
એક સાધારણ જીવનની આ વાત છે.
સાધારણ જીવનમાં એક મજા હોવી જોઈએ.
મહેનતની મજા છે. આળસની મજા છે.
તહેવારની મજા છે. આરામની મજા છે.
ક્યારેક આ બધામાંથી એક રજા હોવી જોઈએ.
સાધારણ જીવનમાં એક મજા હોવી જોઈએ.
નિયમની મજા છે. એને તોડવાની મજા છે.
માળખાંની મજા છે. પ્રતિકારની મજા છે.
ક્યારેક તો ભૂલની એક સજા હોવી જોઈએ.
સાધારણ જીવનમાં એક મજા હોવી જોઈએ.
આનંદની મજા છે. નિરાશાની મજા છે.
જાણતાની મજા છે. અજાણતાની મજા છે.
ક્યારેક તો દુરથી દેખાય એવી ધજા હોવી જોઈએ.
સાધારણ જીવનમાં એક મજા હોવી જોઈએ.
Published on November 04, 2023 07:48