કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ નથી હોતી. માણસના વિચારો તેને સારી કે ખરાબ બનાવે છે. ભોજન, સેક્સ, ધન કે સાચી અભિવ્યક્તિની ઇચ્છામાં કોઈ જ ખરાબી નથી. મૂળ આધાર તો તેના પર છે કે તમે આ ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને કામનાઓનો પ્રયોગ કેવી રીતે કરો છો. તમારા ભોજનની ઇચ્છા કોઈનો જીવ લીધા વિના પણ પૂરી થઈ શકે છે.