Goodreads Librarians Group discussion

ଛମାଣ ଆଠ ଗୁଣ୍ଠ | Chha Mana Atha Guntha | Six Acres and a Third
17 views
[Closed] Added Books/Editions > [Done]Please add new edition of this book

Comments Showing 1-3 of 3 (3 new)    post a comment »
dateUp arrow    newest »

message 1: by Ajay (new)

Ajay Thakur | 2145 comments * Title: છ વીઘા જમીન [Chh Vigha Jamin]

* Author: Fakir Mohan Senapati
* Editor: Renuka Soni


* ISBN (or ASIN): ‎B0DFMJJS31

* Publisher: ‎Gujarati Books


* Publication: 28 August 2024


* Page count: 176

* Format: Paperback

* Description: Chh Vigha Jamin : A Novel (Translated From Odia ) છ વીઘા જમીન,જમીનદારી અને જીવનસંઘર્ષ વચ્ચે જીવન વાસ્તવને પ્રગટ કરતી કથા: 'છ વીઘા જમીન'આ વાર્તાની ભૂમિકા, એની ભાષા અને એમાં દોરેલા રેખાચિત્રો એ બધાના મૂળ દેશની ધરતીમાં ખૂબ ઊંડે સુધી પહોચી ગયેલા છે.શેખ દિલદાર મિદનાપુરનો મોટો જમીનદાર હતો. દારૂની લતને લીધે વિલાસી જીવન જીવતો દીલદારમિયાં અલીમિયાં નામે ઓળખાતા શેખ કરમતઅલીનો પુત્ર આ દિલદારમિયા હતો. મિયાંને માત્ર ફારસીમાં પોતાનું નામ લખતા આવડતું ને થાણા પર સિપાહીગીરીની નોકરી મળી ગઈ. તેથી અલીમિયાં જમીનદારીમાં ખૂબ પૈસા કમાયા. તેને માત્ર પોતાના પુત્ર દીલદરમિયાને ભણાવવાનો શોખ હતો. પણ તે કઈ જ ભણ્યો નહીં અને પિતાની મિલકત પરથી પણ હાથ ધોઈ બેઠો.રામચંદ્ર મંગરાજ પણ આ જ વિભાગમાં વહીવટનું કારકુની કામ કરતો. મહેસૂલી વિભાગની મોટા ભાગની રકમ તે હડપ કરી જતો. લોકોની સંપતિ ભેગી કરીને ઘન લૂટવામાં રામચંદ્રે દારૂડિયા દીલદારમિયાનો પણ ખૂબ લાભ લીધો.ઊર્જાવાન અને સીમાસ્તંભરૂપ ભારતીય નવલકથા... ભારતને ખેતીપ્રધાન દેશ ગણાવાય છે. સાહિત્ય સમાજનો આયનો. હોય તો સાહિત્યમાં ખેડ્નાયક - નાવિકા કેટલાં? ખેડૂતને આલેખતી ફિલ્મો કેટલી ? લમણે હાથ દેવો પડે. ગાંધીજીના આગમન પહેલાં પ્રેમચંદજી, પન્નાલાલ પટેલ, ફણીશ્વરનાથ રેણુ, તારાશંકર બંદ્યોપાધ્યાયની નવલકથાઓ. યાદ આવે. વીસમી સદીના ઉત્તરાર્ધની આ નવલકથાઓ સામે ઓગણીસમી સદીની “છ વીઘા જમીન' (૧૮૯૮) મૂકીએ તો ખ્યાલ આવશે કે ફકીર- મોહન સેનાપતિએ સશક્ત દિશાસંકેત પૂરો પાડેલો. ટુકડો જમીન ધરાવતા ધર્મભીરુ વણકર ખેડૂદંપતીની અવદશાની આ. નવલકથા છે. કોર્ટ-કચેરીના માહિરો જમીન પડાવી લે છે. છતાં આ રચના લાગણીઘેલી નથી. વ્યંગ્યથી, વક્રોકિત નવલકથાનો કથક દોર સંભાળે છે. કથક ક્યારેક છૂપો સમાજ સુધારક લાગે, ક્યારેક ભીરુ, ક્યારેક વેવલી પંડિતાઈ કરતો લાગે. સુજ્ઞ ભાવક પામી જાય છે કે બધું મળીને આ એક પ્રયુક્તિ છે. ભૂમિ વંચિતો પ્રત્યે કથકને, તે દ્વારા લેખકને ભારોભાર અનુકંપા છે તેથી અહીં વ્યાજસ્તુતિનો મહોત્સવ રચાયો છે. મને તો આ નવલકથા અનુઆધુનિક લાગે છે. ખેડૂતોની આત્મહત્યાના આંકડા ધ્રુજાવી દે છે ત્યારે આવી નવલકથાએ વેળાસર એ ભણી ધ્યાન ખેંચેલું એ યાદ રાખવા જેવું છે. વસ્તુ અને અભિવ્યક્તિ બેઉમાં પ્રસ્તુત, ઊર્જાવાન અને સીમાસ્તંભરૂપ ભારતીય નવલકથા લેખે “છ વીઘાં જમીન' અવિસ્મરણીય અને ઉત્તમ રચના છે.

* Language: Gujarati


*Link: https://www.amazon.in/Chh-Vigha-Jamin...


message 2: by Ajay (new)

Ajay Thakur | 2145 comments Please add this book.


back to top