ગુણવંત શાહ > Quotes > Quote > Moti liked it

ગુણવંત શાહ
“એક અગત્યની વાત કાયમ ચૂકી જવાય છે. ખાધેલું પચે તે માટે લવણ ભાસ્કર ચૂર્ણ કે હવાબાણ હરડે લેનારાઓ પણ એક વાત લખી રાખે. શરીર અને મન એકબીજાં સાથે જોડાયેલાં છે. મનની તંદુરસ્તી વગર શરીરની તંદુરસ્તી શક્ય નથી. અદેખું મન, દ્વેષીલું મન કે પછી અધીરું મન શરીરને બધા રોગો પહોંચાડતું રહે છે. મનની કેળવણી શાળા કે કૉલેજમાં નથી મળતી. એ તો સંસારની યુનિવર્સિટીમાં જ મળે. ઝઘડાળુ પત્ની પતિને તલવારની મદદ વિના મારી નાખે છે. વહેમી પતિ પત્નીનું આયખું કડવા શબ્દોથી ટૂંપાવી નાખે છે. ક્યારેક કોઈ સ્વજન વગર કારણે ક્લેશ પહોંચાડે કે તમારી શાંતિને ખળભળાવી મૂકે ત્યારે જપ શરૂ કરવા. આવા યાંત્રિક જપનું આધ્યાત્મિક મૂલ્ય ઝાઝું નથી, પરંતુ એનું મનોવૈજ્ઞાનિક મૂલ્ય ઘણું છે. ક્લેશથી બચી જવાય છે. પરિવારમાં આનંદ ઊભરાય ત્યારે શરીર પણ સ્વસ્થ રહે છે. ક્યારેક એક જ પાત્ર આખા પરિવારને ખેદાનમેદાન કરી મૂકે છે. આવે વખતે બાકીના બધા સભ્યોએ ગુપ્ત સમજૂતી કરીને યોજનાપૂર્વક વ્યૂહરચના ઘડીને એ સ્વજન સાથે વિવેકપૂર્વક કામ પાડવું જોઈએ. કૈકેયી આખી અયોધ્યાને હચમચાવી મૂકે છે, પરંતુ ભરતનું મન સ્વસ્થ હોય તો રઘુકુળ બચી જાય છે. ક્યારેક હિરણ્યકશ્યપ સામે પ્રહ્‌લાદનો સત્યાગ્રહ ખપ લાગે છે.”
Gunvant Shah, Maro Tya Sudhi Jivo

No comments have been added yet.