કોઈને ક્યાં ખબર હતી કે જો ભગવાન હશે તો તો આ ડોશીની છાતીમાં બેઠો જ હશે. અરે આ તો બ્રહ્મ છે... બ્રહ્મ. જ્યાં દરેક માણસ જન્મી-જીવી અને મરી રહ્યું છે. જ્યાં એક-એક પાંદડું ફર-ફરે છે. જ્યાં સમુંદર ઊછળે છે, જ્યાં માછલાં-પ્રાણી-પંખી શ્વસી રહ્યા છે. જ્યાં ધરતી છે, આકાશ છે, એની અંદર અનંત અગોચર ગ્રહો-તારલાઓ રમી રહ્યા છે. એ બ્રહ્મ કે જેનો કોઈ અંત નથી. જન્મ નથી. મૃત્યુ નથી. ચારે તરફ એ નાચી રહ્યું છે. લટકા કરી રહ્યું છે. જીવી રહ્યું છે. ખેલ કરી રહ્યું છે. રામબાઈ