વરસતા વરસાદમાં ખોવાયેલ ભુલકો

હું આજે જેવો છું એવો જ કાલે હતો. આજ અને કાલની વચ્ચે હું કોણ હતો? હું ચોમાસામાં વરસતા વરસાદમાં ખોવાયેલ ભુલકો હતો.
ડરપોક વયસ્ક અને સંરક્ષિત બાળકની વચ્ચે હું એક નિશ્ચિંત અને ખુશ કિશોર હતો.
બહાના બનાવવા અને સપના જોવાની વચ્ચે હું કાગળની હોડીઓ બનાવતો હતો.
તાપમાનની ચિંતા અને હવામાનની સચોટ આગાહીની વચ્ચે વરસાદના બેફિકર દિવસોમાં હતો.
વાદળોના જ્ઞાન અને યંત્રોના સરંજામની વચ્ચે પહેલાં વરસાદના ટીપાનો પડધો હતો.
મજબૂત છત્રી અને કામચલાઉ છત્રીની વચ્ચે પાણીમાં તરબતર કપડાં સાથે નીતરતો હતો.
આજે હું તૈયાર છું અને કાલે હું સાવધાન હતો. આજ અને કાલની વચ્ચે હું ચોમાસાનો આશિક હતો.
સફળ વ્યસ્ક અને આશાસ્પદ બાળકની વચ્ચે હું ચોમાસામાં વરસતા વરસાદમાં ખોવાયેલ ભૂલકો હતો.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on March 13, 2022 18:23
No comments have been added yet.