નીરસતાની વિશાળતા

વિશાળ ખાલી જગ્યામાં દૂર દૂર સુધી કોઈ અવરોધ નથી
જો મારામાં અભૂતપૂર્વ શક્તિ હોય તો હું શું ન કરી શકું
ઊંઘું, દોડું, ખાવું, પીવું, નાચવું, વાંચવું, અને ફરી ઊંઘવું
કાળી ધોળી રંગ આકાર વિનાની જમીન પર હું ક્યાં કુદું?
આ એકરંગી નિરસ દુનિયામાંથી હું બહાર કઈ રીતે કુદું?
ફરી વાર ઊંઘું, દોડું, ખાવું, પીવું, નાચવું, વાંચવું, ઊંઘવું
આ ભાખેલ ખાલીપામાં મારી શક્તિની કિંમત કરી શકું
આ નીરસતાની વિશાળતામાં બદલાવની શક્યતા નથી

કડકડતી ઠંડીમાં દોડતા સ્વેટર, મોજા અને બુધિયા ટોપી
એક જ ઘાટનો દરેક વ્યકિત અસતિત્વનો નથી માલિક
કાળઝાળ ગરમીના ડરમાં, વરસાદના ચહલાદક આનંદમાં
સવાર સાંજની દોડમાં ખોવાયેલ છે જીવનની રચના
રોજીંદી દિનચર્યામાં અટકેલ જીવનની આ જ છે રચના
માહિનાઓ, વર્ષો, પોઢીઓ ખોવાઈ દિવસના આનંદમાં
આપણેજ આપણા ગુલામ, આપણેજ આપણા માલિક
પોતાની જ અસમર્થતાથી આપણે આપણણે આપી ટોપી

 •  0 comments  •  flag
Share on Twitter
Published on July 25, 2021 20:24
No comments have been added yet.