
તલવારના વારથી જીભની ધાર તેજ છે
શબ્દોની ચાદરથી સજેલ આ સેજ છે
આકર્શકના સાચા દુષ્મન મીઠા શબ્દો છે
સુંદરતાને હાનિકારક મીઠા શબ્દો છે
શબ્દોની માયાજાળ જેટલી જટિલ એટલો એનો નશો ઊંડો
એ માયાજાળના નશામાં બરબાદ થયા મહારાણીઓના ઝુંડો
સાચું, ખોટું કે વાસ્તવિકતાનો આભાસ
નથી શબ્દોના માયાજાળનો કોઈ વિશ્વાસ
અજવાળામાં કાળાશ કે અંધારામાં ઉજાસ
મીઠા શબ્દોમાં નથી હકીકતનો આવાસ
સુંદરતાને ત્યાગો અને આકર્ષણને ગુમાવો
શબ્દોથી બચો અને જીવનનો આનંદ ઉઠાવો
Published on September 27, 2021 18:50