આજ મારે આંગણ મારી દીકરીના ભરથાર આવ્યા રે, મારે નાનકડે ફળિયે આજ દીકુંનાં જીવતર મંડાયાં રે. આજ માબાપ ન બેઠાં માંડવે રે, આજ ઈશ્વર જ કન્યાદાન દેવા આવ્યા રે. હસ્તમિલાપ થયા, મનમિલાપ થયા, જીવનમિલાપ થયા, આજ સપ્તપદીના શબ્દે મારી દીકરીનાં જીવતર ફેરાયાં રે. જવતલ હોમાયા, ચોખા વેરાયા, કંકુ અને સિંદૂરના સેંથા પુરાયા, આજ મંગળસૂત્ર નહોતાં તોય દીકરીના લેખ લખાયા રે.