Kindle Notes & Highlights
આ અખિલ બ્રહ્માંડને... ઘણી ખમ્મા તારા નાચને...
જે જગતમાં હંમેશાંથી બાપ પોતાના બાળકનું મોઢું ધોઈ આપતો હોય અને એની આંખમાં પડેલું કણું-કચરો કાઢી આપતો હોય એ જગતમાં જો બાળક પોતાના બાપનું મોઢું ધોઈ આપે, એની ધૂળભરી આંખો સાફ કરી આપે અને એને પંપાળીને, એની આંગળી પકડીને, સમજાવીને ઘરે લઈ આવે એ દૃશ્ય હજાર વંદનને પાત્ર હતું. ગીગાભાઈ વળી ખૂબ ઝડપે ભાગતા.
આજ મારે આંગણ મારી દીકરીના ભરથાર આવ્યા રે, મારે નાનકડે ફળિયે આજ દીકુંનાં જીવતર મંડાયાં રે. આજ માબાપ ન બેઠાં માંડવે રે, આજ ઈશ્વર જ કન્યાદાન દેવા આવ્યા રે. હસ્તમિલાપ થયા, મનમિલાપ થયા, જીવનમિલાપ થયા, આજ સપ્તપદીના શબ્દે મારી દીકરીનાં જીવતર ફેરાયાં રે. જવતલ હોમાયા, ચોખા વેરાયા, કંકુ અને સિંદૂરના સેંથા પુરાયા, આજ મંગળસૂત્ર નહોતાં તોય દીકરીના લેખ લખાયા રે.
જગતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે અહમ - અહંકારના મહાસાગર ભર્યા પડ્યા હોય. જ્યાં મોટા ભાગનાં સ્ત્રી-પુરુષો વચ્ચે પ્રીતિના દીવડા માત્ર નામ ખાતર બળ્યા કરતા હોય. જ્યાં પ્રેમ માત્ર એકબીજાની જરૂરિયાતની જેમ જીવાતો હોય. જ્યાં પ્રેમ-હીન બનેલાં લાખો યુગલ જીવવા ખાતર સાથે જીવી નાખતાં હોય એવા જગતમાં કોઈ પુરુષ પોતાની સ્ત્રીને ભગવાન કેમ કહી શકે?
વીરજીને વઘારની સુગંધ ખૂબ જ ગમે. સાંજે રામબાઈ આખા ભીંડાનું શાક બનાવતી હોય ત્યારે ચૂલાની આગળ જ બેસી જાય. મગફળીના તેલમાં રાય-જીરું છંટાય. હળદર-મરચું વેરાય. ભીંડાની શીંગોનો તડતડ અવાજ ઊઠે અને વરાળ હવામાં ઊંચે જાય. વીરજી પોતાની આંખો બંધ કરીને રોજે સાંજે શાક કે દાળ બનવાની રાહ જુએ.
રામબાઈના કઢીના વઘાર. ગિરનારી ખીચડીની વરાળ. એના હાથનું આખા મરચાનું શાક. વીરજીની બાહોમાં જે લોખંડી તાકાત હતી એનું કારણ એની રામબાઈની હથેળીની કમાલ હતી.
એમાંય અડદની દાળ!...એમાં લ...
This highlight has been truncated due to consecutive passage length restrictions.
રામબાઈની રસોઈનો વઘાર હવામાં ઊઠે, વીરજીને મળતો જાય, પછી ત્યાંથી ઊડીને રામજીમંદિરના ઓટલે બેઠેલા ભાભલાઓને નાકે ચડે અને બધા એક સાથે જાણે બોલી ઊઠે - “ભાઈ ભાઈ....
This highlight has been truncated due to consecutive passage length restrictions.
જેનાં કાળજા દાઝી ગયાં હોય તેની કોઠી પણ ખાલી જ હોય.
ઠાઠડીને ખભો દેનારો દીકરો ન હતો. ચિતાને આગ ચાંપનાર દીકરો ન હતો. હાથમાં ઘડો લેનાર કોઈ ન હતું. અહીં બધું જ તેની સ્ત્રી કરી રહી હતી. તે પત્ની પણ હતી, દોસ્ત પણ હતી, દીકરો પણ હતી, ડાઘુ પણ હતી, અને મરેલા વીરજીનો ભગવાન પણ હતી.
હંસલા હાલોને હવે મોતીડાં નહીં રે મળે... આ તો ઝાંઝવાનાં પાણી... આશા મારી જુઠ્ઠી રે બંધાણી... મોતીડાં નહીં રે મળે... હંસલા હાલોને હવે...
મેં તો ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો... એને રામના રખોપે મેં તો ઘૂંઘટે રે ઢાંક્યો ... વાયરો વાયો રે ભેંકાર માથે મેહુલાનો માર દીવડો નહીં રે બળે... હંસલા હાલોને હવે....
વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારશે... એને કેજો કે ચૂંદલડી મારી લાશે ઓઢાડે આ કાયા ભલે રે બળે માટી માટીમાં રે ભળે આ પ્રીતડી નહીં રે બળે.. હંસલા હાલોને હવે મોતીડાં નહીં રે મળે...
જેવાં કરમ કરો એવા આના આ જનમમાં ભોગવવાં પડે. ભગવાન કરમ જોખે સે.”
જગતના પટ પર ક્યારેય ન બનેલું કશુંક આ સ્ત્રી કરી રહી હતી. જ્ઞાન-વિજ્ઞાનના સીમાડાઓની પાર. વિચાર અને શબ્દોની ક્ષિતિજોને પાર. સત્ય-ભ્રમની ભ્રમણાઓને પાર. અંદર-બહારની બાધાઓને પાર. જીવ-શિવ-શરીરની સાંકળોને પાર. જપ-તપની લાયકાતોને પાર. દૃશ્ય -અદૃશ્યની સરહદોને પાર...
“જીવતા હોયી તયી જી થાય ઈ બધુંય મોજથી દાંત કાઢતાં-કાઢતાં ભેટી લેવાનું. સુખ’ય ભેટો. દુઃખ’ય ભેટો. બધાય રંગમાં રંગાઈ જાય ઈ રામ.”
રામબાઈ પાસે પદાર્થ નહીંવત્ હતા, પણ ચૈતન્ય ગાંડું થઈને ચારેકોર નાચતું હતું. ઘરમાં વાસણ ઓછાં હતાં, પણ પેલી નાનકડી કાળી તપેલીમાં રામબાઈ જે કાળજી અને પ્રેમથી કઢી બનાવતી હતી એ કઢી પીઈને હું મારી આંગળીઓ પણ ચાટી જતો. જાણે પોતાની ઝૂંપડીએ આવેલા રામને શબરી જે પ્રેમ-મમતાથી બોર ખવડાવતી હોય એમ રામબાઈ મને જમવાનું જમાડતી.
એ રીંગણનો ઓળો બનાવે અને હું રીંગણની ટોપીઓ ચાવું. એ કેરી સુધારે અને હું ગોઠલાં ચૂસું.
“આ ઓલું દેખાય સે એનો કોઈ અંત નથી. આપડી ધરતી તો આની માલીકોર્ય ક્યાંય પડી સે. આનું માપ નથ. બધાંય વિજ્ઞાનિકું આયા બેઠાં-બેઠાં ગણિત માંડે સે. આ તો ઘનઘોર સે. ચારેકોર સે. આને કોઈ ભાળી ગ્યો તો ઈ એમાં ભળી ગ્યો. આનું પંડ્ય ક્યાંય શરૂ કે પૂરું નથ થાતું. હું તો આંખ્યું બંધ કરીન વિશાર કરું સુ કે આ બધુંય કેવુંક સે, અને મારે પંડે ધ્રુજારી આવી જાય સે. આ લોક જે તત્ત્વનું બન્યું સે ઈ જ તત્ત્વ પાસું આપડા શરીરમાં સે. બોલ્ય! આપડે બધાંય આ બ્રહ્માંડનો જ ભાગ સયી. અને આપડી અંદર’ય પાસું આખું બ્રહ્માંડ સે!”
કોઈને ક્યાં ખબર હતી કે જો ભગવાન હશે તો તો આ ડોશીની છાતીમાં બેઠો જ હશે. અરે આ તો બ્રહ્મ છે... બ્રહ્મ. જ્યાં દરેક માણસ જન્મી-જીવી અને મરી રહ્યું છે. જ્યાં એક-એક પાંદડું ફર-ફરે છે. જ્યાં સમુંદર ઊછળે છે, જ્યાં માછલાં-પ્રાણી-પંખી શ્વસી રહ્યા છે. જ્યાં ધરતી છે, આકાશ છે, એની અંદર અનંત અગોચર ગ્રહો-તારલાઓ રમી રહ્યા છે. એ બ્રહ્મ કે જેનો કોઈ અંત નથી. જન્મ નથી. મૃત્યુ નથી. ચારે તરફ એ નાચી રહ્યું છે. લટકા કરી રહ્યું છે. જીવી રહ્યું છે. ખેલ કરી રહ્યું છે. રામબાઈ