નિમિત્ત માત્ર Quotes
નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
by
Dr. Nimit Oza7 ratings, 5.00 average rating, 0 reviews
નિમિત્ત માત્ર Quotes
Showing 1-5 of 5
“પ્રિય લોકો પરફેક્ટ હોય એવો આગ્રહ છોડી દેવો. કારણકે કોઈના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કરતાં રહીશું, તો એમને ક્યારેય ચાહી નહીં શકીએ. આપણે ક્યારેય કોઈને ટુકડાઓમાં નથી ચાહી શક્તા. એમની સિલેક્ટેડ લાક્ષણિકતાઓને પ્રેમ કરીએ, અને અપ્રિય બાબતોને ધિક્કારીએ, એવું શક્ય નથી બનતું. પ્રિયજનને એમની અપૂર્ણતાઓ સાથે સ્વીકારી લેવા પડે છે. એમની અણગમતી બાજુઓને એમના વ્યક્તિત્વનો એક ભાગ ગણીને સ્વીકારી લેવી પડે છે. મોટાભાગે આપણી પાસે બે જ વિકલ્પો હોય છે, પ્રિય વ્યક્તિને કાં તો છોડી દેવી પડે છે, ને કાં તો એની અપૂર્ણતા સાથે સ્વીકારી લેવી પડે છે. કોઈ બદલાઈ એવી શરતે કે એવી આશામાં, ક્યારેય કોઈને ચાહી નથી શકાતા. જેના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કે જેને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એને પામી નથી શક્તા.”
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
“જે કાયમ અધૂરો રહી જાય, એનું નામ જ પ્રેમ. જે પૂરો થઈ જાય છે, એ કાં તો સમય હોય છે ને કાં તો સંબંધ. પ્રેમ ક્યારેય પૂરો નથી થતો. પ્રેમની તાસીર જ અધૂરપ, અધીરાઈ અને અસંતોષ છે. જે તૃપ્ત અને સંતુષ્ટ થઈ જાય, એ પ્રેમ નથી. એ પ્રેમના બનાવટી સ્વરૂપો છે.”
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
“લાયકાત વગરના પુરુષ સામે પોતાની જાત સમર્પિત કરી દીધા પછી, જો દીકરીને એ વાતનો અફસોસ રહ્યા કરે, તો એ નિષ્ફળતા દીકરીની નહીં, એના પિતાની છે. એક દીકરીની સેલ્ફ-વર્થ કેટલી છે, એ યોગ્ય ઉંમરે જો તેને જણાવવામાં ન આવે, તો ‘વલ્નરેબીલીટી’ અને ‘લવ-સિકનેસ’નો બોજો ઉપાડીને તે પોતાની આખી જિંદગી એક પુરુષની સહાનુભૂતિ અને સમર્થન મેળવવામાં વિતાવી દે છે. પછી તેની પાસે પોતાની સેલ્ફ-વર્થ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેક્સ્યુઆલીટી સિવાય બીજું કશું જ નથી હોતું. કેટલા પુરુષો એનામાં ઈન્ટરેસ્ટેડ છે ? એવી વાતમાં જો દીકરી પોતાનું સ્વમાન શોધતી થઈ જાય તો સમજવું કે એક પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્યા છીએ.”
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
“કેટલાક લોકો ભેંટમાં એકાંત આપી જાય છે. વાત કે મુલાકાત કરવા માટે ના પાડીને કેટલાક લોકો આપણને ગિફ્ટ આપતા હોય છે. ગિફ્ટ ઓફ સોલીટ્યુડ. આપણે એ રીતે વિચારવું જોઈએ કે જો લોકો આપણને અવોઈડ કરી રહ્યા છે, તો આપણને વધારે સમય મળી રહ્યો છે. પુસ્તક વાંચવાનો, મેડીટેશન કરવાનો, આત્મ-નિરીક્ષણ કરવાનો અને દુભાયેલા હૃદયને છાનું રાખવાનો એક મોકો મળી રહ્યો છે. જે જવાબો કોઈની કંપનીમાં નથી જડતા, એ જવાબો ક્યારેક એકાંતમાં જડી જતાં હોય છે. જો કોઈનો ફોન કે મેસેજ નથી આવતો, તો એને જાતમાં ડૂબકી લગાવવાનું આમંત્રણ સમજવું. લોકોની ગેરહાજરીમાં જ આપણને એવું રીયલાઈઝ થતું હોય છે કે આપણે એકલા જ પર્યાપ્ત છીએ. અસ્વીકાર કે અવોઈડન્સ દ્વારા લોકો ક્યારેક આપણને એવું સમજવાની તક આપતા હોય છે કે આપણને એમની જરૂર જ નથી.”
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
“એમરસને આપેલી સફળતાની વ્યાખ્યા કંઈક આવી છે : ‘વારંવાર અને ખડખડાટ હસી શકવું. બુદ્ધિશાળી લોકોનો આદર અને બાળકોનો પ્રેમ જીતી શકવો. પ્રામાણિક ટીકાકારોની પ્રશંસા મળવી. મિત્રોએ કરેલા વિશ્વાસઘાતને ફરિયાદ વગર ભૂલી શકવો. સુંદરતા માણી શકવી. ખામી શોધવાને બદલે લોકોમાં રહેલી શ્રેષ્ઠ ક્વોલીટી જોઈ શકવી. વૃક્ષારોપણ અને એક સ્વસ્થ સંવેદનશીલ સંતાન દ્વારા આ જગતને વધુ સુંદર બનાવી શકવું. કોઈ એક વ્યક્તિના જીવનમાં બદલાવ લાવવો. તમારી હયાતીને કારણે જો આ પૃથ્વી પરના એટલીસ્ટ કોઈ એક જીવની પીડા ઓછી થાય કે તેનું જીવન આરામદાયક બને, તો એ તમારી સફળતા.”
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
