એક અને એક Quotes
એક અને એક
by
Chandrakant Bakshi4 ratings, 3.75 average rating, 2 reviews
એક અને એક Quotes
Showing 1-5 of 5
“પુરુષ પરણે છે – ત્રીસની આસપાસ – પથારીમાં રાત્રે એક સ્ત્રી જોઈએ એ માટે નહીં. વીસ-બાવીસ વર્ષની ઉંમરે પુરુષની બાયોલોજી સ્ત્રી માગતી હોય છે. ત્રીસ પછી પુરુષની સાઇકલૉજી સ્ત્રી માટે ભૂખી થાય છે. ઘરના રોટલાની ભૂખ અથવા એકાદ પથારીમાં પટકી નાખે એવી બીમારી પુરુષને સ્ત્રી માટે તડફડાવી નાખે છે અથવા... અથવાવાળી વાત હિમાએ કરી ન હતી. જીત હસ્યો. અથવા એ ન જ પરણવાની જીદ કરે છે, અમુક માણસોમાં સ્ત્રીઓ સાથે ફાવી જવાની આવડત પણ હોય છે.”
― એક અને એક
― એક અને એક
“સ્ત્રી વિના જિવાતું હતું, જીવી શકાતું હતું, જીવી નખાતું હતું. એ ફરીથી પરણવા માગતો ન હતો. એક જિંદગીમાં એક ઈના કાફી હતી.”
― એક અને એક
― એક અને એક
“અદેખાઈ કદાચ બદસૂરત છોકરીઓનો જ એક દુર્ગુણ હતો. ખૂબસૂરત છોકરીઓને કદાચ અદેખાઈની જરૂર પડતી ન હતી.”
― એક અને એક
― એક અને એક
