વિચાર, ભાવના, શક્તિ, પ્રકાશ, પ્રેમ અને સૌંદર્યના આ આંતરિક જગતને શોધી કાઢવાનો તમને પૂરો હક છે. આ શક્તિઓ અદૃશ્ય, પણ ખૂબ જ શક્તિશાળી છે. તમારા અર્ધજાગ્રત મનમાં દરેક સમસ્યાનું સમાધાન અને દરેક પરિણામનું કારણ હોય છે. જ્યારે તમે આ છૂપી શક્તિઓનો ઉપયોગ કરતાં શીખી જશો ત્યારે તમને સુખ, સલામતી, આનંદ અને અધિકારની દુનિયામાં પ્રવેશ મળી જશે.