તમારા ભયને જુઓ. તેને તર્કના પ્રકાશમાં જુઓ. તમારા ભય પર હસતાં શીખો. આ સૌથી સારી દવા છે. તમારા પોતાના વિચાર સિવાય તમને કોઈ જ ચીજ વિચલિત કરી શકતી નથી. બીજાં વ્યક્તિનાં સૂચનો, કથનો કે ધમકીઓમાં કોઈ જ શક્તિ નથી હોતી. શક્તિ તમારી અંદર છે અને જો તમારા વિચારોમાં ભલાઈ હશે, તો ઈશ્વરની શક્તિ તમારા ભલાઈભર્યા વિચારો સાથે રહેશે.