અહંકાર અને પ્રેમ

પ્રેમ એક ક્ષણ છે. પ્રેમ આખું જીવન છે.
સ્મિત પ્રેમ છે. આલિંગન પ્રેમ છે. દરકાર પ્રેમ છે.
પ્રેમ વ્યક્ત એક સેકંડમાં થાય છે પણ મેળવવામાં અનંતકાળ લાગે છે.
મીઠા શબ્દો પ્રેમની આડઅસર છે.
આખા દિવસનો ગુસ્સો, અનેક તકરારો
જેની એક નજર ભુલાવી દે બધી ફરિયાદો. એ છે પ્રેમ.
અભિવ્યક્તિ ક્ષણિક છે. અસર અનેક ઘણી છે.
પ્રેમમાં કોઈ માણસાઇ નથી.
એ તો અતાર્કિક, અસાધારણ, અકલ્પનિય અને વિચિત્ર લાગણી છે.
પણ એ કંઈ ભૂત કે ભવિષ્ય નથી. એ વર્તમાન છે. એ હકિકત છે.
તમારી ઊંઘ ઉડાડે એ પ્રેમ છે?
તમને ભુખ ન લાગે એ પ્રેમ છે?
તમારા વિચારોને નચાવે એ પ્રેમ છે?
કે પછી શબ્દોને ભુલાવે એ પ્રેમ છે?
જીવનને આનંદદાયક બનાવનાર પ્રેમ છે?
ડરને દૂર કરનાર પ્રેમ છે?
ઇર્ષ્યા અને અસુરક્ષા પ્રેમ છે?
ના. પ્રેમ એટલો જટીલ નથી.
જીવન સરળ બને, એ પ્રેમ છે.
જીવન સુરક્ષિત બને, એ પ્રેમ છે.
સાચો પ્રેમ સરળ અને સુંદર છે.
જ્યારે તમારો અહંકાર ગુમાવશો, સાચા પ્રેમને પામશો.
અહંકારની વિરોધી લાગણી સાચો પ્રેમ છે.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on May 21, 2022 20:21
No comments have been added yet.