More on this book
Community
Kindle Notes & Highlights
પ્રેમ એ જ મનુષ્યના જીવનનું પ્રાપ્ત કરવા યોગ્ય ધ્યેય હોઈ શકે.
રમૂજ એ ખુદના અસ્તિત્વને ટકાવી રાખવાના સંઘર્ષમાં, ટકી રહેવા માટેનું આત્માનું એક શસ્ત્ર છે. રમૂજવૃત્તિ વ્યક્તિને પરિસ્થિતિ પરત્વે અળગાપણું આપે છે, કોઈ પણ પરિસ્થિતિથી સહેજ ઉપર ઊઠવાની ક્ષમતા આપે છે. ભલે થોડી ક્ષણો માટે અને આ અળગાપણું, આ ક્ષમતા બીજી કોઈ રીતે મળતી નથી.
માણસ પાસેથી બધું જ છીનવી શકાય છે, પણે એની માનવીય સ્વતંત્રતા તો આખર સુધી એની પાસે જ રહે છે. એ કોઈ છીનવી લઈ શકતું નથી અને એ સ્વતંત્રતા એટલે કોઈ પણ પ્રકારના સંજોગોમાં પોતાનું વલણ કેવું રાખવું - પોતે કઈ રીત અપનાવવી તે પસંદ કરવાની સ્વતંત્રતા.
જે વ્યક્તિને ભવિષ્યનું કશું ધ્યેય ન દેખાતું હોય તેને ભૂતકાળના જ વિચારો આવે. ભૂતકાળનાં સ્મરણોને વાગોળવાનું વલણ વ્યક્તિને તેના વર્તમાનના ભયાનક સમયથી થોડી અલગતા આપી શકે છે, વર્તમાનને થોડો ભ્રામક બનાવી શકે છે. કેદીઓમાં આ વલણ ખૂબ વ્યાપક હતું, પરંતુ ભૂતકાળના સ્મરણમાં વર્તમાન સમય તરફ આંખો મીંચી દેવામાં પણ એક જોખમ હતું. કેદી માત્ર ભૂતકાળ તરફ નજર નાખ્યા કરે તેમાં વર્તમાનના જીવનમાં જે કંઈક પણ વિધેયાત્મક હોય તે જોવાની, જે કાંઈ કરી શકાય તેમ હોય તે કરવાની તક તરફ પણ નજર ન પડે.
વિચારક નિત્સે કહે છે તેમ જેમની પાસે જીવવાનું કારણ હોય છે તેમને ‘કોઈ પણ રીતે’ જીવવું પડે. એ જીવી શકે છે. કેદીઓને સંબંધિત માનસિક ઉપચાર અને માનસિક આરોગ્ય માટે પ્રયત્નો કરનારા સૌને માટે નિત્સેનું આ વાક્ય મુદ્રાલેખ બની શકે.
મને આત્મહત્યાના બે સંભવિત કિસ્સા યાદ છે. બંને લગભગ સરખા હતા. બંને માણસો કહેતા હતા, ‘હું આત્મહત્યા કરી લઈશ.’ ‘શું કામ કરવી છે આત્મહત્યા?’ એને સવાલ પુછાય તો એ જવાબ આપતો, ‘જીવનમાં હવે શું રહ્યું છે કે હું જીવું?’ આ બંનેને કઈ રીતે સમજાવવા કે જીવનની એમની પાસે કશી અપેક્ષા છે. ભવિષ્યમાં એમની પાસે કશી અપેક્ષા છે. આ મુદ્દો ખૂબ મહત્ત્વનો હતો. અમને ખબર પડી કે એમની પાસે જીવનમાં અપેક્ષા રાખવા જેવું કંઈક હતું તો ખરું જ. એક જણને એક બાળક હતું જે વિદેશમાં પિતાના આવવાની રાહ જોતું ઊછરી રહ્યું હતું. બીજો કેદી વૈજ્ઞાનિક હતો. એણે પોતાના જ્ઞાનના વિષયના ઘણાં પુસ્તકો લખ્યાં હતાં, પણ એ હજી અધૂરાં હતાં. એ પૂરાં કરવાનાં
...more
નિત્સે નામના એક વિચારકે કહ્યું છે, ‘જે મને મારી નથી શકતું તે મને વધુ શક્તિશાળી બનાવે છે.’
આ બધું આપણે ‘ગુમાવી દીધું’ છે તેવું ન માનવું. ભલે એ વીતી ચૂકેલો સમય બની ગયો હોય, છતાંય એ આપણા અસ્તિત્વનો ‘હોવા’નો એક ભાગ છે અને રહેશે. ‘હતું’ એ પણ હોવાનો જ એક ભાગ છે. એ કદાચ સૌથી નિશ્ચિત ભાગ છે.
અસ્તિત્વ – ‘હોવા’પણાનો સાર લોગોથૅરપી ખૂબ સ્પષ્ટ રીતે અને આગ્રહપૂર્વક જવાબદારપણા પર ભાર મૂકે છે. એક સૂત્ર છે, ‘તમે એ રીતે જીવો કે જાણે તમે બીજી વાર જીવી રહ્યા છો અને તમે જે રીતે પહેલી વાર ખોટી રીતે કામ કર્યું હતું, તે જ રીતે તમે કામ કરવાના છો.’ આ સૂત્ર સ્પષ્ટ સમજીએ. આ સૂત્ર એમ કહેવા માગે છે કે તમારો વર્તમાન સમય પણ ભૂતકાળનો બની જવાનો છે અને ભૂતકાળમાં કે વર્તમાનમાં તમે તો તમે જ છો, અને આચરણનો આ નિયમ તમને સમજાવે છે કે જીવન મર્યાદિત છે. આમ છતાં તે અંતિમ પણ છે. પોતાના જીવન સાથે અને પોતાનાથી શું કરી શકાય તે વ્યક્તિએ પોતે જવાબદારી સાથે વિચારવું જોઈએ.