More on this book
Kindle Notes & Highlights
બંધનનો અર્થ... મુક્તિની ઝંખના...
“આમેય સ્ત્રીઓને પોતાના મનની સમજ થોડી વધુ જ હોય છે. પુરુષો મન અને મસ્તિષ્ક વચ્ચે અંતર નથી સમજી શકતા. આવું પણ દ્રૌપદીએ જ કહ્યું હતું ને!
દરેક મનુષ્યનું અને પરિસ્થિતિનું સ્થાન આપણા જીવનમાં નિશ્ચિત હોય છે અને એટલે જ, આપણા ત્યજવાથી કે અસ્વીકાર કરવાથી નિયતિમાં કોઈ ફેર નથી પડતો.”
નિયત એટલે નિમાયેલું કર્મ તું કર, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું સારું જ છે. કર્મ ન કરવાથી તો શરીરનો નિર્વાહ પણ ચાલશે નહીં.
નબળાઈ સ્વીકારી લેવી એનાથી મોટી કોઈ નબળાઈ નથી.”
સામેની વ્યક્તિને દર્પણ તરીકે જોવી એ પ્રેમનો સ્વભાવ છે. સામેની વ્યક્તિ કંઈ પણ કહે, પ્રેમી મન એ જ સાંભળે છે, અને એ જ સમજે છે જે એને સ્વીકાર્ય છે... અથવા જે એને અપેક્ષિત છે.
જે મને બધે જુએ છે, અને મારામાં બધું જુએ છે તેને માટે હું કદી દૂર નથી અને તે મારાથી કદી દૂર નથી.
“મા! માની આશિષ છે આ તો... મુક્તિની આશિષ, સ્વપંથે પ્રયાણની આશિષ...” “કૃષ્ણ! શા માટે સ્વીકાર્યો તેં આ શાપ?”
“મા! કોણે કહ્યું કે આ શાપ છે, આ તો આશિષ છે! તમારા વિના મારી મુક્તિ કોણ ઝંખી શકે? એક માની, એક પુત્રને અપાયેલી હૃદયપૂર્વકની આશિષ છે આ. મા, મને પણ લાગે છે કે મારો કાર્યકાળ પૂરો થયો છે. જવાનો સમય ક્યારનો થઈ ગયો હતો. માત્ર પ્રયાણની અનુમતિ જોઈતી હતી, જે તમે આપી મને! એક મા સિવાય એક પુત્રના હૃદયની વાત આટલી સરળતાથી કોણ સમજી શકે?”
“કૃષ્ણ!” ગાંધારીની આંખો કૃષ્ણ સામે જોઈને અનરાધાર આંસુ વરસાવી રહી ...
This highlight has been truncated due to consecutive passage length restrictions.
“સ્ત્રીનું દુ:ખ એ છે કે એનો પ્રેમ માત્ર અર્પણનો પ્રેમ હોય છે. કશુંય માંગ્યા વિના માત્ર આપતી, આપ્યા કરતી સ્ત્રીને પણ જવાબો આપવા પડતા હોય છે! બેટા, આ સમાજમાં પ્રેમી પતિ હોય એ જરૂરી નથી, વધારે દુ:ખની વાત તો એ છે કે પતિ પણ પ્રેમી નથી હોતો.”
“એક સ્ત્રી માટે એનો પ્રેમ જ એનો શ્વાસ, એનો પ્રાણ છે... એ જ એને જીવતી રાખે છે અને એ જ એને મારે છે. દીકરી મારી, પુરુષ માટે અને સ્ત્રી માટે પ્રેમનો અર્થ જુદો જુદો છે. પુરુષ માટે પ્રેમ લેવાનું — લીધા કરવાનું નામ છે, જ્યારે સ્ત્રી નદીની જેમ વહીને... મીઠું પાણી સમુદ્રમાં રેડી
દઈને પ્રેમ કરે છે. પ્રેમ અને સુગંધનો ધર્મ આપવાનો છે. પાણીની જેમ વહેતો પ્રેમ એક જ દિશામાં પોતાના કિનારાની અંદર રહીને વહે તો પ્રત્યેક બિંદુ જીવન નિર્માણ કરે છે પરંતુ કિનારા ઓળંગે તો વિનાશ સર્જે છે. પાછા વળતાં મૂકી જાય છે માત્ર કાદવ અને વિલાપ. પ્રેમ મુઠ્ઠીમાંની હવા જેવો છે. મુઠ્ઠી ખાલી છે ને તોય ખાલી નથી! પણ મુઠ્ઠીમાંની હસ્તરેખા લગ્ન સાથે જોડાયેલી છે બેટા... મેંદીનો રંગ જતો રહે, હાથની રેખા નહીં. એ તો બાંધેલી મુઠ્ઠીમાં જન્મ સાથે આવે, અને સૌએ એ રેખાના ચીલે ચીલે ચાલીને જીવવું પડે.”
“હું તો અહીં જ છું. અહીં જ રહેવાનો છું... અવર-જવર તો આપણા મનની હોય છે પ્રિયે. બાકી, આવવું અને જવું એવી કોઈ પ્રક્રિયા હોતી જ નથી. હોય છે માત્ર એક બિંદુથી બીજા બિંદુનો સમયગાળો અને આ બે બિંદુની વચ્ચે ક્યાંક આપણું અસ્તિત્વ. આ ક્ષણે હું અને તું એકબીજામાં પરોવાયેલાં બેઠાં છીએ. આ ક્ષણનું સત્ય એટલું જ છે. ગઈ તે ક્ષણ અને આવનારી ક્ષણ — બે એવાં બિંદુ છે, જ્યાંથી આપણે આવ્યાં છીએ અને જે તરફ જઈ રહ્યાં છીએ. પ્રત્યેક ક્ષણ પ્રસ્થાનની ક્ષણ છે પ્રિયે. પ્રસ્થાન નિશ્ચિત છે. માત્ર ક્યારે? એ પ્રશ્નનો જ ઉત્તર નથી હોતો આપણી પાસે. અને એ ઉત્તર નથી એટલે જ બે બિંદુ વચ્ચેની આ યાત્રા આટલી રસપ્રદ છે, આટલી ગમતી છે, સમજી?”
મનોમન ચાલતા આ સંવાદમાં કૃષ્ણ પોતાની જ જાતને કહી રહ્યા હતા જાણે, “પ્રતીક્ષા વ્યર્થ છે... રોજેરોજ પળેપળ કશાની પ્રતીક્ષામાં જીવવું એ જીવન નથી, ઝંખના છે. કશું પામવા, કશું મેળવવા માટે જીવતા જવું, એને બદલે... માત્ર જે આવે તેને સ્વીકારીને શ્વાસને જીવન માનીને શ્વસતા જવું એ વધુ જીવનપૂર્ણ છે, એ વધુ સત્ય છે, અને આ મારાથી વધુ કોણ જાણે છે? જે રોજ આજે એટલા માટે જીવે છે કે કાલ કંઈક થશે, કાલે પણ એટલા માટે જીવશે કે પરમ દિવસે કંઈક થશે, જે રોજેરોજ, આજે કાલને માટે જીવશે એ કદી જીવી નહીં શકે, કારણ કે જ્યારે આવશે ત્યારે આજ આવશે, અને જીવવું તેનું સદા કાલે હશે. કાલે પણ એમ જ થશે, પરમ દિવસે પણ એમ જ થશે, કારણ કે જ્યારે
...more
“કર્યો છે... મેં તમને ખૂબ પ્રેમ કર્યો છે, પરંતુ મારે માટે પ્રેમનો અર્થ પત્નીત્વ કે પતિત્વ નથી. લગ્ન મારે માટે પ્રેમનું પરિણામ નથી. મારે માટે પ્રેમ એ કદીયે એક દિશામાં વહેતી બે કિનારા વચ્ચે બંધાયેલી પાણીની ધારા નથી. મારે માટે પ્રેમ સમગ્ર વિશ્વમાં પથરાયેલું, હવાની જેમ આપણા શ્વાસમાં અનિવાર્યપણે અવર-જવર કરતું અને પ્રાણવાયુની જેમ આપણા અસ્તિત્વ માટેનું અનિવાર્ય તત્ત્વ છે.
બંધ મુઠ્ઠીમાં પણ એ છે જ અને બંધ ઓરડામાં પણ એ છે જ. એક પળ માટે પણ એના વિના સજીવનું અસ્તિત્વ નથી અને છતાં પળેપળ શ્વાસ લેતા સજીવને એના અસ્તિત્વની નોંધ લેવાની આવશ્યકતા પણ નથી. સખી, મારો પ્રેમ એ તમારા કુશળની પ્રાર્થના છે, તમારા મંગળની કામના છે, તમારા સ્વમાનની રક્ષા છે, તમારા સુખનો પ્રયત્ન છે, તમારી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર છે, તમારી ઇચ્છાઓને પૂર્ણ કરવાનો મારો સંનિષ્ઠ પ્રયાસ છે. સખી, તમને સ્પર્શવું એ જ પ્રેમ નથી મારે માટે. તમારી સાથે જીવવું એ પણ પ્રેમનો પર્યાય નથી મારે માટે... આપણે એક છત્ર નીચે જીવીએ તો જ પ્રેમ? મારે માટે પ્રેમ એ એક આકાશ નીચે ઊભા રહીને એ આકાશ તરફ જોઈને તમારા સ્મિતની કલ્પના કરવી, એ જ
...more
“સખા! હું... હું... પાંચાલી, દ્રૌપદી, દ્રુપદપુત્રી, પાંડવપત્ની, કુરુકુળની વધૂ તમને મારા સ્નેહમાંથી, મારા મોહમાંથી, મારા ઉત્તરદાયિત્વમાંથી મુક્ત કરું છું અને સાથે જ હું પણ મુક્ત થાઉં છું.” રૂંધાયેલા ગળે એણે હવે કહ્યું, त्वदियम वस्तु गोविन्द तुभ्यमेव समर्प्यते । આ વખતે કહેવાયેલા આ વાક્યમાં જાણે ખણખણિત સત્ય હતું. હિરણ્ય, કપિલા અને ત્રિવેણીસંગમની દસેય દિશાઓમાંથી આ વાક્ય ફરી-ફરીને, ફરી-ફરીને પડઘાતું રહ્યું. ...અને કૃષ્ણે શાંતિથી આંખો મીંચી દીધી.
જેને જ્યારે જોઈએ ત્યારે કૃષ્ણ મળી રહે, એ જ મારા અસ્તિત્વનો અર્થ છે,