રામબાઈ પાસે પદાર્થ નહીંવત્ હતા, પણ ચૈતન્ય ગાંડું થઈને ચારેકોર નાચતું હતું. ઘરમાં વાસણ ઓછાં હતાં, પણ પેલી નાનકડી કાળી તપેલીમાં રામબાઈ જે કાળજી અને પ્રેમથી કઢી બનાવતી હતી એ કઢી પીઈને હું મારી આંગળીઓ પણ ચાટી જતો. જાણે પોતાની ઝૂંપડીએ આવેલા રામને શબરી જે પ્રેમ-મમતાથી બોર ખવડાવતી હોય એમ રામબાઈ મને જમવાનું જમાડતી.