Power Of Positive Thinking (Gujarati)
Rate it:
52%
Flag icon
“મારા પિતાજી જે પ્રાર્થના કરતા હતા એ આ પ્રમાણે છે: “મને શ્રદ્ધા છે કે ઈશ્વર મને હંમેશાં માર્ગદર્શન આપી રહ્યાં છે. “મને વિશ્વાસ છે કે હું હંમેશાં સાચા વળાંકમાં જ વળીશ. “મને વિશ્વાસ છે કે જ્યાં
52%
Flag icon
માર્ગ નહીં હોય ત્યાં ઈશ્વર મારા માટે માર્ગ કંડારી આપશે.”
52%
Flag icon
એ પ્રકારની માનસિક સ્થિતિમાંથી બચવા માટે એણે એક યુક્તિ શોધી કાઢી છે. એ યુક્તિની મદદથી એનું માનસિક વલણ સદંતર બદલી ગયું છે અને એના બિઝનેસ પર પણ સકારાત્મક અસર થઈ છે. એણે એની ઑફિસના ટેબલ ઉપર એક મોટું વાયરનું બાસ્કેટ મૂક્યું. બાસ્કેટ પર એક કાર્ડ ચોંટાડી તેમાં લખ્યું: “ઈશ્વરની સહાયથી બધું જ શક્ય છે.” જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થતી અને પેલો પરાજયનો જૂનો રોગ એ સમસ્યાને વિરાટ બનાવવા લાગતો ત્યારે એ તે સમસ્યાને લગતા કાગળો પેલી બાસ્કેટમાં ફેંકી દેતો હતો. એ બાસ્કેટ પર લખ્યું હતું ‘ઈશ્વરની સહાયથી બધું જ શક્ય છે.’ ત્યાર પછી એ કાગળને એક-બે દિવસ સુધી બાસ્કેટમાં જ રહેવા દેતો હતો. એણે મને જણાવ્યું, “નવાઈની વાત તો એ ...more
53%
Flag icon
એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે તેમ ચર્ચમાં જતા લોકો ચર્ચમાં નહીં જતા લોકોથી વધારે જીવે છે. (એટલે જો તમે વહેલા મૃત્યુ પામવા માગતા ન હો તો ચર્ચમાં જવાનું શરૂ કરી દો.) બીજું
54%
Flag icon
“ઈશ્વર મારા મન-મગજને સાહસ, શાંતિ અને આસ્થાના વિચારોથી ભરી રહ્યા છે. ઈશ્વર મારી રક્ષા કરી રહ્યા છે એથી મને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. ઈશ્વર મારાં બધાં પ્રિયજનોને બધા જ પ્રકારની તકલીફોથી બચાવી રહ્યા છે. ઈશ્વર મને યોગ્ય નિર્ણય લેવાનો રસ્તો બતાવે છે.
55%
Flag icon
‘મારામાં વિશ્વાસ છે.’
56%
Flag icon
‘હે પ્રભુ, તમે મને આ દિવસ આપ્યો. મેં આ દિવસ માગ્યો નહોતો, પણ મને એ મળ્યો તેથી આનંદ થયો. હું આખા દિવસમાં જે સારામાં સારું કરી શકું તેમ હતો એ મેં કર્યું અને તમે પણ એમાં મને સહાય કરી. એથી હું તમારો આભાર માનું છું. મેં થોડી ભૂલો પણ કરી. મેં એ વખતે તમારી સલાહ માની નહીં એ વાતનો મને અફસોસ છે. મને માફ કરજો. પરંતુ મારા ખાતામાં કેટલીક સફળતાઓ છે અને કેટલીક જીત પણ છે. એ માટે તમે મને આપેલા માર્ગદર્શન માટે હું તમારો આભાર માનું છું. હે પ્રભુ, સફળતા કે ભૂલો, જીત કે હાર — આજનો દિવસ પૂરો થઈ ગયો છે અને મેં મારું કામ કરી લીધું છે. હવે હું આ દિવસને તમારી પાસે પાછો મોકલાવી રહ્યો છું.
57%
Flag icon
“મને વિશ્વાસ છે.”
62%
Flag icon
પેઢીની સૌથી રોમાંચક આધ્યાત્મિક વાતોમાંની એક છે. પરંતુ મૌરિસ અને મૅરી એલિસ ફ્લિન્ટ પર
64%
Flag icon
લેખક અને નાટ્યકાર હૈરોલ્ડ શેરમેનને એક અગત્યના રેડિયો કાર્યક્રમનું પુનર્લેખન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એમને સ્થાયી લેખક તરીકેનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવશે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. થોડા મહિનાના કામ પછી એમને કામમાંથી છૂટા કરવામાં આવ્યા અને એમની સામગ્રીનો ઉપયોગ એમના નામોલ્લેખ વિના કરવામાં આવ્યો. એથી એમને આર્થિક
64%
Flag icon
નુકસાન થયું અને એમનું અપમાન થયું. આ અન્યાયને કારણે એમના મનમાં પેલા રેડિયોના અધિકારી પ્રત્યે નફરત વધી ગઈ. શેરમેન જણાવે છે તેમ એ સમયે એમના મનમાં ખૂન કરવાની વૃત્તિ ખદબદવા લાગી હતી. નફરતની એવી તીવ્ર ભાવનાને કારણે એમને એક શારીરિક બીમારી થઈ. માઈકોસિસ એટલે ફંગસ — ફુગ — ના ઇન્ફેક્શનના કારણે એમના ગળામાં વ્યાપક અસર થઈ. ઉત્તમ ડૉક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી, પણ એમને એનાથી વિશેષ કશાકની જરૂર હતી. જ્યારે એમના મનમાંથી નફરતની ભાવના દૂર થઈ અને ક્ષમા તથા સમજનો ભાવ વિકસ્યો ત્યારે એમની શારીરિક બીમારી પોતાની મેળે સુધરી ગઈ. તબીબી વિજ્ઞાન અને એમનું માનસિક
65%
Flag icon
‘અ ગાઈડ ટુ કોન્ફિડન્ટ લિવિંગ’
73%
Flag icon
“જે રીતે તમે કોઈ વ્યક્તિની નૈતિકતાને બદલો છો એ જ રીતે, હું ઇચ્છું છું કે, તમે મારાં જ્ઞાનતંતુઓને બદલી દો. તમે જે રીતે શરીરનાં પાપોને ધોવા માટે શક્તિ આપો છો એ રીતે મારાં માનસિક પાપોને ધોવાની શક્તિ મને આપો. મારા ક્રોધને કાબૂમાં લાવો. તમારામાં રહેલી ઉપચારક શક્તિને મારાં જ્ઞાનતંતુઓ અને મારા આત્મામાં પ્રવેશવા દો.” જો તમે ગુસ્સાથી બેકાબૂ હો તો આ પ્રાર્થના દરરોજ ત્રણ- ચાર વાર બોલો. આ પ્રાર્થનાને એક કાર્ડ પર લખીને તમારા ટેબલ ઉપર કે રસોડાની સિન્ક ઉપર રાખો અથવા તમારા પાકીટમાં મૂકો.
74%
Flag icon
રાલ્ફ વાલ્ડો ઈમર્સન અમેરિકાના સૌથી ડાહ્યા માણસ હતા.
79%
Flag icon
આવતા ચોવીસ કલાક દરેક બાબતો માટે જાણી જોઈને સારું બોલો. તમારી નોકરી, તમારી તબિયત, તમારા ભવિષ્ય — બધી જ બાબતો માટે સારું જ બોલો. તમારી મરજી વિરુદ્ધ જઈને પણ દરેક બાબતો માટે આશાસ્પદ વાતો કરો. આ અઘરું છે, કારણ કે કદાચ નિરાશાજનક વાતો કરવાની તમને ટેવ પડી ગઈ છે. આ નકારાત્મક આદતને તમારે અંકુશમાં રાખવી જ પડશે, ભલે એ માટે તમારે તમારી ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવો પડે.
79%
Flag icon
લાંબા સમય સુધી પ્રાર્થના કરો. તમારી પ્રાર્થનામાં હંમેશાં આભારની લાગણી પ્રગટ કરો. એમ માનો કે ઈશ્વર તમને મહાન અને અદ્‍ભુત બાબતો આપી રહ્યા છે, કારણ કે જો તમે વિચારશો કે ઈશ્વર એવું કરી રહ્યા છે તો એ અવશ્ય એવું જ કરશે. ઈશ્વર તમને તમારી આસ્થાથી મોટો આશીર્વાદ આપશે નહીં. એ તમને મહાન વસ્તુ આપવા માગે છે, પરંતુ એ તમને એટલું જ આપી શકશે, જેટલું મેળવવાની તમારામાં શ્રદ્ધા છે.
79%
Flag icon
“તમારી જેટલી આસ્થા હશે (એના પ્રમાણમાં) તમને એટલું જ મળશે.”
79%
Flag icon
એક આધારભૂત વ્યક્તિએ મને જણાવ્યું છે કે અમેરિકામાં વસતા એક કરોડ વીસ લાખ લોકો દરરોજ ઊંઘની ગોળી લે છે. એનો અર્થ એ કે આજે દર બારમો અમેરિકન માણસ ઊંઘની ગોળી લઈને સૂએ છે. આંકડાઓ જણાવે છે તેમ છેલ્લાં થોડાં વર્ષોમાં ઊંઘની ગોળીઓ લેનાર લોકોની સંખ્યા ૧૦૦૦ ગણી વધી ગઈ છે. દવા બનાવતી એક મોટી કંપનીના વાઈસ પ્રૅસિડન્ટના કહેવા પ્રમાણે આખા વર્ષમાં સાત અબજ ઊંઘની ગોળીઓ વેચાય છે. એનો અર્થ થયો — દર રાતે લગભગ અર્ધા ગ્રેઈનની ૧ કરોડ ૯૦ લાખ ગોળીઓ.
81%
Flag icon
મારો એક મિત્ર પ્રસિદ્ધ બિઝનેસમૅન છે. એ ઘણી મહત્ત્વની બાબતો સંભાળે છે. અનેક વિષયોમાં રસરુચિ ધરાવે છે. એ હંમેશાં સ્વાભાવિક જ દેખાય છે. એ દરેક કામ કુશળતાથી અને ત્વરિત પતાવે છે, પરંતુ એ ઉતાવળ કરતો નથી. પોતાના સમયને કે કામને સંભાળી શકતા ન હોય એવા લોકોના મોઢા પર જોવા મળે એવું ટેન્શન ક્યારેય એના મોઢા પર દેખાતું નથી. એક વાર મેં એની એવી સ્વાભાવિક શક્તિ પાછળના રહસ્ય વિશે પૂછ્યું. એ હસ્યો અને પછી જવાબ આપ્યો: “એમાં રહસ્ય જેવી કોઈ વાત જ નથી. હું તો ફક્ત મને ઈશ્વરના લય સાથે ગોઠવવાની કોશિશ કરું છું. બસ, એટલું જ. દરરોજ સવારે નાસ્તો કર્યા પછી હું અને મારી પત્ની થોડો સમય શાંતિથી બેસવા માટે લિવિંગ રૂમમાં જઈએ ...more
84%
Flag icon
હવે આ કળામાં પારંગત કેવી રીતે થવાય? તમે તમારાં મુશ્કેલમાં મુશ્કેલ કાર્યને સહેલા કાર્યમાં બદલી શકો એ માટે અહીં દસ નિયમો આપવામાં આવ્યા છે. એનાથી તમને રિલૅક્સ રહેવામાં અને સરળ શક્તિને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. ૧. તમારી જાતને ઍટલસ માનો નહીં. ઍટલસ એના ખભા ઉપર આખી દુનિયાનો ભાર ઉપાડે છે. વધારે પડતા તનાવમાં જીવો નહીં. તમારી જાતને વધારે પડતી ગંભીરતાથી ન લો. ૨. તમારા કામને ગમાડવા લાગો. એવું કરશો તો તમારા માટે કાર્ય મજૂરી નહીં, પરંતુ આનંદ બની જશે. કદાચ તમારે તમારો વ્યવસાય બદલવાની જરૂર નથી. તમારે તમારી જાતને બદલી નાખવાની છે, પછી તમારું કામ તમને ગમવા લાગશે. ૩. તમારા કામનું આયોજન કરો — તમારા આયોજન પ્રમાણે ...more
84%
Flag icon
તમારાં બધાં કામ એકસાથે કરવાનો પ્રયત્ન કરો નહીં. એક પછી એક કામ કરો. બાઇબલની ડહાપણભરી સલાહ માનો — “હું આ એક કાર્ય કરીશ.” ૫. યોગ્ય માનસિક વલણ અપનાવો. યાદ રાખો, તમારું કામ સહેલું-હળવું છે કે મુશ્કેલ એ તમે એના વિશે કેવી રીતે વિચારો છો એના પર આધાર રાખે છે. જો તમે એને મુશ્કેલ માનશો તો એ મુશ્કેલ બનશે, જો તમે એને સરળ માનશો તો સરળ બનશે. ૬. તમારા કામમાં કુશળ બનો. (તમારા કામમાં) “જ્ઞાન જ શક્તિ છે.” સાચી રીતે કરેલું કામ હંમેશાં સરળ હોય છે. ૭. રિલૅક્સ રહેવાની આદત પાડો. આસાનીથી કરેલા કામથી હળવા રહેવાય છે. વધારે પડતો પ્રયત્ન ન કરો, ટેન્શનમાં ન આવો. દરેક બાબતને તમારા કાબૂમાં રાખો. ૮. તમે જે કામ આજે જ કરી શકો ...more
84%
Flag icon
મનોવિશ્લેષક વિલિયમ જેમ્સે કહ્યું છે: “માણસ એના મનમાં ઊંડેઊંડે ઇચ્છતો જ હોય છે કે લોકો એનાં વખાણ કરે.” લોકો આપણને પસંદ કરે, આપણા માટે ઊંચો આદર ધરાવે અને આપણી આગળ-પાછળ ફરે એવી ઇચ્છા મૂળભૂત રીતે દરેક વ્યક્તિના મનમાં રહેલી હોય જ છે.
89%
Flag icon
અમે એમના ઘર સામે ઊભા હતા ત્યારે એમણે મારા ખભા ઉપર હાથ મૂક્યો અને બોલ્યા: “નૉર્મન, તું મને હંમેશાં ગમ્યો છે. મને તારામાં શ્રદ્ધા છે. તારામાં અઢળક શક્યતાઓ છે. મને તારા માટે હંમેશાં ગર્વ રહેશે. તું સફળ થઈ શકે એવું બધું જ તારામાં છે.”
98%
Flag icon
આ પ્રકરણ દારૂની લત વિશેનો નિબંધ નથી, તેમ છતાં એ સમસ્યાને લગતો બીજો પણ સંદર્ભ હું તમને આપીશ. હું આ અનુભવો એટલા માટે લખું છું કે જો ઈશ્વરની શક્તિ કોઈ વ્યક્તિને દારૂની લતમાંથી છોડાવી શકે તો એ દરેક વ્યક્તિને કોઈ પણ પ્રકારના પરાજયમાંથી છુટકારો આપી શકે તેમ છે એ વાત પર ભાર મૂકવા માગું છું. દારૂના વ્યસનમાંથી છુટકારો મેળવવા માટે પડતી તકલીફથી મોટી બીજી કોઈ તકલીફ નથી. હું ખાતરી આપુ છું કે જો ઈશ્વરની શક્તિ દારૂના વ્યસન જેવી મુશ્કેલીમાંથી બચાવવામાં સફળ નીવડી શકે તો તમારી કોઈ પણ મુશ્કેલીમાંથી તમને બચાવી શકશે.
99%
Flag icon
ત્યારથી એ મારો સારો મિત્ર બની ગયો છે. બે વર્ષ પહેલાં એણે મારું પુસ્તક ‘એ ગાઈડ ટુ કોન્ફિડન્ટ લિવિંગ’
99%
Flag icon
Gaurang
Book Name
99%
Flag icon
આ ઘટના દર્શાવે છે કે જો વ્યક્તિમાં ઊંડી ઇચ્છા હોય, જો પ્રબળ આકાંક્ષા હોય અને ઈશ્વરની શક્તિ સુધી પહોંચવાની અદમ્ય ઇચ્છા હોય તો એ શક્તિ એને આપવામાં આવે જ છે.
« Prev 1 2 Next »