આ અવેજ (સબસ્ટિટ્યૂટ)નો નિયમ છે. તમારી કલ્પના તમને દારૂની બોતલ સુધી લઈ ગઈ. હવે તેને પોતાને સ્વતંત્રતા અને માનસિક શાંતિ તરફ લઈ જવા દો. તમને થોડી તકલીફ પડશે, પણ આ બધું સર્જનાત્મક ઉદ્દેશ્ય માટે થશે. તમે એને એ જ રીતે સહન કરશો, જે રીતે મા પ્રસવપીડા સહન કરે છે અને તમે મનમાં એક વિચારને બાળકની જેમ જન્મ આપો છો. તમારું અર્ધજાગ્રત મન સંયમને જન્મ આપે છે.