”
12%
Flag icon
આપણે જે શબ્દો બોલીએ છીએ તેની સીધી અને સ્પષ્ટ અસર આપણા વિચારો પર પડે છે. વિચારોથી શબ્દો બને છે કારણ કે શબ્દો વિચારોનું વાહન છે, પરંતુ શબ્દોનો પણ વિચારો પર પ્રભાવ પડે છે.
13%
Flag icon
“મૌનની સાધના કરનાર મારાં પરિચિતોમાંથી કોઈ પણ પુરુષ કે સ્ત્રીને મેં બીમાર પડતાં જોયાં નથી. મેં જોયું છે કે મેં જ્યારે જ્યારે વાણી અને મૌન વચ્ચેનું સામંજસ્ય જાળવ્યું નથી ત્યારે જ મારા માટે માનસિક કષ્ટનો સમય આવ્યો છે.” સ્ટાર ડૅલીના મતે મૌનમાં આધ્યાત્મિક ઉપચાર કરવાની શક્તિ રહેલી છે. સંપૂર્ણ મૌનના અભ્યાસથી જે આરામ મળે છે તેનાથી કેટલાય માનસિક રોગોનો ઇલાજ થઈ જાય છે.
14%
Flag icon
તમારા મગજને શાંતિપૂર્ણ અનુભવો, શાંતિદાયક શબ્દો અને વિચારોથી તરબતર કરી દો.
17%
Flag icon
એક પ્રસિદ્ધ રાજનેતાએ એક દિવસમાં સાત ભાષણ આપ્યાં, ત્યાર પછી પણ એ બિલકુલ થાક્યા નહોતા. મેં એમને પૂછ્યું: “સાત-સાત ભાષણો આપ્યા પછી પણ તમે થાક્યા નથી, એનું કારણ શું?” એમણે કહ્યું: “કારણ કે હું મારા ભાષણમાં જે કાંઈ કહું છું તેમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું. હું મારી માન્યતાઓ વિશે ઉત્સાહી હોઉં છું.”
18%
Flag icon
સ્વ. ન્યૂટ રૉકને અમેરિકાના મહાન ફૂટબૉલ કોચમાંના એક હતા. એમણે કહ્યું હતું કે જ ખેલાડી એની લાગણીઓને જ્યાં સુધી આધ્યાત્મિક નિયંત્રણમાં રાખે નહીં ત્યાં સુધી એનામાં પૂરતી ઊર્જા પેદા થશે નહીં. એમણે ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ પોતાની ટીમમાં એવા કોઈ ખેલાડીને લેશે નહીં, જેના મનમાં સાથી ખેલાડી માટે સાચો મૈત્રીભાવ નહીં હોય. એમણે કહ્યું હતું: “મારે દરેક ખેલાડીમાંથી વધારે ને વધારે ઊર્જા બહાર લાવવી છે — અને મેં જોયું છે કે જ્યાં સુધી એ બીજા માણસને ધિક્કારતો હશે ત્યાં સુધી એ શક્ય બનવાનું નથી. ધિક્કારની વૃત્તિ શક્તિનો માર્ગ રોકે છે.
21%
Flag icon
“તમારામાં જેટલી શ્રદ્ધા હશે એટલું ફળ તમને મળશે.” (મેથ્યુ ૯:૨૯). અને “તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે તમે ઇચ્છેલી બાબતો તમને મળી રહી છે એ વિશે શ્રદ્ધા રાખો — અને એ તમને મળશે જ.”
25%
Flag icon
એમાં સૌથી પ્રભાવક રીતોમાંથી એક મને ફ્રૅંક લૉબાકના ઉત્તમ પુસ્તક “પ્રેયર, ધ માઈટિએસ્ટ પાવર ઈન ધ વર્લ્ડ”માંથી મળી છે. હું એ પુસ્તકને પ્રાર્થના વિશેનાં સૌથી શ્રેષ્ઠ વ્યાવહારિક પુસ્તકોમાંનું એક ગણું છું, કારણ કે એમાં વ્યવહારજગતમાં અસરકારક બને એવી પ્રાર્થનાની પદ્ધતિઓનું આલેખન કરવામાં આવ્યું છે. ડૉ. લૉબાક માને છે કે પ્રાર્થનાથી વાસ્તવિક શક્તિ ઉત્પન્ન થાય છે. એમની પ્રાર્થના કરવાની એક રીત જોઈએ. તેઓ રસ્તા પર ચાલતા હોય છે ત્યારે આસપાસના લોકો ઉપર પ્રાર્થના ‘શૂટ’ કરે (ઝડપી ગતિથી ફેંકે છે.). તેઓ આ પ્રકારની પ્રાર્થના માટે ‘ફ્લેસ પ્રેયર’ (વીજળીના ચમકારા જેવી પ્રાર્થના) શબ્દ વાપરે છે. તેઓ રસ્તા પર પસાર થઈ ...more
26%
Flag icon
તેઓ બસમાં બેઠેલા અન્ય પ્રવાસીઓ તરફ પણ પ્રાર્થનાના ચમકારા ફેંકે છે. એકવાર તેઓ એક ઉદાસ લાગતા માણસની પાછળ બેઠા હતા. ડૉ. લૉબાક બસમાં ચઢ્યા ત્યારે એ માણસ તરફ એમનું ધ્યાન ખેંચાયું હતું. એ માણસનાં ભવાં
26%
Flag icon
ચઢેલાં હતાં. એમણે એ માણસ તરફ શુભેચ્છા અને શ્રદ્ધાથી ભરેલી પ્રાર્થનાઓનો મારો ચલાવ્યો. એમણે એવી કલ્પના કરી કે એમની પ્રાર્થનાઓ એ માણસની ચારે બાજુ વીંટળાઈ વળી છે અને એના મગજમાં પ્રવેશી રહી છે. અચાનક એ માણસ પોતાના માથાની પાછળ હાથ ફેરવવા લાગ્યો. જ્યારે એ બસમાંથી ઊતર્યો ત્યારે એની તંગ ભ્રમરો અદૃશ્ય થઈ ગઈ હતી અને એના મોઢા પર મલકાટ દેખાતો હતો. ડૉ. લૉબાકને ખાતરી છે કે એમણે ઘણી વાર પ્રવાસીઓથી ભરેલી કાર કે બસના વાતાવરણને ‘ચારે બાજુ પ્રેમ અને પ્રાર્થનાઓ વીંઝીને’ બદલી નાખ્યું છે. પુલમેન ક્લબ કારમાં એક અર્ધપીધેલો માણસ ખૂબ જ અવિવેકી અને તોછડું વર્તન કરી રહ્યો હતો. એ એટલો બધો દંભી વાતો કરતો હતો કે એ બધાને ખૂબ ...more
This highlight has been truncated due to consecutive passage length restrictions.
26%
Flag icon
માણસના મગજમાં વીસ લાખ જેટલી નાનકડી સ્ટોરેજ બેટરીઓ આવેલી હોય છે. માણસનું
26%
Flag icon
મગજ વિચારો અને પ્રાર્થના વડે શક્તિ મોકલાવી શકે છે. માનવશરીરની ચુંબકીય શક્તિને પ્રત્યક્ષપણે તપાસવામાં આવી છે. આપણા શરીરમાં નાનાં-નાનાં હજારો ‘પ્રેષક’ કેન્દ્રો આવેલાં હોય છે. જ્યારે આ કેન્દ્રોને પ્રાર્થના દ્વારા જાગ્રત કરવામાં આવે છે ત્યારે વ્યક્તિમાં અને વ્યક્તિઓની વચ્ચે પ્રચૂર શક્તિ પ્રવાહિત કરી શકાય છે. પ્રાર્થના વડે આપણે શક્તિને મોકલાવી શકીએ છીએ, પ્રાર્થના ‘મોકલનાર’ અને ‘સ્વીકારનાર’ એમ બંને પ્રકારના કેન્દ્રનું કામ કરે છે.
26%
Flag icon
હું એક વ્યક્તિને મદદ કરવાનું કામ કરી રહ્યો હતો. એ દારૂડિયો હતો અને લગભગ છ મહિનાથી ‘ડ્રાય’ (તરસ્યો) હતો — એટલે કે એણે દારૂ પીધો નહોતો. એક વાર એ બિઝનેસ ટૂર પર બહારગામ ગયો હતો. એક મગળવારના બપોરે ચાર વાગ્યે મને પ્રબળ ભાસ થયો કે એ મુશ્કેલીમાં છે. કોણ જાણે કેમ, મને એ માણસ વારંવાર યાદ આવવા લાગ્યો. કોઈ શક્તિ મને એના તરફ ખેંચી રહી હતી. એથી મેં મારું બધું કામ બંધ કરી નાખ્યું અને એના માટે પ્રાર્થના કરવા લાગ્યો. લગભગ અર્ધો કલાક પ્રાર્થના કરી. પછી એના વિશે થયેલો ભાસ ઓસરી ગયો. મેં પ્રાર્થના કરવાનું બંધ કર્યું. થોડા દિવસો પછી એનો ફોન આવ્યો. એણે મને જણાવ્યું, “હું ગયું આખું અઠવાડિયું બોસ્ટનમાં હતો. હું તમને ...more
This highlight has been truncated due to consecutive passage length restrictions.
26%
Flag icon
નથી જ કહ્યું.” પછી મેં એને ગયા મંગળવારે મને એના વિશે કેવી આભાસ થયો હતો અને મેં એના માટે અર્ધો કલાક પ્રાર્થના કરી હતી એ વિશે વાત કરી. એ આશ્ચર્યમાં ડૂબી ગયો. એણે કહ્યું, “હું હોટલમાં હતો અને બારની સામે ઊભો રહી ગયો હતો. મારા મનમાં જબરદસ્ત સંધર્ષ ચાલી રહ્યો હતો. હું તમારા વિશે વિચારવા લાગ્યો હતો કારણ કે એ વખતે મને સખત મદદની જરૂર હતી, છેવટે હું પ્રાર્થના કરવા લાગ્યો.” એની પ્રાર્થના મારા સુધી પહોંચી હતી અને મેં પણ ...
This highlight has been truncated due to consecutive passage length restrictions.
28%
Flag icon
આ દુનિયામાં બાળક જેવા સાફદિલ અને સરળ વિચારોની સાથે જીવવાની પદ્ધતિ શ્રેષ્ઠ પદ્ધતિ છે. બીજા શબ્દોમાં કહીએ તો ક્યારેય માનસિક રીતે વૃદ્ધ, નિરસ અને જડ બનો નહીં. કૃત્રિમ બનો નહીં.
29%
Flag icon
“ખુશમિજાજ માણસ હંમેશાં ઉત્સવ ઊજવે છે.”
29%
Flag icon
સુખની આદત માત્ર પ્રસન્ન વિચારો જ કરતા રહેવાથી વિકસે છે. સુખદ વિચારોની માનસિક યાદી તૈયાર કરો અને દરરોજ તમારા મનમાં એ વિચારોને વારંવાર યાદ કરતા રહો.
29%
Flag icon
આવતી કાલે આ પ્રમાણે કરી જુઓ: જાગ્યા પછી આ વાક્ય ત્રણ વાર મોટેથી બોલો — “આજનો દિવસ પ્રભુએ બનાવ્યો છે, અમે ખુશ રહીંશું અને આનંદ લુંટશું.” (ભજન-૧૧૮:૨૪) આ વાક્યને અંગત બનાવો અને બોલો: “હું આનંદમાં રહીશ અને મજા કરીશ.” આ વાક્યને મોટા-સ્પષ્ટ અવાજમાં, સકારાત્મક ટૉન સાથે અને ભારપૂર્વક ફરીફરીને બોલતા રહો. અલબત્ત, આ વાક્ય બાઇબલમાં છે, પણ તેમાં દુ:ખને ભગાડવાની તાકાત રહેલી છે. જો તમે એ વાક્યને સવારના નાસ્તા પહેલાં ત્રણ વાર બોલશો અને એના અર્થ પર ધ્યાન ધરશો તો માનસિક રીતે પ્રસન્નચિત્ત બનીને દિવસની શરૂઆત કરવાથી તમે તમારો આખો દિવસ સુધારી શકશો.
30%
Flag icon
ટૉલ્સ્ટૉયે કહ્યું છે: “જ્યાં પ્રેમ હોય છે ત્યાં ભગવાનનો વાસ હોય છે.” આપણે તેમાં ઉમેરી શકીએ: જ્યાં ભગવાન અને પ્રેમ વસે છે ત્યાં સુખ-પ્રસન્નતા હોય છે. એથી વ્યાવહારિક જગતમાં
31%
Flag icon
સુખ ઊભું કરવા માટે પ્રેમની ભાવના ફેલાવવાની જરૂર છે.
31%
Flag icon
એ કાર્ડમાં લખ્યું છે: “સુખી થવાનો માર્ગ: તમારા હૃદયને ધિક્કારવૃત્તિથી મુક્ત રાખો, તમારા મગજને ચિંતાથી મુક્ત કરી દો. સાદાઈથી જીવો, ઓછાની અપેક્ષા રાખો, ઘણું આપો. તમારા જીવનને પ્રેમથી ભરી દો. ઉજ્જ્વળ પ્રકાશ વહેંચતા ચાલો. જાતને ભૂલી જાઓ, અન્ય લોકો વિશે વિચારો. બીજા લોકો સાથે એવો જ વ્યવહાર કરો, જેવો તમે તમારા માટે ઇચ્છો છો. આ પદ્ધતિનો એક અઠવાડિયું અમલ કરો, તમે આશ્ચર્ય પામી જશો.”
35%
Flag icon
એક ડૉક્ટરે એના બિઝનેસમૅન દરદીને જરા વિચિત્ર લાગે તેવી સલાહ આપી હતી. એ દરદી આક્રમક અને અતિ મહત્ત્વાકાંક્ષી માણસ હતો. એણે ઉત્તેજના સાથે ડૉક્ટરને કહ્યું હતું, મારે ખૂબ કામ કરવું પડે છે. મારે મારું કામ કોઈ પણ સંજોગોમાં પૂરું કરવું જ પડે, નહીં તો તકલીફ ઊભી થઈ જાય. “હું દરરોજ સાંજે કામથી ભરેલી મારી બ્રીફકેસ લઈને ઘેર આવું છું.” એણે મૂંઝાયેલા અવાજમાં કહ્યું. “તમે શા માટે રાતે ઘરમાં કામ કરો છો?” ડૉક્ટરે પૂછ્યું, એણે ચીડ સાથે કહ્યું, “મારે કરવું જ પડે.” “બીજી કોઈ વ્યક્તિ કરી શકે નહીં, તમને કોઈ મદદ કરી શકે કે નહીં?” ડૉક્ટરે પૂછ્યું. “ના રે ના…” દરદીએ તરત જવાબ આપ્યો, “મારાં કામ માત્ર હું જ કરી શકું. એટલું ...more
This highlight has been truncated due to consecutive passage length restrictions.
35%
Flag icon
છો. હું ઇરછું છું કે તમે એક કબરના પથ્થર ઉપર બેસીને આ વાક્ય વારંવાર બોલો: “…તમારી (ઈશ્વરની) દૃષ્ટિમાં હજાર વર્ષો ગઈ કાલે જ વીતેલા દિવસ જેવાં અથવા રાતના એક પ્રહર જેવાં હોય છે.”
36%
Flag icon
એક ચૅમ્પિયનશીપ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ખેલાડીએ એના હોશિયાર કોચ વિશે મને વાત કરી. એ કોચ એની ટીમને ઘણી વાર કહેતો: “આ અથવા બીજી કોઈ પણ નૌકા સ્પર્ધાને જીતવા માટે ધીરેધીરે હોડી ચલાવો.” એણે કહ્યું હતું કે બિનજરૂરી ઝડપથી હોડી ચલાવવાથી હલેસાંની ગતિ તૂટી જાય છે — અને એનો લય એક વાર તૂટે પછી જીતવા માટેનો લય ફરીથી મેળવવામાં તકલીફ પડે છે. એ દરમિયાન અવ્યવસ્થિત ગ્રુપની હોડી કરતાં બીજા સ્પર્ધકો આગળ નીકળી જાય છે. એ કોચે ખરેખર સોનેરી સલાહ આપી હતી — “ઝડપથી જવા માટે ધીરેથી હલેસાં મારો.”
38%
Flag icon
રિલૅક્સ થઈને ખુરસી ઉપર બેસો. તમારી જાતને ખુરસીના હવાલે કરી દો. તમારા પગના અંગૂઠાથી માંડીને માથાના ઉપરના ભાગ સુધીનાં અંગોને રિલૅક્સ થતાં અનુભવો. બોલતા રહો: “મારા અંગૂઠા રિલૅક્સ છે, મારી આંગળીઓ રિલૅક્સ છે, મારા મોઢાના સ્નાયુઓ રિલૅક્સ છે.” ૨. તમારા મગજમાં એક તળાવની કલ્પના કરો. વાવાઝોડાને કારણે તળાવમાં પાણી ઊછળે છે એવું કલ્પો. ધીરેધીરે ઊછળતું પાણી શાંત પડવા લાગ્યું છે અને તળાવની સપાટી સ્થિર-શાંત થવા લાગી છે એવું વિચારો. ૩. બે-ત્રણ મિનિટ સુધી તમે અગાઉ જોયેલાં સુંદર-શાંત દશ્યોને તમારા મગજમાં યાદ કરો. જેમકે તમે પહાડ પરથી જોયેલું સૂર્યાસ્તનું દૃશ્ય કે સવારના પહોરમાં તમે અનુભવેલી ઘુંધભરી ખીણની શાંતિ, ...more
41%
Flag icon
જે માણસ એની જિંદગીને બધું જ આપી દે છે એ માણસને જિંદગી કદી પણ નિષ્ફળતા આપતી નથી.
41%
Flag icon
તમારા લક્ષ્યસ્થાન પર તમારું હૃદય ફેંકો, તમારું શરીર આપમેળે પાછળ ખેંચાઈ આવશે. આ વાક્યમાં અદ્ભુત તાકાત સમાયેલી છે.
41%
Flag icon
ઈમર્સને કહ્યું છે: “તમે જે ઇચ્છતા હો એનાથી સાવધાન રહો કારણ કે તમે જે ઇચ્છશો એ જ તમને મળશે.”
43%
Flag icon
તો ઇચ્છિત વસ્તુને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવા માટેની સાદી ફૉર્મ્યુલા એ છે કે તમે જે ચીજ ઇચ્છતા હો એને બરાબર સમજો, તમે જે ઇચ્છો છો એ તમારા માટે યોગ્ય છે કે નહીં એ તપાસી જાઓ, ત્યાર પછી તમે ઇચ્છેલું તમને સ્વાભાવિક રીતે મળે એવી સ્થિતિ ઊભી કરવા માટે તમારી જાતને બદલો — અને હંમેશાં શ્રદ્ધા રાખો. તમારી શ્રદ્ધાની સર્જનાત્મક તાકાત વડે તમે તમારી ઇચ્છા પૂરી કરે એવા સંજોગો ઊભા કરી શકો છો.
43%
Flag icon
તમારું લક્ષ સ્પષ્ટ જ હોવું જોઈએ. ઘણા બધા લોકો એમને ક્યાં પહોંચવું છે એના વિશે જાણતા ન હોવાના કારણે કોઈ પણ જગ્યાએ
43%
Flag icon
પહોંચી શકતા નથી. એમની પાસે સ્પષ્ટ અને નિર્ધારિત ધ્યેય હોતું જ નથી. જો તમે સાચી દિશા પકડ્યા વિના ભટક્યા કરો તો તમે શ્રેષ્ઠ પરિણામની આશા રાખી જ શકો નહીં.
44%
Flag icon
“જે વ્યક્તિ આત્મનિર્ભર, સકારાત્મક, આશાવાદી છે અને જે પોતાના કામને સફળતાની ખાતરી સાથે હાથમાં લે છે એ વ્યક્તિ પોતાની સ્થિતિને ચુંબકીય બનાવી દે છે. એ બ્રહ્માંડની રચનાત્મક શક્તિઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.”
44%
Flag icon
‘વિશ્વાસની શક્તિથી ચમત્કાર સર્જાય છે.’
« Prev 1