“આ ઓલું દેખાય સે એનો કોઈ અંત નથી. આપડી ધરતી તો આની માલીકોર્ય ક્યાંય પડી સે. આનું માપ નથ. બધાંય વિજ્ઞાનિકું આયા બેઠાં-બેઠાં ગણિત માંડે સે. આ તો ઘનઘોર સે. ચારેકોર સે. આને કોઈ ભાળી ગ્યો તો ઈ એમાં ભળી ગ્યો. આનું પંડ્ય ક્યાંય શરૂ કે પૂરું નથ થાતું. હું તો આંખ્યું બંધ કરીન વિશાર કરું સુ કે આ બધુંય કેવુંક સે, અને મારે પંડે ધ્રુજારી આવી જાય સે. આ લોક જે તત્ત્વનું બન્યું સે ઈ જ તત્ત્વ પાસું આપડા શરીરમાં સે. બોલ્ય! આપડે બધાંય આ બ્રહ્માંડનો જ ભાગ સયી. અને આપડી અંદર’ય પાસું આખું બ્રહ્માંડ સે!”