સોળથી અઢાર કલાક સક્રિય રહેવા માંગે છે તેવા મોટા ભાગના લોકો માટે આ આદર્શ આહાર છે. યાદ રાખો, જેા તમે રાંધેલો ખોરાક ખાઓ, તો તમે પંદર મિનિટમાં પણ ખાઈ શકો છો. જેા તમે પ્રાકૃતિક અથવા કાચો આહાર લેશો, તો તમને એટલો જ આહાર લેતાં થોડો વધારે સમય લાગશે, કારણ કે, તમારે થોડું વધારે ચાવવું પડશે. પણ શરીરની પ્રકૃતિ એવી છે કે પંદર મિનિટ પછી શરીર તમને કહેશે કે બસ થઈ ગયું. તેથી લોકો ઓછું ખાય છે અને તેમનું વજન પણ ઘટે છે. કેવળ તમે કેટલું ખાઓ છો તેની તમને ખબર હોવી જેાઈએ.