તને પ્રેમ કરવાની આદત છે.

હું કેમ આ તોફાની દરિયામાં તરી રહ્યો છું ?
વમળો સાથે લડીને હું કેમ તારી તરફ આવું છું?
શું મને ડુબવાનો ડર છે કે પછી વમળોમાં ફસાઈ જવાનો?
શું મને ખાલીપાનો ડર છે કે ખોવાઈ જવાનો?
શું મારે તને મળવું છે કે માત્ર કોઈનો સાથ જોઈએ છે?
તું કિનારા પર મારાથી દૂર જઈ રહી છે અને મારે મોજા અને વમળો સાથે લડવાનું છે. પાણીમાં ડુબીને મારું શરીર થાકી ગયું છે. તો હું કેમ તરું છું? મોજા સાથે કેમ લડું છું? મને આદત છે.
તને પ્રેમ કરવાની આદત છે.
મારી એકલતાને તારી યાદની આદત છે.
પાણીના તોફાની પ્રવાહમાં મારા અસિત્વની લડાઇ છે. થાકેલા શરીરથી હું લડી રહ્યો છું કારણ કે તને ગુમાવવાનો ડર છે. મારી આંખોને તારા દીદારની આદત છે.
તને દૂર જવાની આદત છે.
મારામાં તારી આદત બદલવાની શક્તિ નથી. અરે, મારામાં તો મારી આદત બદલવાની પણ શક્તિ નથી. આશા નિરાશા બની ગઈ છે પણ આદત નથી ગયી. તુ જેટલી દુર જાય છે એટલો જ હું મોજાઓ સાથે વધુ લડું છું.
હું મારી આદતને વફાદાર રહીશ જ્યાં સુધી તુ તારી આદત નહીં બદલે.
મને તને પ્રેમ કરવાની આદત છે.
હું થાકી ગયો છું, નિરાશ થઈ ગયો છું પણ મારી આદત મને હાર માનવા નથી દેતી.
તુ ક્યારે આ દરિયામાં કુદીને મારી તરફ તરીશ? તું ક્યારે મારાથી દૂર જવાનું બંધ કરીશ?
મને ડુબવાનો ડર નથી પણ વમળોમાં ફસાઈ જવાનો છે?
મને ખોવાઈ જવાનો ડર નથી પણ પ્રીતના સફરથી વંચિત રહી જવાનો છે.
મને કોઈનો સાથ નહીં પણ તારા પ્રેમનો સંગાથ જોઈએ છે.
હું મોજા અને વમળો સાથે લડતો રહીશ કારણ કે મને તારા પ્રેમની આસ છે.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on October 03, 2021 08:32
No comments have been added yet.