Aajukhele Quotes
Aajukhele
by
Dhruv Bhatt17 ratings, 4.47 average rating, 5 reviews
Aajukhele Quotes
Showing 1-7 of 7
“મને સમજાઇ ગયું હતું કે ભવિષ્ય કદાચ પણ હું કશુંક તો કરીશ તેને પ્રમાણિત કરાવવા મારે નિષ્ણાતો પાસે નહીં જવું પડે. કારણ કે હું જે કંઈ કરીશ તે બીજી ક્ષણથી જ મારું નહીં રહે, લોકોનું થઈ જશે લોકો તેને પોતાની રીતે માણશે કે નહીં માણે. મારું નથી તેનું શું થશે તે ચિંતા હું શા કાજે કરું? લોકોનું છે લોકો કરશે.”
― Aajukhele
― Aajukhele
“સંસ્કાર અને સંસ્કારિતાનો ખ્યાલ કંઇક જબરી ગરબડવાળી વસ્તુ છે અને દરેક જણ તેને પોતાની રીતે મૂલવે છે. એટલે એમાં પડવા જેવું નથી.”
― Aajukhele
― Aajukhele
“માણસ સામે દીવાલો અને ફેકલ્ટી વગરનું બહુ મોટું વિશ્વ વિદ્યાલય છે. સવાલ માત્ર તેમાં પ્રવેશ લેવાનો છે.”
― Aajukhele
― Aajukhele
“જોકે નામ લખાઈ ગયા છતાં, અને નિશાળે જવા છતાં હું ત્યાં જઈને ભણતો જ તેવું નહોતું. મને શિક્ષિત કરવાનું કામ માત્ર અને માત્ર દ્રશ્યોએ, અવાજોએ, સ્પર્શોએ, ઘટનાઓએ, મને મળેલા મનુજો, અન્ય સજીવ-નિર્જીવોએ અને સંજોગોએ જ કર્યું છે. ના કોઈ નિશાળે નહીં, કોઈ ગુરુ કહેવાતા શિક્ષકોએ નહીં.”
― Aajukhele
― Aajukhele
“નિશાળનું ભણતર તો શરૂ થાય ત્યારે, ત્યાં સુધી મારે મારી પંચેન્દ્રિયો મને જે સમજાવે તેને ઉકેલવાની મથામણ કરવાની હતી. તે હું કરતો. પોતાને ન સમજાતા શબ્દો વિશે બાળક પોતાની મેળે અર્થો કરીને ગાડું ગબડાવે તે ઉંમર ધીરે ધીરે દૂર સરતી જતી હતી”
― Aajukhele
― Aajukhele
“નફરત ભર્યા યુદ્ધો પછી ફરી બેઠા થવામાં પ્રજાઓને એ જ અજાણ્યો જાદુ, એ જ અગત્યની વાત અને એ જ મૂંગા સંદેશાઓ કામ આવ્યા છે. એમાં કઈ અને કેવી શક્તિ હશે તે કોઈ નથી જાણતું. પણ જગત આખું જોતું આવ્યું છે કે, ગમે તેટલી બાંધો દિવાલો તૂટીને જ રહે છે.”
― Aajukhele
― Aajukhele
“જે ગામે, જેવી હોય તેવી નિશાળે હું ગામના છોકરાઓ સાથે જતો કે ન જતો. નથી મને સમયસર નિશાળે બેસાડવાની માથાકૂટ કરાઈ, ન તો હું છું અને કેવું ભણું છું તે પૂછાયું. નથી કોઈએ મારું પ્રગતિપત્રક જોવા માંગ્યું. મારા કોઈ એક શિક્ષક નથી. પૃથ્વી, આકાશ, જળ-વાયુ, અંધકાર અને ઉજાસ બધાએ મને કંઈનું કંઈ જ્ઞાન આપ્યું છે. એમાંથી જેટલું સમજણમાં ફેરવાયું હશે તે મને કામ આવ્યું હશે.”
― Aajukhele
― Aajukhele
