More on this book
Community
Kindle Notes & Highlights
Read between
February 2 - February 28, 2023
જ્યારે ભય તમારા મનનો દરવાજો ખખડાવે, ત્યારે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને હકારાત્મક વિચારોને દરવાજો ખોલવા દો.
તમારા ભયને જુઓ. તેને તર્કના પ્રકાશમાં જુઓ. તમારા ભય પર હસતાં શીખો. આ સૌથી સારી દવા છે. તમારા પોતાના વિચાર સિવાય તમને કોઈ જ ચીજ વિચલિત કરી શકતી નથી. બીજાં વ્યક્તિનાં સૂચનો, કથનો કે ધમકીઓમાં કોઈ જ શક્તિ નથી હોતી. શક્તિ તમારી અંદર છે અને જો તમારા વિચારોમાં ભલાઈ હશે, તો ઈશ્વરની શક્તિ તમારા ભલાઈભર્યા વિચારો સાથે રહેશે.
વ્યક્તિ એટલી જ સશક્ત હોય છે, જેટલી તે પોતાની જાતને માને છે અને વ્યક્તિ એટલી જ મૂલ્યવાન હોય છે, જેટલી પોતાની જાતને મૂલ્યવાન સમજે છ
જો તમારા વિચારો સતત સૌંદર્ય, મહાનતા અને સત્ય પર કેન્દ્રિત હોય તો તમે આધ્યાત્મિક રીતે યુવાન રહેશો, પછી ભલે તમારી ઉંમર ગમે તેટલી થઈ ગઈ હોય.
જ્યાં સુધી તમારું મન નવા વિચારો અને રુચિઓ માટે ખુલ્લું રહે, જ્યાં સુધી તમે પડદો ખોલીને તડકો અંદર આવવા દેવા માટે તૈયાર હો, જ્યાં સુધી તમે જીવન અને બ્રહ્માંડનાં નવાં સત્યો ગ્રહણ કરવાની તૈયારી ધરાવતા હો ત્યાં સુધી તમે યુવાન અને સ્ફૂર્તિવાન રહો છો.
નેવું વર્ષની ઉંમરે ડેબેકીએ પોતાના જીવન-કવનનો સાર કંઈક આ રીતે રજૂ કર્યો હતો, “જ્યાં સુધી તમારી સામે પડકાર છે અને તમે શારીરિક તથા માનસિક રીતે સક્ષમ છો, ત્યાં સુધી જીવન રોમાંચક અને સ્ફૂર્તિવાન છે.”