મનોમન ચાલતા આ સંવાદમાં કૃષ્ણ પોતાની જ જાતને કહી રહ્યા હતા જાણે, “પ્રતીક્ષા વ્યર્થ છે... રોજેરોજ પળેપળ કશાની પ્રતીક્ષામાં જીવવું એ જીવન નથી, ઝંખના છે. કશું પામવા, કશું મેળવવા માટે જીવતા જવું, એને બદલે... માત્ર જે આવે તેને સ્વીકારીને શ્વાસને જીવન માનીને શ્વસતા જવું એ વધુ જીવનપૂર્ણ છે, એ વધુ સત્ય છે, અને આ મારાથી વધુ કોણ જાણે છે? જે રોજ આજે એટલા માટે જીવે છે કે કાલ કંઈક થશે, કાલે પણ એટલા માટે જીવશે કે પરમ દિવસે કંઈક થશે, જે રોજેરોજ, આજે કાલને માટે જીવશે એ કદી જીવી નહીં શકે, કારણ કે જ્યારે આવશે ત્યારે આજ આવશે, અને જીવવું તેનું સદા કાલે હશે. કાલે પણ એમ જ થશે, પરમ દિવસે પણ એમ જ થશે, કારણ કે જ્યારે
...more