The Power of Your Subconscious Mind (Gujarati) (Gujarati Edition)
Rate it:
7%
Flag icon
વિચાર, ભાવના, શક્તિ, પ્રકાશ, પ્રેમ અને સૌંદર્યના આ આંતરિક જગતને શોધી કાઢવાનો તમને પૂરો હક છે. આ શક્તિઓ અદૃશ્ય, પણ ખૂબ જ શક્તિશાળી છે. તમારા અર્ધજાગ્રત મનમાં દરેક સમસ્યાનું સમાધાન અને દરેક પરિણામનું કારણ હોય છે. જ્યારે તમે આ છૂપી શક્તિઓનો ઉપયોગ કરતાં શીખી જશો ત્યારે તમને સુખ, સલામતી, આનંદ અને અધિકારની દુનિયામાં પ્રવેશ મળી જશે.
8%
Flag icon
જ્ઞાની લોકો પોતાની આંતરિક દુનિયામાં જીવે છે.
10%
Flag icon
ખજાનો તમારી અંદર જ છે. તમારા હૃદયની ઝંખનાનો જવાબ તમારી અંદર શોધો.
10%
Flag icon
તમે વહાણના કેપ્ટન જેવા છો. તમારે યોગ્ય આદેશો આપવા પડશે, નહીંતર જહાજ ક્યાંક અથડાઈ જશે. એ જ રીતે તમારા અર્ધજાગ્રત મનને યોગ્ય આદેશો (વિચારો તથા તસવીરો) આપવા પડશે.
11%
Flag icon
તમારા અર્ધજાગ્રત મનની પ્રતિક્રિયા તમારા જાગ્રત મન દ્વારા સર્જવામાં આવેલા વિચાર દ્વારા નક્કી થાય છે.
12%
Flag icon
વારંવાર પુનરાવર્તિત કરવામાં આવેલ વિચારનો તમારું અર્ધજાગ્રત મન સ્વીકાર કરી લે છે.
16%
Flag icon
તમારી પાસે પસંદગી કરવાની ક્ષમતા છે. જીવન પસંદ કરો, પ્રેમ પસંદ કરો, સ્વાસ્થ્ય પસંદ કરો.
17%
Flag icon
તમે એ જ બનશો, જે તમે આખો દિવસ વિચારતા રહેશો.
18%
Flag icon
તમારા મનનો ઉપયોગ દરેક લોકોને ઉપયોગી, પ્રોત્સાહિત અને માર્ગદર્શક થવા માટે કરો.
19%
Flag icon
તમારા વિચાર જ તમારા અનુભવો બનીને ઊભરી આવે છે.
19%
Flag icon
અમેરિકન વિચારક રાલ્ફ વાલ્ડો એમરસને કહ્યું હતું કે, “માણસ અંતે એ બની જાય છે, જે આખો દિવસ તે વિચારે છે.”
20%
Flag icon
જ્યાં સુધી પહેલાં તમારા મનમાં ન પ્રગટે ત્યાં સુધી કોઈ પણ ચીજ તમારા શરીરમાં પ્રગટ નથી થતી,
27%
Flag icon
એક વાત ખાસ જાણી લો કે શ્રદ્ધા જમીનમાં રોપાયેલા બીજ જેવી છે. આપણે જેવું વાવીએ તેવું પામીએ છીએ. તમારા મનમાં વિચારનું એક બીજ વાવો, તેને શ્રદ્ધા અને આશાનું નિર્મળ જળ તથા ખાતર પૂરાં પાડો, ધીમે ધીમે આ વિચાર વાસ્તવિકતામાં ફેરવાઈ જશે.
27%
Flag icon
તમામ રોગ પહેલાં મનમાં પેદા થાય છે. કોઈ પણ ચીજ શરીરમાં ત્યાં સુધી જન્મી નથી શકતી, જ્યાં સુધી તેને અનુરૂપ માનસિક વ્યવસ્થા ન થાય.
33%
Flag icon
જીવનની સૌથી મૂળભૂત અને દૂરગામી ચીજ એ છે, જે તમે દરેક કલાકે તમારી માનસિકતામાં રચો છો.
37%
Flag icon
વિશ્વાસનું પરિવર્તન જ દરેક ઉપચારનો મુખ્ય આધાર છે.
40%
Flag icon
જો તમે ભય, ક્રોધ, ઈર્ષ્યા અને દુર્ભાવનાના વિચારો દ્વારા તમારા શરીરમાં ફરીથી દૂષણ પ્રવેશવા દો, તો તેમાં તમારા સિવાય બીજું કોઈ જ દોષી નથી.
45%
Flag icon
દરેક પ્રશ્નનો કોઈ ને કોઈ જવાબ તો હોય છે અને દરેક મુશ્કેલીનું સમાધાન હોય છે.
48%
Flag icon
સંપત્તિનો સાચો સ્રોત તમારા વિચારો છે. તમારા એક વિચારનું મૂલ્ય લાખો ડૉલરનું પણ હોઈ શકે. તમારું અર્ધજાગ્રત મન તમારા દ્વારા કરવામાં આવેલા વિચારને ફલિત કરી આપશે.
48%
Flag icon
જ્યારે લોકો ધનનો સંગ્રહ કરવા માંડે છે, તેને ડબ્બામાં બંધ કરવા લાગે છે અને ભય તથા શંકાના જાળામાં ફસાવા લાગે છે, ત્યારે તે આર્થિક રીતે બીમાર થઈ જતા હોય છે.
51%
Flag icon
તમે સંતુલિત જીવન જીવવા માટે આવ્યા છો, તેમાં તમારી જરૂર પ્રમાણેનું ધન પામવાની વાત પણ સામેલ છે.
52%
Flag icon
જ્યાં સુધી તમે તમારા કામને પ્રેમ ન કરતા હોવ ત્યાં સુધી શક્ય છે કે તમે સફળતાનો અનુભવ નહીં કરી શકો.
52%
Flag icon
સફળતાનું બીજું પગલું છે કામના કોઈ ક્ષેત્રમાં વિશેષજ્ઞતા મેળવવી અને તેમાં ઉત્કૃષ્ટ તથા સર્વશ્રેષ્ઠ બનવાની ઇચ્છા રાખવી તે.
52%
Flag icon
જે સૌથી મહાન છે, તેણે સેવક બનવું પડશે.
53%
Flag icon
સાચી સફળતાનું માપ
57%
Flag icon
સફળતાનો અર્થ છે સફળ જીવન. જો તમે શાંત અને સુખી છો અને તમારું ગમતું કામ કરી રહ્યા છો, તેનો અર્થ એ છે કે તમે સફળ છો.
57%
Flag icon
સફળ માણસો સ્વાર્થી નથી હોતા. તેમની મૂળ ઇચ્છા માનવતાની સેવાની હોય છે.
69%
Flag icon
સૌથી પહેલાં તો બીજાને બદલ્યા કરતાં કઠોર થઈને પોતાની જાતને બદલતાં શીખવું પડશે.
73%
Flag icon
સુખનું સામ્રાજ્ય તો તમારા વિચારો અને લાગણીઓમાં જ રહેલું છે.
73%
Flag icon
સુખ, શાંત મનમાં ઊગતો પાક છે. તમારા વિચારોનું દોરડું શાંતિ, સંતુલન, સલામતી અને દૈવી માર્ગદર્શનના ખૂંટ પર બાંધો. તમારા મનમાં આપોઆપ સુખ ઉદ્ભવશે.
74%
Flag icon
બીજા કોઈ કંઈ પણ કહે ત્યારે આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ તે સૌથી અગત્યની હોય છે.
75%
Flag icon
હું કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે ચીજને મને ચિડાવવાનો અધિકાર કે શક્તિ આપતો નથી.
76%
Flag icon
કોઈ પણ વ્યક્તિ ભલે તમને ગમે તે કહે, પણ એ તમને ત્યાં સુધી ન ચીડવી શકે જ્યાં સુધી તમે તેને ચીડવવાની કે વિચલિત કરવાની અનુમતિ ન આપો. બીજી વ્યક્તિ તમને એક જ રીતે વિચલિત કરી શકે અને એ છે તમારા પોતાના વિચારો.
76%
Flag icon
ઘટી રહેલી ઘટના પ્રત્યે આપણે શું પ્રતિક્રિયા આપવી તે આપણા પર આધારિત હોય છે.
76%
Flag icon
નકારાત્મક પ્રતિક્રિયા ન આપવી તે પરિપક્વ ક્રિયા છે.
76%
Flag icon
કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે વસ્તુને એવી અનુમતિ ન આપો કે એ તમને શાંતિ અને સ્વાસ્થ્યના આંતરિક અહેસાસથી દૂર કરે.
79%
Flag icon
નકારાત્મક અને પીડાદાયક સ્મરણો, કડવાશ અને દુર્ભાવના તમારી અંદરના જીવનસિદ્ધાંતને મુક્ત રીતે કાર્ય કરવા દેતા નથી.
81%
Flag icon
જ્યારે તમે જાણી લો કે તમે તમારા વિચારો, પ્રતિક્રિયાઓ અને ભાવનાઓના માલિક છો, ત્યારે તમે પીડિત નથી થતા. ભાવનાઓ વિચારોનું અનુસરણ કરે છે અને તમને વિચલિત કે ચિંતિત કરનાર તમામ વિચારોનો અસ્વીકાર કરવાની તમારામાં શક્તિ હોય છે.
84%
Flag icon
જો કોઈ તમારી ટીકા કરે અને તમારી અંદર ખરેખર તે મુજબની ઊણપો હોય તો ખુશ થઈને તેનો આભાર માનો અને તેણે કરેલી ટીકા માટે તેને શાબાશી આપો. આના લીધે તમને તમારા દોષ સુધારવાની તક મળશે.
84%
Flag icon
તમે ટીકાથી દુઃખી નહીં થાવ, કેમકે તમને ખબર છે કે તમે તમારા વિચારો, પ્રતિક્રિયાઓ અને ભાવનાઓના સ્વામી છો. આનાથી તમને સામેવાળી વ્યક્તિ માટે પ્રાર્થના કરવાની અને તેના સુખની મનોકામના કરવાની તક મળે છે. આમ કરીને તમે તમારી જાતને જ દુઆ આપતા હોવ છો.
84%
Flag icon
કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ નથી હોતી. માણસના વિચારો તેને સારી કે ખરાબ બનાવે છે. ભોજન, સેક્સ, ધન કે સાચી અભિવ્યક્તિની ઇચ્છામાં કોઈ જ ખરાબી નથી. મૂળ આધાર તો તેના પર છે કે તમે આ ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને કામનાઓનો પ્રયોગ કેવી રીતે કરો છો. તમારા ભોજનની ઇચ્છા કોઈનો જીવ લીધા વિના પણ પૂરી થઈ શકે છે.
84%
Flag icon
દ્વેષ, નફરત, દુર્ભાવના અને શત્રુતા ઘણાબધા રોગોનું કારણ છે. બધા પ્રત્યે પ્રેમ, લાગણી અને સદ્ભાવના રાખીને તમને દુઃખી કરનાર લોકોને માફ કરો. આવું ત્યાં સુધી કરતા રહો, જ્યાં સુધી તમને તેની કોઈ જ વાતથી દુઃખ ન થાય.
87%
Flag icon
પ્રકાશ અંધકારને દૂર કરે છે, તેમ હકારાત્મક વિચારો નકારાત્મક વિચારોને દૂર કરીને આપણામાં આનંદ અને સુખ તાણી લાવે છે
88%
Flag icon
આ અવેજ (સબસ્ટિટ્યૂટ)નો નિયમ છે. તમારી કલ્પના તમને દારૂની બોતલ સુધી લઈ ગઈ. હવે તેને પોતાને સ્વતંત્રતા અને માનસિક શાંતિ તરફ લઈ જવા દો. તમને થોડી તકલીફ પડશે, પણ આ બધું સર્જનાત્મક ઉદ્દેશ્ય માટે થશે. તમે એને એ જ રીતે સહન કરશો, જે રીતે મા પ્રસવપીડા સહન કરે છે અને તમે મનમાં એક વિચારને બાળકની જેમ જન્મ આપો છો. તમારું અર્ધજાગ્રત મન સંયમને જન્મ આપે છે.
88%
Flag icon
સતત કાર્યશીલ રહો, જ્યાં સુધી અંધકાર દૂર ન થઈ જાય અને નવા સૂર્યનો ઉદય ન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો.
89%
Flag icon
તમારી પાસે પસંદગીની સ્વતંત્રતા છે. તમે સારી કે નરસી ટેવની પસંદગી કરી શકો છો.
89%
Flag icon
તમારી સફળતા કે ઉપલબ્ધિમાં જો કોઈ એકમાત્ર વિઘ્નરૂપ હોય તો તે છે, તમારી માનસિક છબી કે વિચાર.
89%
Flag icon
જ્યારે તમારું ધ્યાન ભટકે ત્યારે સારા કે ખરાબ વિચારમાંથી તમારા મનને પાછું વાળો. આવી ટેવ વિકસાવો. આમ કરવાની ઘટનાને અનુશાસન કહેવાય છે.
89%
Flag icon
માણસની પાછળ જે દુર્ભાગ્ય પડે છે, તે છે તેનો ભય અને ચિંતાનો વિચાર.
89%
Flag icon
બીજા લોકોની વાતો તમને ત્યાં સુધી નુકસાન નથી પહોંચાડી શકતી જ્યાં સુધી તમારી વૈચારિક કે માનસિક સંમતિ ન હોય. તમારી જાતને તમારાં લક્ષ્યો સાથે એકાકાર કરો. તમારા બ્રહ્માંડના તમે જ એકમાત્ર ચિંતક છો.
« Prev 1