વાર્તા રે વાર્તા, એક સ્વપ્નની આ વાર્તા


એક અદભૂત સ્વપ્નની આ વાત છે
રજાની મજા કે ભયાવહ રાત છે?
દરિયાને લાંધીને પ્રવાસે ગયા હતા
પાછા આવતા વિમાનમાં બેઠા હતા
વીસ પગ કચડીને છેલ્લી સીટે ગયા
ખાવાનાની નજીક જ અમે રહ્યા
સુંદર પરિચારિકાની મુલાકાત થઈ
દરેક વાનગી પેટમાં ખાલી થઈ
પીણાંઓની ઠંડક બધે ફરી વળી
ધેરાયેલી આખોમાં ઊંઘ સરવળી
વિમાનના અવાજો હાલરડું બન્યા
એક ધડાકાથી બધા ઝણઝણ્યા
ધૃજારી જાણે કે પથરનો વરસાદ
અંદર હતો માત્ર ભયનો સાદ
ડાબી પાંખમાં સફેદ ધૂમાડો
પ્રવાસીઓએ જોરથી પાડી રાડો
મગજ ત્રસ્ત દિલ ભયગ્રસ્ત
સુંદર પરિચારિકા થઈ વ્યસ્ત
પીળા પડી ગયા ચહેરા બધા
નસીબ પર કોઈને ન હતી શ્રદ્ધા
હાથ જોડ્યા અને આંખો બંધ કરી
મનપસંદ ભગવાનની પ્રાર્થના કરી
ખાણીપીણી બંધ, થયા બધા સજાગ
પ્રવાસીઓની ગાયબ હતી દરેક માંગ
સુંદર પારિચારિકા આવી અમારે પાસ
જોયું બારીની બહાર કરવા અભ્યાસ
દોડીને ગઈ પાછી મને જોયા વગર
એની નજર હતી પાયલટને નગર
ફોન ઉપાડ્યો બે મિનિટનો સંવાદ
તરત જ પાયલટે પાડ્યો સાદ
એના અવાજમાં ન હતો ભય
પણ અંદરથી એ ન હતો અભય
ડાબી પાંખમા ઉભરી હતી ખામી
ભવિષ્યમાં હતી નસીબની મનમાની
નીચે દુર દુર સુધી હતો સમુંદર
રસ્તો એક જ, જે પાણીની અંદર
ક્રેશ લેન્ડિંગ માટે કર્યું વિમાન તૈયાર
બ્રેસ સ્થિતીની તાલિમ વારંવાર
વિમાન લાગ્યું પાણી તરફ પડવા
ભય બન્યો ડર, લાગ્યા ઘણા રડવા
ધ્રુજારી એટલી કે નજર ધુંધળાઈ
પાણીમાં શ્વાસ ન લેવાની નબળાઈ
આગળના પૈડાં અડ્યાં પાણીને
ખુબ આનંદ થયો મને જાણીને
વિમાન પહોંચ્યું સમુદ્રના તળીયે
ચારે બાજુ માછલીઓ, શું કરીએ?
આસપાસ ન કોઈ જીવિત ન મૃત
હું હતો જીવિત, શું મેં પીધું અમૃત?
બન્યો હું માનવ, જળચર કે સરિસૃપ
મારું શરીર બન્યું વાતાવરણને અનુરૂપ
આંખો ખુલ્લી સર્વત્ર સૂર્યનો પ્રકાશ
લીલા છોડ, રંગીન પરવાળાનો નિવાસ
એક આકૃત્તિ દુરથી આવવા લાગી નજીક
કોઈકનો શિકાર બનવાની લાગી મને બીક
ચાલીસ ફૂ્ટ લાંબું શરીર અને લાંબું નાક
ચાર મોટા હલેસા હાથનો ના બનું ખોરાક
અકસ્માતમાં બચ્યો, પણ ક્યાં અટક્યો?
મારા જીવનનો રસ્તો આ પ્રાણીને ખટક્યો?
પાઇલોસોરસના મોં માં હું સમાણો
વિચાર્યું આંખો મીચીને હું ક્યાં ફસાણો?
આંખો સામે અંધકાર, મગજમાં શૂન્યાવકાશ
લાગ્યો એક ઝાટકો, થયો મને અહેસાસ
ઊંઘ ઊડી, આંખો ખુલી, વિમાન જમીન પર
એ હતું એક દુ:સ્વપન વિચારવંટોળની અસર

 •  0 comments  •  flag
Share on Twitter
Published on April 04, 2022 20:46
No comments have been added yet.