બંધ મુઠ્ઠીમાં પણ એ છે જ અને બંધ ઓરડામાં પણ એ છે જ. એક પળ માટે પણ એના વિના સજીવનું અસ્તિત્વ નથી અને છતાં પળેપળ શ્વાસ લેતા સજીવને એના અસ્તિત્વની નોંધ લેવાની આવશ્યકતા પણ નથી. સખી, મારો પ્રેમ એ તમારા કુશળની પ્રાર્થના છે, તમારા મંગળની કામના છે, તમારા સ્વમાનની રક્ષા છે, તમારા સુખનો પ્રયત્ન છે, તમારી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર છે, તમારી ઇચ્છાઓને પૂર્ણ કરવાનો મારો સંનિષ્ઠ પ્રયાસ છે. સખી, તમને સ્પર્શવું એ જ પ્રેમ નથી મારે માટે. તમારી સાથે જીવવું એ પણ પ્રેમનો પર્યાય નથી મારે માટે... આપણે એક છત્ર નીચે જીવીએ તો જ પ્રેમ? મારે માટે પ્રેમ એ એક આકાશ નીચે ઊભા રહીને એ આકાશ તરફ જોઈને તમારા સ્મિતની કલ્પના કરવી, એ જ
...more