વિશ્વમાનવ નવલકથા – જીતેશ દોંગા (PDF Preview)
[image error]
એક યુવાન મુસ્લિમ છોકરી ‘મુસ્કાન’
તેની જ ઉંમરનો એક હિંદુ છોકરો ‘રામ’
એ બંને જગતના-જ્ઞાતિના-સમાજના રીવાજોની સામે બળવો કરીને પ્રેમ કરી સાથે રહેનારા બળવાખોર.
એમને એક માસૂમ બાળક થાય છે ‘રૂમી’
પરંતુ એમના જીવનને સદંતર બદલી દેનારી એક ઘટના બને છે. એ ઘટના પછી જે જીવન શરુ થાય છે,
એ જીવન જે વાર્તા બને છે…એ છે- વિશ્વમાનવ.
જગતના સૌથી લાચાર, ગાંડા, ભૂખ્યા એવા બાળકની જીંદગી જીવી છે? જીવવી છે?
આ વાર્તા ચાર સત્ય ઘટનાઓથી પ્રેરણા લઈને રચાયેલી એક જીવનગાથા છે. આ વાર્તા એક બાળકનું એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય પરંતુ તમારી આસપાસ જિવાઈ ગયું છે. તમે તેને રોજે જોઈ રહ્યા છો.
સત્ય-પ્રેમ-સુખ-દુઃખ -સંઘર્ષ અને જીંદગીના અવનવા અંતિમો પર સફર કરાવતી બેસ્ટસેલર નવલકથા વાચકને આંખો આપે છે. જીવનને થોડી અલગ નજરથી જોવાનો એક લ્હાવો મળે છે. પાત્રોની જિંદગીઓને જોઇને એક શીખ-હિંમત-અને ખૂમારી મળે છે. અને સૌથી મહત્વની વાત આ વાર્તા તમને માનવ મટીને વિશ્વમાનવ બનાવે છે.
વર્ષ ૨૦૧૫માં પ્રકાશિત થયેલી, અને ટૂંક સમયમાં જ યુવાનો અને ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય થઇ ગયેલી આ નવલકથામાં ચાર પ્રકરણ છે. દરેક પ્રકરણ અલગ-અલગ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. લેખકે પુસ્તકના અંતે વાચકોને વાર્તા કઈ રીતે રચાઈ તેની વાત કરેલી છે. વાર્તા વાચીને એ ઘટનાઓ જાણશો તો ખુબ મજા પડશે. એક જ પાત્રની આ અભૂતપૂર્વ સફર દરેકે જીવવી રહી. દરેક પ્રકરણમાં મુખ્ય પાત્રની ગહનતા, જિંદગી જીવવાની રીત, અને જગતને જોવાની નજર આપ વાચક પણ અનુભૂતિ કરી શકશો.
અહીં રહ્યું આ નવલકથાનું એના જ એક વાચક દ્વારા બનાવાયેલું અફલાતૂન ટ્રેઇલર 


