“મા! કોણે કહ્યું કે આ શાપ છે, આ તો આશિષ છે! તમારા વિના મારી મુક્તિ કોણ ઝંખી શકે? એક માની, એક પુત્રને અપાયેલી હૃદયપૂર્વકની આશિષ છે આ. મા, મને પણ લાગે છે કે મારો કાર્યકાળ પૂરો થયો છે. જવાનો સમય ક્યારનો થઈ ગયો હતો. માત્ર પ્રયાણની અનુમતિ જોઈતી હતી, જે તમે આપી મને! એક મા સિવાય એક પુત્રના હૃદયની વાત આટલી સરળતાથી કોણ સમજી શકે?”