Oceanside blues = Quotes
Oceanside blues =: Samudrantike
by
Dhruv Bhatt181 ratings, 4.43 average rating, 33 reviews
Oceanside blues = Quotes
Showing 1-2 of 2
“ભાભુ, તમે આંય ર્યો," તેની પુત્રવધુ સમી સ્ત્રીએ કહ્યું. "તમારા દીકરા દરિયેથી ડોલ લઈ આવે એટલે તમને નવડાવી દેઉ." ... તે વૃદ્ધાએ ડોકું ધુણાવ્યુ અને ધીમેથી પણ મક્કમમતાથી બોલી; "દરિયો ડોલમાં નો સામે બાઈ... ને ડોલમા તો ઘેર ક્યાં નો’તો લવાતો? તે તને ગાડું જોડાવ્યું! હાલ્ય કર્ય ટેકો. ધીરે ધીરે વયા જાહું"
હું દિગ્મૂઢ થઈ ગયો. આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે. પરંત તેને અહીંયા સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી. તે તો આવી છે તહેવારને બહાને પોતાના દરિયાને મળવા. એ દરિયો જેણે તેના બાળપણને શંખલા-છીપલાંની ભેટ ધરીને શણગાર્યું છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે અને સમગ્ર જીવનના કડવા-મીઠા અનુભવોનો સાક્ષી રહ્યો છે ..એ દરિયો તે વળી એક ડોલમાં શી રીતે સમાઈ શકે, ભલા?”
― Oceanside blues =: Samudrantike

“એક સ્થળે એક ડોસો ખાટલામાં બેઠો બેઠો હુક્કો ગગડાવે છે. હું તેના ઝાંપે ઉભો રહ્યો
"દાદા, આ શું વાવ્યું છે?’ મેં પૂછ્યું
"તિકમ, પણ આંય માલીપા આવોને. અળગા રેઈને સું પૂછવું?" તેણે ઊભા થઈને બીજો ખાટલો લાવી ઢાળ્યો. "તિકમ?" મેં અંદર જતાં આશ્ચર્ય થી પૂછયું. "અનાજનું આવું નામ મેં ક્યાંય સાંભળ્યું નથી".
તમારું નામ નઈ, આતા, આ સું વાવ્યું છ ઈ પૂછે છ." કહેતી એક કાળી, નમણી યૂવતી ઝૂંપડી પાછળથી આ તરફ આવતા બોલી "ભાભો ઓછું સાભળે છ."
"ઓ... હો... હો.." કરતો ડોસો હસી પડ્યો "બંટી વાવી છ. બંટી કેવાય આને. ને ઓલા વાંહેલા પડામાં બાવટો નાખ્યો છ. અમારે આંય આવું જ ઊગે. બીજું ધાન નો ઊગે."
આ વનસ્પતિને જોતાં જ સમજાઈ જાય છે કે જે કંઈ પણ હોય, તે કનિષ્ઠ પ્રકારનું છે. આવું અનાજ અને ભાંભરું પાણી, સખત મહેનત, ભીષણ દારિદ્રય સદાકાળ અભાવની વચ્ચે જીવતી આખી એક પ્રજા. ના, ના, પ્રજા માત્ર જીવતી નથી, જીવંત પ્રજા છે. જેને મળો તે કહે છે, "હાકલા છે બાપા."
ક્યાંથી આવે છે આ ખુમારીભર્યો ઉત્તર? ક્યાંથી શીખવા મ[યું છે આવું દીનતારિહત જીવવાનું? મારા અત્યાર સુધીના આ વનવાસે મને સમજાવ્યું છે કે પ્રકૃિત જીવન ટકાવે તો છે જ. પણ તેના સતત સંસર્ગે રહેનારને તો તે જીવન જીવતા પણ શીખવાડે છે.”