Satatya Quotes
Satatya
by
Suresh Dalal18 ratings, 3.89 average rating, 0 reviews
Satatya Quotes
Showing 1-1 of 1
“કાંઠા પરનાં વૃક્ષો
જળમાં ઊગ્યાં છે કે વાદળમાં
એની વિમાસણ થયા કરે એમ
આકાશ અને સરોવર એક થઈ ગયાં છે! સરોવરમાં કિરમજી રંગ
ભૂખરી છાયાની સોડમાં
સૂતો છે!
ક્યાંક બરફ પીગળે છે
બળતી મીણબત્તીની જેમ!
હવા એટલી ઠંડી છે
કે શિશુ જેવા શબ્દોને
કાનટોપી વિના બહાર પણ કેમ મોકલાય? મોસમ અને મન બદલાયા કરે છે.
ક્યારેક વનમાં નર્યો લીલો રંગ હોય છે!
આટલી બધી લીલાશ જીરવાશે ખરી?
આટલાં બધાં ફૂલોને હળવેથી ઉઘાડીને
ઈશ્વર કયો પ્રદેશ ચીંધે છે
આપણી તરફ ડાળીઓ એકમેકમાં ગૂંથાઈ છે
ગૂંચવાઈ નથી.”
― Satatya
જળમાં ઊગ્યાં છે કે વાદળમાં
એની વિમાસણ થયા કરે એમ
આકાશ અને સરોવર એક થઈ ગયાં છે! સરોવરમાં કિરમજી રંગ
ભૂખરી છાયાની સોડમાં
સૂતો છે!
ક્યાંક બરફ પીગળે છે
બળતી મીણબત્તીની જેમ!
હવા એટલી ઠંડી છે
કે શિશુ જેવા શબ્દોને
કાનટોપી વિના બહાર પણ કેમ મોકલાય? મોસમ અને મન બદલાયા કરે છે.
ક્યારેક વનમાં નર્યો લીલો રંગ હોય છે!
આટલી બધી લીલાશ જીરવાશે ખરી?
આટલાં બધાં ફૂલોને હળવેથી ઉઘાડીને
ઈશ્વર કયો પ્રદેશ ચીંધે છે
આપણી તરફ ડાળીઓ એકમેકમાં ગૂંથાઈ છે
ગૂંચવાઈ નથી.”
― Satatya
